અહમ માણસનો દુશમન કે મિત્ર?

આપણે કેટલી વાર સાંભળતા હોય વડીલો પાસે અહમ ક્યારયના રાખવો નહિતર જીવનમાં આગળ નહીં વધી શકો તે સાચું છે જે લોકો અહંકાર અને અહમથી આગળ જાય છે તે ક્યારય કોઇની મદદ કરતાં નથી અને અંતમાં તે દુખી અને નિઃસફળ જાય છે. જ્યારે અહમ માનવમાં આવે છે ત્યારે એ જટિલ બની જાય છે.

અહમ આવો સેહેલો છે પરંતુ અહમમથી બારે આવું તે થોડુક કઠિન છે. ઇતિહાસ યાદ કરીય તો હિટલર,નેપોલિયન અને સ્ટાલીન જેવામાં અહમ ભરાય ગયો હતો જેના લીધે જીતીને પણ હારી ગયા હતા. જ્યારે મહાત્મા ગાંધી, માર્ટિન લુથર કિંગ અને ઘણા વધુ પોતના અહમને વશમાં કરીને નામ કમાય લીધું.

                                                 અહંકાર એટલે શું?

અહંકાર સ્વાભાવિક નથી અને ક્યારય એકતાની ભાવના રાખતો નથી જેને અહમ આવી જાય છે ત્યારે “હું”આવી જાય છે જે ક્યારય સાથ સહકાર આપતો નથી. તે પોતાને ખોટો હોવા છતાં પણ સાચો સાબિત કરવા માંગે છે. પોતાની જાતને બીજાથી હોશિયાર સમજે છે.

અહમ ક્યારય પ્રેમ, લાગણી અને સન્માનને સમજતો નથી, આ ત્યારે જ આવે છે જ્યારે માણસ થોડોક આગળ આવી જાય છે અને પોતાને સમજે છે ક પોતેજ આગળ છે ત્યારે એ માનવીના મગજમાં અહંકારનો જન્મ થાય છે. અને સમય જતાં જ્યારે સમજણ આવે છે તીર માત્ર આશું રહી જાય છે અને પછતાવા સિવાય કઈ રહતું નથી.

અહંકારના લક્ષ્ણો.

તમે સલાહ સાંભળો છો પરંતુ ભાગ્ય જ તેનું પાલન કરો છો.

ઘણા લોકો સલાહ શાંભળે છે પરંતુ પોતાના મનનું કરે છે અને પોતાને સાચું મને છે ત્યારે નકારતત્મ્ક અહમ આવે છે પરંતુ જે માણસ બધાનું સાંભળીને સાચા ખોટાને સમજી શકે અને પોતની સમજણથી કાર્ય કરે છે તે સકારતત્મ્ક અહમ માનવમાં આવે છે.

ભૂલ દેખાઈ નહીં અને સ્વીકારે નહી.

ઘણા લોકો પોતાની ભૂલ સ્વીકારતા નથી ત્યારે તેનો અહમ વચે આવી ગયો હોય છે ત્યારે એ દુશ્મન બનીને રહે છે અને જ્યારે સકારતામ્કથી માણસ પોતાની ભૂલ સુધરે છે ત્યારે અહમ મિત્ર બનીને શાહયતા કરે છે.

સમજવાની તાકાત ઘટી જાય અને ફરિયાદ વધે.

માણસ એક એવો પ્રાણી છે જે બધાને સલાહ આપે અને સમજાવે પરંતુ પોતે સમજવાની કોશિસના કરે અને જ્યારે ફરિયાદ વધે ત્યારે અહમ એક રોદ્ર સ્વરૂપ લેહ છે અને દુશમાન બને છે પરંતુ એ જ અહમથી માણસ સમજે અને ઠંડા મગજથી વિચારી ને આગળ વધરે ત્યારે આ અહમ મિત્ર બની ને સફળતાનો માર્ગ પર લય જાય છે.અહમ અને સફળતાની દોરી સાવ પાતરી છે હવે એ માનવી પર છે ક્યો અહમ રાખવો