Abtak Media Google News

7 બેઠકોમાં 24 ઉમેદવારો મેદાને: 107 મતદાન મથકો પર મતદાન થશે: 28મી સપ્ટેમ્બરે ચૂંટણીનું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય આવતીકાલે યોજાનાર છે અને મતગણતરી તારીખ 28મી, સપ્ટેમ્બરના રોજ યોજાશે. ચુંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતના ભાગરૂપે જિલ્લાકક્ષાએ શૈક્ષણિક તેમજ વહિવટી કાર્યક્રમો તેમજ અધિવેશન યોજવામાં આવશે નહી. ઉપરાંત મંજુરી આપેલી હોય તેને રદ કરવામાં આવશે.

શિક્ષણ બોર્ડના વહિવટ માટે અલગ અલગ વિભાગોમાં રચવામાં આવ્યા છે. અલગ અલગ વિભાગોની સામાન્ય ચુંટણી ગત જાન્યુઆરી-2021માં યોજવાની હતી. પરંતુ કોરોનાની મહામારીમાં બીજી લહેરને પગલે ચુંટણીને હાલ પુરતી મુલતવી રાખવામાં આવી હતી.

અગાઉ 26 બેઠકની ચૂંટણી થતી હતી પરંતુ સરકારે બેઠકો ઘટાડતા હવે 9 બેઠક કરવામાં આવી છે, જેમાં બી.એડ. પ્રિન્સિપાલમાં રાજકોટના ડૉ. નિદત્ત બારોટ તથા સરકારી શિક્ષકોમાં ભાવનગરના વિજય ખટાણા બિનહરીફ થતાં જુદા જુદા સંવર્ગોની 7 બેઠકની ચૂંટણી થશે. જેમાં 76175 મતદાર છે. સંચાલક મંડળની બેઠક પર સૌરાષ્ટ્રના ડૉ. પ્રિયવદન કોરાટ, સુરતના જગદીશ ચાવડા તથા દીપક રાજ્યગુરુ અને ધંધુકાના નારણ પટેલ સહિત 6 ઉમેદવાર મેદાનમાં છે.

દર 3 વર્ષે યોજાતી ચૂંટણીમાં આ વખતે 24 ઉમેદવાર મેદાનમાં છે, રાજ્યના 107 મતદાન મથક ઉપર શનિવારે મતદાન થશે, સંચાલક મંડળ અને અન્ય બેઠકોમાં પણ પરાકાષ્ઠાનો ચૂંટણી જંગ થશે. આ ચૂંટણીથી માધ્યમિક શિક્ષણ જગતમાં ધારાસભાની ચૂંટણી જેવો માહોલ 25 સપ્ટેમ્બર સુધી રહેશે, જેના ઉપર સમગ્ર રાજ્યના શિક્ષણ જગતની નજર છે.

શિક્ષણ બોર્ડના વિવિધ વિભાગોની સામાન્ય ચુંટણીનું મતદાન આવતીકાલે, શનિવારના રોજ યોજાશે. જ્યારે મતગણતરી તારીખ 28મી, સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે. ચુંટણીની તારીખોની જાહેરાતની સાથે જ આદર્શ આચારસંહિતાની અમલવારી કરવામાં આવશે. જેના ભાગરૂપે જિલ્લાકક્ષાએ યોજાતા શૈક્ષણિક અને વહિવટી અધિવેશન યોજી શકાશે નહી. ઉપરાંત જે અધિવેશનનોને મંજુરી આપી છે તેને રદ કરવાના રહેશે. આ ઉપરાંત સ્કૂલોમાં પણ જાહેર રજા જાહેર કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.