આઠ મહાપાલિકા અભેદ સુરક્ષા ચક્રમાં ફેરવાશે

 

એક હજારની અવર જવરવાળા સ્થળો કોમર્શિય, ઇન્ડ્રસ્ટીઝ અને ધાર્મિક સ્થળો પર ત્રિશરી આંખ નજર રાખશે

સીસીટીવી કેમેરા લગાવવાના ફરજિયાત લગાવવાના સરકારના નિર્ણયથી સુરક્ષા અને સલામતિ વધુ સુદ્રઢ બનશે

રાજયમાં નાગરિકોની સલામતિ અને સુરક્ષાને ધ્યાને લઇ એક હજારની અવર જવર ધરાવતા કોમર્શિય, ઇન્ડસ્ટ્રીઝ અને ધાર્મિક સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાના ફરજિયાત નિર્ણયથી લોકોની અભેદ સુરક્ષા ચક્રોમાં ફેરવાશે તેમજ આંતકવાદી સંગઠનો દ્વારા ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યાના એનઆઇએ અને એટીએસની તપાસમાં બહાર આવેલી સ્ફોટક વિગતોના પગલે રાજય સરકારે રાજકોટ સહિત આઠ મહા નગરપાલિકામાં નાગરિકોની સુરક્ષા અને સલામતિને ધ્યાને લઇ 1000ની અવર જવર હોય તેવા સ્થળે સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવાનું જાહેર કર્યુ છે.

જન્માષ્ટમી લોક મેળા, 15 ઓગ્સટ સ્વતંત્રતા દિવસ, ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવાર દરમિયાન આંતકવાદી હુમલાખોરને સરળતાથી ઝડપી શકાય તે માટે અને નાગરિકોની સુરક્ષા અને સલામતિ માટે રાજકોટ સહિત એક હજારની અવર જવર હોય તેવા તમામ સ્થળે જનભાગીદારીથી સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરા અંગે ગઇકાલે રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનો અમલ 1 ઓગસ્ટથી શરૂ કરવાજણાવ્યું છે.

કેવા અને ક્યાં

પ્રકારના રાખવા પડશે

1) રિઝોલ્યુશન સંપૂર્ણ એચ.ડી રાખવું પડશે

2)ઇમેજની સેન્સર સાઈઝ ન્યુતમ 1/3 ઈખઘજ

3) લાઈટિંગ 0.01 ઉચ્ચ રાખવી પડશે

4) લેન્શની ફોકસ લંબાઈ 3.6ખખ કે તેથી વધુ

5)50 યાર્ડ કે તેથી વધુ અંતર આવરી લેવું જોઈએ

6)ઉપરની વિશેષતાઓ ઙઈંણ, બુલેટ અને ડોન કેમેરા માટે સામાન્ય હસે