Abtak Media Google News

બંગાળ સહિતની વિધાનસભાની કુલ ૮૨૪ બેઠકો પર યોજાશે મહાસંગ્રામ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રબળ જીત બાદ ભાજપના ખેમાંમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે. રાજ્યની ૬ મહાનગરપાલિકામાં ભાજપને મળેલી પ્રચંડ જીત અને હાંસિયામાં ધકેલાયેલી કોંગ્રેસની કારમી હાર બાદ ભાજપ હવે ’ઇડરીયાગઢ’ સમાન પાંચ રાજ્યોની ચૂંટણીમાં જીત હાંસલ કરે તો ’સબ મિલિયા’ જેવી સ્થિતિ સર્જાશે. હાલ ભાજપ દેશના અનેક રાજ્યો તેમજ કેન્દ્રમાં સતામાં છે પરંતુ હવે જે પાંચ રાજ્યોની ચૂંટણી યોજવાની છે તેમાંથી એક પણ રાજ્યમાં ભાજપનું શાસન નથી. આ રાજ્યોમાં ભાજપ માટે એક તરફ વકરો એટલો નફા જેવો ઘાટ છે અને જો રાજ્યોમાં ભાજપ વકરો કરી શકે તો ઇડરીયોગઢ જીતી લેવા સમાન સ્થિતિ થશે.

પાંચ રાજ્યમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. મુખ્ય ચૂંટણી વડા સુનીલ અરોડાએ શુક્રવારે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ પ્રમાણે મતદાનની શરૂઆત પશ્ચિમ બંગાળ અને આસામથી થશે. આ બન્ને રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન ૨૭ માર્ચના રોજ યોજાશે. પાંચ રાજ્યોમાં મતગણતરી ૨ મેના રોજ થશે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે ૮ તબક્કામાં ચૂંટણી યોજાશે. આસામમાં ૩ તબક્કામાં અને અન્ય ત્રણ રાજ્યોમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે.

પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો પર મહાસંગ્રામ

પશ્ચિમ બંગાળમાં હાલ તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે. ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જી રાજ્યના મુખ્યમંત્રી છે. ભાજપ અને ટીએમસી વચ્ચે અવાર નવાર ઘર્ષણો પણ થતા હોય છે. તેવા સમયમાં બંગાળની ૨૯૪ વિધાનસભા બેઠકો પર ભાજપ અને ટીએમસી વચ્ચે યુદ્ધનો મહાસંગ્રામ જામશે.

આસામમાં ૧૨૬ બેઠક પર ચૂંટણી યોજાશે

ગત વખતે એટલે કે વર્ષ ૨૦૧૬માં અહીં ભાજપની સરકાર બની હતી. તેને ૮૬ બેઠક મળી હતી. કોંગ્રેસને ૨૬ બેઠક મળી અને એઆઈયુડીએફને ૧૩ બેઠક મળી હતી. અન્ય પાસે ૧ બેઠક હતી.

તામિલનાડુમાં ૨૩૪  વિધાનસભા બેઠક

અહીં ૧૩૪ બેઠક જીતીને  ગઠબંધને સરકાર બનાવી હતી. ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધનને ૯૮ બેઠક મળી હતી.

કેરળમાં ૧૪૦ બેઠકો પર સંગ્રામ

દેશમાં લેફ્ટનો છેલ્લો ગઢ બનેલા કેરળમાં ૧૪૦ બેઠક પર ચૂંટણી યોજાવાની છે. અહીં લેફ્ટ પાર્ટીઓ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે. લેફ્ટની ૯૧ અને કોંગ્રેસની ૪૭ બેઠક છે. ભાજપ અને અન્યના ખાતામાં ૧-૧ બેઠક છે.

પુડુચેરીમાં ૩૦ વિધાનસભા બેઠકો

પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશની ૩૦ બેઠક છે. અહીં વિધાનસભામાં ૩ નામાંકિત સભ્યો હોય છે. અત્યારસુધીમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી, પરંતુ ગયા અઠવાડિયે જ ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી, જે કારણે સરકાર પડી ગઈ હતી. સીએમ નારાયણસામીને રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

૫ રાજ્યોમાં ચૂંટણી પડકારજનક: સુનીલ અરોડા

મુખ્ય ચુંટણી કમિશ્નર સુનીલ અરોડાએ કહ્યું કે આમારા માટે મતદાતાઓને સુરક્ષિત, મજબૂત અને જાગૃત રાખવા તે સૌથી મોટું કામ છે.મતદાતાઓની સુરક્ષાની પૂરી કાળજી રાખવામાં આવશે. ચૂંટણી સમયે કોરોના ગાઈડલાઈનની પૂરી કાળજી રાખવામાં આવશે.

૮૨૪ વિધાનસભા બેઠકો માટે યોજાશે ચૂંટણી

ચૂંટણી કમિશ્ચનરે જણાવ્યું હતું કે ચૂંટણીવાળા રાજ્યોમાં અનેક વખત પ્રવાસ કરવામાં આવ્યો છે. ૩૧ મેના રોજ આસામ વિધાનસભા, ૨૪ મેના રોજ તમિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થશે. કુલ ૮૨૪ વિધાનસભા બેઠકમાં ૧૮ ૬૮ કરોડ મતદાતા ૨.૭ લાખ બૂથ પર મતદાન કરશે.

પશ્ર્વિમ બંગાળમાં ૨૯૪ વિધાનસભા બેઠકો પર યોજાશે ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં હાલમાં તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે. ૨૦૧૬ની ચૂંટણીમાં ટીએમસીએ ૨૧૧બેઠકો જીતી હતી. ડાબેરી અને કોંગ્રેસનું ગઠબંધન ૭૬ બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. રાજ્યમાં આ વખતે સમગ્ર તાકાત લગાવી રહેલા ભાજપ માત્ર ૩ સીટ જ મેળવી શક્યું હતું. અન્યનાં ખાતાંમાં ૪ બેઠક આવી હતી. હાલ કેન્દ્ર સરકાર અને મમતા બેનર્જી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ ચૂંટણી બંને પક્ષો માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૪૨ માંથી ૨૮ સીટ જીતી હતી એટલા માટે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ સમગ્ર તાકાત લગાવી દીધી છે. અહીં કોંગ્રેસ, ડાબેરીઓ અને ભારતીય સેક્યુલર મોરચા વચ્ચેનું જોડાણ નિશ્ચિત છે. ફુરફુરા શરીફના ભારતીય સેક્યુલર મોરચાને ૩૦ બેઠક આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ૬થી ૭ તબક્કામાં મતદાન યોજાઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.