Abtak Media Google News

પશ્ચિમ બંગાળના ચોથા તબક્કાના મતદાનમાં હિંસાએ વિઘ્ન ઉભુ કર્યું:  હાવડા, હુગલી, અલીપુર ડોર, કુચબિહાર અને ચોવીસ પરગણાના મતદાનને હિંસાનું ગ્રહણ લાગ્યું 

પશ્ચિમબંગાળ વિધાનસભાની આઠ તબક્કાની જાહેર થયેલી ચૂંટણીમાં આજે ચોથા તબક્કાના મતદાન દરમિયાન કુચબિહાર, શિતલકુચી વિધાનસભા મત વિસ્તારમાં થયેલી ફાયરીંગની ઘટનામાં ચાર નાગરિકોના મૃત્યુના પગલે મતદાન અટકાવી દેવાની ફરજ પડી હતી. ફાયરીંગની ઘટના જ્યાં સર્જાઈ છે ત્યાં આવતીકાલે મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટના સ્થળે મુલાકાત લેવા જનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. દોઢ વાગ્યા સુધીમાં ચોથા તબક્કાના મતદાનમાં 52.89 ટકા મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા મત વિસ્તારમાં 44 બેઠકોના મતદાનમાં હાવડા, અલીપુર દોર, કુચબિહાર, ચોવીસપરગણા સહિતના વિસ્તારોમાં મતદાન દરમિયાન કુચબિહારમાં થયેલી હિંસાના પગલે થયેલા  ફાયરીંગમાં ચાર નાગરિકોના મૃત્યુ નિપજયા હતા. શિતલકુચી વિધાનસભા મત વિસ્તારમાં આવેલ જોરપટકીના 126 નંબરના બુથ નજીક સીઆરપીએફ દ્વારા કરવામાં આવેલી ફાયરીંગમાં 4 નાગરિકોના મોત નિપજયા હતા.

ભારે હિંસાના પગલે ભાજપના આગેવાનો આજે કલકત્તામાં ચૂંટણીપંચના અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શિતલકુચી કુચબિહારમાં થયેલી ફાયરીંગની ઘટનાના પગલે ગૃહમંત્રીના રાજીનામાની માગણી ઉઠાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દીદીને બંગાળની પ્રજા પર રાજ કરવાનો અધિકાર નથી, તે કોઈની જાગીર નથી. તૃણમુલ કોંગ્રેસે પોતાના પાર્ટીના કાર્યકરોની હત્યાનો આક્ષેપ કર્યો છે. તૃણમુલ કોંગ્રેસે અનુસુચિત જાતિનું અપમાન કયુર્ં હોવાનો વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જાહેર થઈ હતી ત્યારથી હિંસા અને અરાજકતાની આશંકા પ્રવર્તી રહી હતી. આજે ચોથા તબકકાના મતદાન દરમિયાન શિતલકુચી કુચબિહારમાં થયેલા ગોળીબારમાં ચાર નાગરિકોના મોત નિપજયા હતા. ચૂંટણીપંચ દ્વારા તાત્કાલીક ધોરણે મતદાન રોકાવી દેવામાં આવ્યું છે. તૃણમુલ કોંગ્રેસે માર્યા ગયેલા ચારેય પોતાના કાર્યકર હોવાનો દાવો કર્યો છે. તૃણમુલ કોંગ્રેસે ચૂંટણીપંચ સમક્ષ મતદારો ઉપર કેન્દ્ર સુરક્ષા દળ દ્વારા કરવામાં આવેલા ફાયરીંગની ઘટનાની તટસ્થ તપાસની માગણી કરી છે અને આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સુરક્ષા દળનો દૂરઉપયોગ થઈ રહ્યો છે. રાજ્યસભાના સાંસદ દોલાસેને જણાવ્યું હતું કે, ચૂંટણીપંચે આ ઘટનામાં તટસ્થ તપાસ કરવી જોઈએ. ચૂંટણીપંચ દ્વારા તાત્કાલીક ધોરણે જ્યાં હિંસા સર્જાઈ છે ત્યાં કુચબિહારમાં મતદાન અટકાવી દેવાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, લોકોને કેન્દ્ર સુરક્ષા દળો વિરુદ્ધ ઉશ્કેરી રહ્યાં છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, લોકોને સુરક્ષાદળો સામે ઉશ્કેરવાથી આ હિંસા સર્જાઈ છે. આવી હિંસા તેમને બચાવી નહીં શકે, 10 વર્ષના માંદા વહીવટનો આમ બચાવ નહીં થઈ શકે. વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ભારે પ્રહારો કર્યા હતા.

ભાજપના આગેવાન સદાનંદે જણાવ્યું હતું કે, કુચબિહારની ઘટના ખુબજ દુ:ખદ છે, જેઓના મૃત્યુ થયા છે તેના પ્રત્યે અમને ઘણુ દુ:ખ છે. દીદી અંગે તેમના કાર્યકરોને લોકો ભાજપને ટેકો આપે છે તે સહન થતું નથી. આ લખાય રહ્યું છે ત્યારે ગોળીબારમાં ચાર વ્યક્તિના મૃત્યુની ઘટનાને પગલે મતદાન અટકાવી દેવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.