Abtak Media Google News

વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ ની અસરોની ચિંતા કરવામાં આવી રહી છે વધતું જતું તાપમાન નિયંત્રણમાં રહે તે માટે વૈકલ્પિક ઉર્જાના વપરાશ અને પુથ્વી નુ તાપમાન વધતું અટકે તે માટે દરેક રાષ્ટ્રને પોતપોતાની જવાબદારી નિભાવવાના વૈશ્વિક સંકલ્પ વચ્ચે પણ ગ્લોબલ વોર્મિંગ ની અસરો વધુને વધુ ઘાતક બનતી જતી હોય તેમ ઉનાળાના આકરા તાપ ને ચોમાસાની ઋતુ ચક્ર ના વિક્ષેપ ની જેમ જ શિયાળામાં પણ ગ્લોબલ વોર્મિંગ ની અસરો દેખાવા લાગી છે.. કારતક માગસર પોષ અને મહા મહિનાના શિયાળાના ચાર મહિનામાં ફૂલ ગુલાબી ઠંડીથી લઈને આંકરાં હીમ વાયરા સુધીની શિયાળાની પેટન માં પણ ગ્લોબલ વોર્મિંગ ની અસરો દેખાઈ રહી છે..

નિરંતર ચાર મહિના સુધી ઠંડી પડવાની શિયાળાની તાસીર બદલાઈ રહી છે, સતત એકધારી ઠંડી પડવાને બદલે તાપમાનના પારામાં આશ્ચર્યજનક ઉતાર ચડાવ જોવા મળે છે, ક્યાંક ઉનાળા જેવી આકરી ગરમી તો ક્યાંક તાપમાનનો પારો તળિયે બેસી જવાની ઘટનાઓ અંગે વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાઈ ગયા છે, ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ની અસર હેઠળ શિયાળાની બદલાયેલી કાશીદ ચિંતા નો વિષય બન્યો છે, યુરોપમાં ઉનાળા જેવી ગરમી અને આખાતદના દેશોમાં ગાત્રો થીજાવતી ઠંડી ,ભારતમાં પણ નિરંતર સંતુલિત તાપમાનના બદલે વાતાવરણમાં આવતા ઉતાર ચળાવની અસર દેખાઈ રહી છે,

જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉતરાખંડ ના પહાડો માં બે દિવસથી હિમ વાયરોચાલુ છે જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે જમ્મુ કાશ્મીરના 12 જિલ્લામાં બરફના તોફાની ચેતવણીધારી કરવામાં આવી છે ઉત્તરાખંડના ચમોલી જોશી મઠ બદ્રીનાથમાં પણ હીમવર્ષા થઈ હતી હિમાચલ પ્રદેશમાં હિમ વરસાદના કારણે ચાર હાઇવે સહિત 276 માર્ગ બંધ કરવાની ફરજ પાડી છે ભારતના મેદાની વિસ્તારોમાં પણ સિદ્ધ લહેરની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે દિલ્હી પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં કલકત્તી ઠંડી કરી રહી છે રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો માઇનસ નીચે પહોંચી ગયો છે

ફતેપુરામાં માઇનસ 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવામાન વિભાગ જણાવ્યું છે કે હજુ પાંચ દિવસ ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તીવ્ર ઠંડી સંભાવના છે હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે સતત હિમ વાયરા વચ્ચે પણ ક્યાંક ક્યાંક બપોરે તાપમાન ઉનાળા જેવું થઈ જાય છે ગ્લોબલ વોર્મિંગ ની અસર માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળાની ઋતુચક્રને પણ વિચલિત કરી રહી છે ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક ચિંતા નો વિષય બની ગયું છે ખેતીના શિયાળુ પાકમાં પણ ગરમીમાં વધઘટ ની અસર દેખાઈ રહી છે ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે માત્ર આયોજન જ નહીં આયોજનના અમલ અને દરેકને પોતાની જવાબદારી સમજવી જોશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.