Abtak Media Google News

રાજકોટમાં આઇસીએઆઈ રાષ્ટ્રીય સમિતિની કોન્ફરન્સ યોજાઈ: વિદ્યાર્થીઓ પણ રહ્યા ઉપસ્થિત

રાજકોટમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સમિતિની કોંફરન્સ યોજાઈ હતી. જેમાં આઇસીએઆઈના રાષ્ટ્રીય પ્રમુખ નિહાર જાંબુસરિયા અને વેસ્ટર્ન રિજિયનના ચેરમેન મનીષ ગડીયા સહિત રાજકોટ આઇસીએઆઈ ચેપ્ટર પ્રમુખ હાર્દિક વ્યાસ અને સીએના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કોંફરન્સમાં સીએને ટેક્નોસેવી બનાવવા તરફ પ્રયાસો કરવા આ સમિતિનો મુખ્ય હેતુ રહ્યો હતો. જેના કારણે કોઈ પણ સીએ પોતાની સ્થળ પરથી જ દેશ વિદેશમાં કામ કરી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટમાં રાજકોટ ચેપ્ટરનો મહત્વનો ભાગ છે. આ કોંફરન્સમાં હર વર્ષની જેમ જુદી-જુદી બ્રાન્ચની વિઝીટ કરવામાં આવે છે. આ સાથે સીએને લગતા અનેક પ્રશ્નોને સાંભળી તેના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવે છે. જેના કારણે કોંફરન્સમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના અનેક પ્રશ્નો રાષ્ટ્રીય પ્રમુખ સમક્ષ રજુ કર્યા હતા.

વેસ્ટર્ન રિજિયનમાં રાજકોટ ચેપ્ટરનો મહત્વનો ફાળો: મનીષ ગડીયા (વેસ્ટર્ન રિજિયન ચેરમેન, આઇસીએઆઈ)

અબતક સાથેની ખાસ મુલાકાતમાં વેસ્ટર્ન રિજિયન ચેરમેન મનીષ ગડીયાએ જણાવ્યું હતું કે આઇસીએઆઈ અને ચાર્ટડ એકાઉન્ટન્ટમાં રાજકોટ ચેપ્ટરનો મહત્વનો ફાળો છે. આઇસીએઆઈ પાંચ ચેપ્ટરમાં કામ કરે છે. જેમાં વેસ્ટર્ન રિજિયનમાં હાલ 1.20 લાખ મેમ્બર અને 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે. જેમાં રાજકોટ બ્રાન્ચના પ્રમુખ હાર્દિક વ્યાસની કુશળ કામગીરી અને પ્રયાસથી એક મહત્વનો ભાગ ભજવી રહ્યો છે.

ખાસ કરીને વેસ્ટર્ન રિજિયન વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ દ્વારા સીએ બનાવવા તરફ સધન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે હાલ આઇસીએઆઈનું વિઝન સીએને ટેકનોલોજી તરફ વાળવાનું છે અને આ સાથે વધુ 18 રિસર્ચ પેપર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે યંગસ્ટર્સને ડેટા એનાલિસિસ પણ શિખવવામાં આવે છે. રાજકોટમાં અત્યાર સુધી 100થી વધુ તાલીમના કાર્યક્રમ યોજવામાં આવી ગયા છે.

ઇન્કમટેક્સ અને જીએસટીમાં સીએ કરદાતા વચ્ચે મહત્વની કડી: નિહાર જાંબુસરિયા (નેશનલ પ્રેસિડેન્ટ ઓફ આઇસીએઆઈ)

અબતક સાથેની વાતચીતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટના રાષ્ટ્રીય પ્રમુખ નિહાર જાંબુસરિયાએ જણાવ્યું હતું કે હર વર્ષની જેમ જુદી-જુદી બ્રાન્ચની મુલાકાત લેવામાં આવે છે. જેમાં ત્યાંના સીએ અને વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવે છે. વધુમાં જણાવતા નિહાર જાંબુસરિયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં હાલ 1800 સીએ લોકલ બેઇઝડ કામ કરે છે.

જેમાં સ્કિલ ડેવલપમેન્ટ કરી ટેકનોલોજીના ઉપયોગ સાથે રાજકોટના લોકલ ચાર્ટડ એકાઉન્ટન્ટને પણ બહારના કામ મળી શકે છે. તો જીએસટી અને ઇન્કમટેક્સ વચ્ચે કરદાતાની કડી બનવા પર સી.એ.નો મહત્વનો ફાળો બની રહે તે માટે જણાવતા કહ્યું હતું કે જી.એસ.ટી. સમયમાં કુલ આઇસીએઆઈની 160 બ્રાન્ચ હતી પણ હાલ કુલ 164 બ્રાન્ચ ફાયનાન્સનું પ્રેઝન્ટેશન કરે છે.

જેથી બંનેમાં સીએનો મહત્વનો રોલ છે. તો આગળ જણાવતા તેઓએ કહ્યું હતું કે નાફરા એટલે કે નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી દ્વારા 250 કરોડની નેટવર્થ હેઠળ આવતા એકમોને ઓડિટની જરૂર ન હોવાનો વિચાર રજૂ કરવામાં આવ્યા હતો. પરંતુ આઇસીએઆઈ દ્વારા આ વિચારનો વિરોધ કરીને આવા એકમોના ઓડિટ બંધ થાય તો પાછળના નુકસાન અંગે ચર્ચા કરી હતી.

તો બીજી તરફ કોરોનાના કપરા સમયગાળા દરમિયાન એમ.એસ.એમ.ઇ. સાથે ઉભા રહીને આઇસીએઆઈએ અનેક વિકલ્પો દ્વારા સમસ્યા નિવારવા પ્રયાસ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સીએની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સીએ બનવા સુધીની સફરમાં પણ મહત્વનો ભાગ ભજવી આઇસીએઆઈ દ્વારા વર્ચ્યુઅલ કલાસ અને પ્રેક્ટિકલ નોલેજ માટે પણ ઇન્સ્ટિટ્યૂટ પ્રયાસ કરી રહી છે. આ સાથે સીએની પરીક્ષામાં ઇલેકટિવ પેપરની વ્યવસ્થા કરી ઓપન બુક પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.