Abtak Media Google News

હિંદી સિનેમામાં શોમેનના નામથી જાણીતા રાજકપૂરે 1948માં આર કે ફિલ્મ્સ એન્ડ સ્ટૂડિયોની સ્થાપના કરી હતી. આ સ્ટૂડિયોમાં આવારા, શ્રી 420, મેરા નામ જોકર અને રામ તેરી ગંગા મેલી જેવી જાણીતી ફિલ્મોનું પ્રોડક્શન થયું હતું. 2017માં આગ લાગવાથી સ્ટૂડિયોનો મોટો હિસ્સો બળી ગયો હતો. જે બાદ કપૂર પરિવારે ગત વર્ષે તેને વેચવાનો નિર્ણય કર્યો હતો.

પ્રતિષ્ઠિત આર કે સ્ટુડિયોની જમીનનું ટેકઓવર ગોદરેજ ગ્રુપની રિઅલિટી ફર્મ ગોદરેજ પ્રોપર્ટીએ કરી લીધું છે. કંપનીએ શુક્રવારે આ માહિતી આપી હતી પરંતુ ડીલની વેલ્યૂ જણાવી ન હતી. ગોદરેજ પ્રોપર્ટીનું કહેવું છે કે લક્ઝરી ફલેટ બનાવવા અને રિટેલ સ્પેસ માટે સ્ટુડિયોની જમીનનો ઉપયોગ કરશે. તેના માટે 33,000 સ્કવેર મીટર જમીન કામમાં લેવામાં આવશે.

ગોદરેજ પ્રોપર્ટીઝથી ડીલ પર રણધીર કપૂરે કહ્યું કે આર કે સ્ટૂડિયોઝના કારણે ચેંબૂરની સંપત્તિ તેમના પરિવાર માટે ઘણાં દસકાઓથી ખૂબ જ મહત્વની હતી. આ લોકેશન પર નવો અધ્યાય લખવા માટે અમે ગોદરેજ પ્રોપર્ટીની પસંદગી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.