Abtak Media Google News

અબતક, અમરેલી

અમરેલી સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એક્તા પરિષદ ની મીટીંગ યોજાઈ હતી અમરેલી જિલ્લા પત્રકાર એક્તા પરિષદ ના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈના અઘ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તાલુકા  પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ. અમરેલી તાલુકાના  તમામ વરિષ્ઠ પત્રકાર મિત્રો હાજર રહ્યા હાજર રહેલા તમામ પત્રકારોનું શબ્દોથી સ્વાગત પત્રકાર એકતા પરિષદના જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ વિષ્ણુસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઈ વરૂ દ્વારા સંગઠનની કામગીરી અને સંગઠનથી થતાં લાભ વિશે માહિતી આપી હતી

જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ પદે રોમિલભાઈ ચૌહાણ તેમજ ખજાનચી તરીકે નિલેશભાઈ જાનીની નિમણુંક કરવામા આવી હતી

તેમજ પત્રકાર એકતા પરિષદ ની કાર્યપદ્ધતિ મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી જેમાં તાલુકા પ્રમુખ માટે દરખાસ્ત માંગાવતા પ્રદીપભાઈ ઠાકર નાં નામની પ્રથમ દરખાસ્ત આવતા સર્વાનુમતે  પ્રદીપભાઈ ઠાકર ને અમરેલી તાલુકા પ્રમુખ તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી..

નવા પ્રમુખ સાથે નવી તાલુકાની કારોબારીમાં ઉપ પ્રમુખ પદે અતુલભાઈ ચૌહાણ, મહામંત્રી પદે ઘનશ્યાભાઈ લાંભિયા, મંત્રી પદે કિરીટભાઈ વ્યાસ,ગૌરાંગ સોઢા, ખજાનચી પદે ભરતભાઇ હરખાણી આઇ.ટી.સેલમાં જયભાઈ સેદાણીને સર્વાનુમતે નિયુક્ત કરી ફૂલહાર પહેરાવી બહુમાન કર્યું હતું.

નવનિયુક્ત પ્રમુખ દ્વારા વહેલી તકે તમામ તાલુકાની કારોબારીની ખરાઈ કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવા અને અન્ય તાલુકાઓની સાથે કદમ થી કદમ મિલાવી અમરેલી પણ અગ્ર હરોળમાં આવે તેવા પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી.તેમજ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જાવેદખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.