Abtak Media Google News

દેશભરમાં આજે ઇદની ઊજવણી કરવામાં આવી રહી છે. ઇદના આ તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, ઇદ પહેલા શુક્રવારે ઊજવવાની હતી પરંતુ ચાંદ ન દેખાવાને કારણે હવે શનિવારે આ તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે. ‘નયા ચાંદ’ શુક્રવારે સાંજે લગભગ 7.35 વાગે જોવા મળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશના લોકોને ઇદની શુભેચ્છાઓ પાઠવી. તેમણે ટ્વિટમાં લખ્યું, “આ દિવસ સમાજમાં એકતા અને શાંતિ લઇને આવે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ઇદ-અલ-ફિતુરની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને સમાજમાં ભાઈચારો અને પરસ્પર સમજદારી વધે તેવી શુભકામના કરી.ઇદના આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છાઓ આપતા કહ્યું કે, ઈશ્વર તમામને શાંતિ, ખુશીઓ, બુદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.