Abtak Media Google News

 

અબતક, નવી દિલ્લી

ચૂંટણી પંચે છ રાજ્યોમાં ઉપયોગમાં લેવાયેલાં ઇવીએમ અને વિવીપેટને રિલીઝ કરવાની માંગ કરી છે.  કોરોના મહામારીને કારણે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પરિણામને પડકારતી અરજીઓ દાખલ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. જેના કારણે મોટી સંખ્યામાં મશીનો સુરક્ષિત રાખવામાં આવ્યા છે.  કોર્ટ આગામી સપ્તાહે કમિશનની અરજી પર સુનાવણી કરશે.

ચૂંટણી પંચે બુધવારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે, તેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવામાં આવે. છ રાજ્યોમાં બિનઉપયોગી પડેલી વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલાં ઇવીએમ અને વિવીપેટ મશીનોને રિલીઝ કરવા જોઈએ.  કોવિડ-૧૯ ને કારણે ચૂંટણી અરજીઓ સહિતની અરજીઓ દાખલ કરવાની સમયમર્યાદા વધારવાને કારણે આ મશીનોને સાચવવામાં આવ્યા છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે પંચની વિનંતીને મંજૂરી આપી અને અરજીની સુનાવણી આવતા અઠવાડિયે કરવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં, કમિશન તરફી હાજર રહેલા એડવોકેટ વિકાસ સિંહે બેન્ચને જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં ઇવીએમ અને વિવીપેટ હજુ પણ સચવાયેલા છે અને આ બધાને રિલીઝ કરવાની જરૂર છે.  તેમણે માંગ કરી હતી કે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, દિલ્હી, પુડુચેરી, તામિલનાડુ, ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સંબંધિત ચૂંટણી અરજીઓ દાખલ કરવા માટે સમય મર્યાદા નક્કી કરવી જોઈએ.  આપણે ઇવીએમ અને વિવીપેટ મશીનોની જાળવણી કરવી પડશે.  આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ, ગુજરાત જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે આવી સ્િિતમાં પંચની અરજી પર જલ્દી સુનાવણી કરવી જરૂરી છે.

અરજી દાખલ કરવાની અંતિમ તારીખ એપ્રિલમાં લંબાવવામાં આવી છે.કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં  મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ૨૭ એપ્રિલે ચૂંટણી અરજીઓ સહિતની અરજીઓ દાખલ કરવા માટે વૈધાનિક અવધિમાં છૂટ આપી હતી.  પરિણામે ઉમેદવાર હજુ પણ ચૂંટણીને પડકારતી અરજીઓ દાખલ કરી શકે છે.  આ જ કારણ છે કે ચૂંટણી પંચે ઇવીએમ અને વિવીપેટને સુરક્ષિત રાખવા પડે છે.

ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ અને વિવીપેટ ખાલી છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ કરી શકાતો ની.  ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે આસામ, કેરળ, દિલ્હી, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સંબંધિત ચૂંટણી અરજીઓ દાખલ કરવા માટે સમય મર્યાદા નક્કી કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.