Abtak Media Google News

સુપ્રીમમાં અરજીકર્તાએ પાર્ટીઓ પર ધાર્મિક ચિન્હો અને પ્રતિકોનો ઉપયોગ બંધ કરવા માંગ કરાઈ હતી

દેશમાં રાજકીય પાર્ટીઓ તરફથી ધાર્મિક નામ અને પ્રતિકોના ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ અરજીને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટમાં એક વાંધા અરજી દાખલ કરીને આવી રાજકીય પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવાની માગ કરી છે. તેના પર સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી કરવા માટે સહમત થયું છે. અરજીમાં એવી પણ માગ કરાઈ છે કે, જે પાર્ટી ધાર્મિક નામ અને પ્રતિકોનો ઉપયોગ કરે છે, તેમને ચૂંટણી લડતા રોકવામાં આવે. તેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે. આ મામલાની સુનાવણી આગામી 18 ઓક્ટોબરે થશે.સુપ્રીમ કોર્ટે સોમવારે  અરજી પર સુનાવણીને લઈને મંજૂરી આપી દીધી છે.

તેમાં માગ કરાઈ છે કે જે પણ રાજકીય પાર્ટી પોતાના નામ અને પ્રતિકોમાં ધર્મ અને ધાર્મિક ચિન્હોનો ઉપયોગ કરે છે, તેમને ચૂંટણી લડતા રોકવામાં આવે. આવી રાજકીય પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવાની માગ પણ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને ચાર અઠવાડીયામાં જવાબ રજૂ કરવા માટે કહ્યું છે. કેટલીય રાજકીય પાર્ટીઓ ધાર્મિક નામ અને ચિન્હોનો ઉપયોગ કરે છે અને તેના ઝંડામાં ચાંદ તારાનો ઉપયોગ કરવામાં આવે છે જે અયોગ્ય છે. આ મુદ્દાની ગંભીરતા ને લઇ સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનને તાકીદ કરી છે કે આ પ્રકારના તમામ રાજકીય પક્ષો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અને આ અંગેનો લેખિત જવાબ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાય. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારે જણાવ્યું હતું કે જે કોઈ રાજકીય પક્ષ ધાર્મિક નામ અથવા તો ધાર્મિક ચીન સાથે ચૂંટણી લડતી હોય તેમને ચૂંટણી ન લડવા દેવી જોઈએ અને તે પાર્ટી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.