સૌરાષ્ટ્રભરમાં આજે ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

સૌરાષ્ટ્રભરમાં આજે ઈદ-ઉલ-અઝહાની (બકરી ઈદ)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી હઝરત ઈબ્રાહીમ, હઝરત ઈસ્માઈલની યાદમાં મનાવાતી આ કુરબાની ઈદ નિમિતે સૌરાષ્ટ્રભરનાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ અને મસ્જિદોમાં પરંપરાગત સમુહમાં નમાઝ અદા કરી હતી.ઠેર ઠેર મૌલવીઓએ ખુત્બો પઢયો હતો. અને તકરીર કરી હતી. બાદમાં તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળેમળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી.