સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ, હોદેદારો,  ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની કાલે ચૂંટણી

એક મતદારે 3 બેલેટ પેપરમાં કુલ 31 મત આપવાના રહેશે: સંઘના ઉત્કર્ષ માટે અને લોકશાહી ઢબે સંઘના ગૌરવ અર્થે હરેશભાઇ વોરાની પેનલના ચિન્હ કળશ સામે મતદાન કરવા જૈન સમાજને અનુરોધ

સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ, હોદેદારો, ટ્રસ્ટીઓ તેમજ કારોબારી સભ્યોની આવતીકાલ તા. 1પ ઓગષ્ટના રોજ ચુંટણી યોજાશે. ચુંટણી માટે એક મતદારે 3 બેલેટ પેપરમાં કુલ 31 મત આપવાના રહેશે. સંઘના ઉત્કર્ષ માટે અને લોકશાહી ઢબે સંઘના ગૌરવ અર્થે હરેશભાઇ વોરાની પેનલના ચિન્હ કળશ સામે મતદાન કરવા જૈન સમાજને અનુરોધ કરાયો છે.

ન કદ મોટુ ન પદ મોટુ , મુશ્કેલીમાં સાથે ઉભું રહે તે જ મોટું . દરેક હાથ લેવા માટે નહીં પણ દેવા માટે પણ ઉઠવા જોઈએ , સમાજ અને શાસનની સેવા કસ્વાનો મોકો મળે એ દરેક વ્યકિત માટે અમૂલ્ય તક છે , આવા જ વિચાર અને સંકલ્પ સાથે આપણા સૌના હરેશભાઈ કે  વોરા કે ઘર્મ , શિક્ષણ , માનવ સેવા , જીવદયા ,અન્નયજ્ઞ .. જયાં જયાં સેવા કે પરોપકારની કેડી દેખાઈ તેના પર ચાલવા હંમેશા તત્પર હોય છે.

સ્થાનકવાસી જૈન મોટા સંઘની આરતિકાલે થનાર ચૂંટણીમાં પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવનાર  હરેશભાઈ કે. વોરા હાલમાં ફી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘમાં પ્રમુખ તરીકે સતત 13 વર્ષથી ઉમદા સેવા આપી રહયા છે , તેઓનાં પ્રમુખપદ હેઠળ  સંઘમાં અનેક સેવાકીય યજ્ઞો ચાલી રહ્યા છે જેમાં મુખ્યત્વે  બીનાબેન અજયભાઈ શેઠ (શાયન મુંબઈ ) નાં અનુદાન દ્વારા મા સ્વામી વિદ્યાસંપદા શિક્ષણ સહાય યોજના, મા સ્વામી સ્વરોજગાર સહાય તેમજ મા સ્વામી જીવદયા સહાય યોજના કાર્યરત છે,  હરેશભાઈ વોરાની આગેવાનીમાં માં સ્વામી વિદ્યા સંપદા શિક્ષણ સહાય અંતર્ગત છેલ્લા બે વર્ષ દરમ્યાન કુલ 653 વિદ્યાર્થીઓને ઘો .10 થી લઈને એન્જીનિયરીંગ , મેડીકલ તેમજ અન્ય કોલેજ ક્ષેત્રે અંદાજીત રૂ. . 2,00,00,000-00 (બે કરોડ)નું માતબર અનુદાન આપવામાં આવેલ.

માં સ્વામી રોજગાર સહાય : રાજકોટમાં વસતા જૈન સમાજનાં ભાઈ -બહેનોને રેડીમેઈડ, ગૃહઉધોગ , ફોટોગ્રાફર, ફેરી કરતા ભાઈઓ, ઈલેકટ્રીક કામ કરતા, બહેનો માટે સિલાઈ મશીન, ભાઈઓ માટે નવી રીક્ષાની ખરીદી માટે ડાઉન પેમેન્ટ તેમજ અન્ય નાના મોટા પોતાના વ્યવસાયનાં વિકાસ અર્થે અથવા તો નવો વ્યવસાય શરૂ કરવા માટે માં સ્વામી રોજગાર સહાય હેઠળ 197 વ્યકિતને લાભ આપવામાં આવેલ છે જેમાં બે વર્ષ દરમ્યાન કુલ રૂ.35,00,000-00 ( રૂપીયા પાત્રીસ લાખ ) નું અનુદાન આપવામાં આવેલ છે . આ ઉપરાંત માં સ્વામી જીવદયા સહાય : જુન -2019 થી જાન્યુઆરી -2025 સુધીમાં જીવદયાની વિવિધ કાર્યમાં રૂ.85,00,000-00 ( પિયા પંચચાસી લાખ ) નું અનુદાન આપવામાં આવેલ છે , જેમાં દરરોજ અંદાજીત 2500 લાડવા બનાવી રાજકોટની આસપાસની તમામ ગૌશાળામાં ગાયમાતાને લાડવા ખવડાવવામાં આવી રહ્યા છે . અત્યાર સુધીમાં અંદાજીત કુલ 17,00,000 ( સત્તર લાખ ) લાડવા ગૌશાળાની ગાયો માટે બનાવવામાં આવેલ છે .

કોરોેનાની મહામારીને લીધે સમગ્ર વિશ્વમાં એક મહામારી ફેલાય ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ સેવા કાર્યોની વ્યવસ્થા રાજકોટના શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘમાં  હરેશભાઈ કે , વોરાના માર્ગદર્શન હેઠળ લોકોને પોતાના જીવન નિર્વાહમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટમાં જરૂરીઆતમંદ સાધર્મિકબંધુઓને અંદાજીત 1600 અનાજની કીટ આપવામાં આવેલ . ગોંડલમાં 900 અને ભરૂચ પાસે નર્મદા કિનારે ગોરા આદિવાસી વિસ્તાર માટે 250 એમ મળીને કુલ 2750 જેટલી અનાજ અને જરૂરી ખાદ્ય વસ્તુઓની કીટ જરૂરતમંદોને અપાયેલ છે , આ ઉપરાંત 1200 કીટ મુંબઈ મોકલવામાં આવેલ .

ઘ્યેય વિનાનું જીવન સરનામા વગરની ટપાલ જેવું છે , તેમ માનતા હરેશભાઈ વોરા સેવાભાવના , પ્રમાણિકતા , સરળતા , સહજતા , નિખાલસતા દાદ માંગી લે તેવા છે , માનવતાવાદી અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતા અને ભગવાન મહાવીરની અસીમ કૃપા જેમના પર છે તેવા સાચા અને સાચા અર્થમાં જૈન સમાજનાં આભુષણ એવા હરેશભાઈ વોરા શ્રીસંઘનાં એક સાચા સેવક છે એમ કહેવું જરાપણ અતિશ્યોકિત ભર્યું નહીં લાગે.

રાજકોટની જૈન સમાજનાં મોખરાનું સ્થાન ધરાવતો અને રાજકોટનાં જૈન સમાજનો સૌથી મોટો ઉપાશ્રય એટલે પૂજય ’ ડુંગરસિંહજી મહારાજ સાહેબ ચોક પાસે આવેલ, સ્થાનકવાસી જૈન મોટા સંઘ , આ સંઘમાં નવા હોદેદારો , ટ્રસ્ટી અને કારોબારી સભ્યોની ચૂંટણી આવતિકાલે સ્વાતંત્ર્ય ઐટલે કે તા .15 8 2025 ને રવિવારનાં રોજ સવારે 8.00 થી સાંજે 5.00 સુધી દરમ્યાન યોજાનાર છે , જેમાં હરેશભાઈ વોરાની પ્રમુખપદની ઉમેદવારી પેનલમાં કુલ 31 વ્યકિતઓએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલ છે ,  હરેશાભાઈ વોરાની પેનલનું ચુંટણીમાં શુભ પ્રતિક મનાતા કળશ  ચિન્હ રાખવામાં આવેલ છે . હરેશભાઈ વોરાની પેનલની ઉમેદવારો જેમાં પ્રમુખ તરીકેની દાવેદારી હરેશકુમાર કાંતિલાલ – પ્રમુખ, કાઠીયાવાડા નીરાશ્રીત બાલાશ્રમ, શાલીભદ્ર સરદારનગર સ્થા . જૈન સંઘ , દશાશ્રીમાળી વોરા કુટુંબ મંડળ

ઉપપ્રમુખ,  જૈન ભૂવન, સેક્રેટરી : રાજકોટ કેળવણી મંડળ, મંત્રી જી.ટી. શેઠ વિદ્યાલય , ડીરેકટર  પાર્શ્ર્વનાથ કો.ઓ.સો.બેન્ક માં સક્રિયતાથી કાર્યરત છે , તેમજ ઉપપ્રમુખ તરીકે દોશી દિનેશ છોટાલાલ પૂર્વ મંત્રી તથા ટ્રસ્ટી  સ્થા . જૈન મોટા સંઘ , પૂર્વ પ્રમુખ  જૈન ચાલ સ્થા . જૈન સંઘ તેમજ વૈયાવય્ય પ્રેમી તેમજ મંત્રી તરીકે મોદી કમલેશભાઇ કાંતીલાલ – પૂર્વ કારોબારી સભ્ય  સ્થા . જૈન મોટા સંઘ તેમજ ટ્રસ્ટી  રેસકોર્ષ પાર્ક સ્થા . જૈન સંઘમાં સેવારત આ ઉપરાંત મંત્રી તરીકે રૂપાણી બકુલેશ હરિલાલ – પુર્વ ટાઉન પ્લાનીંગ ઓફીસર : રા.મ્યુ.કો. તેમજ ટ્રસ્ટી રાજકોટ મહાજન પાંજરાપોળ તથા ખજાનચી તરીકે બાટવીયા સતીષ હરકીશનભાઈ – ખજાનચી : સ્થા . જૈન મોટા સંઘ, સતત 13 વર્ષોથી તેમનો પરિવાર શાસનની સેવામાં કાર્યરત આ ઉપરાંત ટ્રસ્ટી તરીકે બદાણી ઇન્દુલાલ ભીમજી – જૈન સોશ્યલ ગ્રુપ અગ્રણી , દશાશ્રીમાળી જૈન મહાજન હોસ્પિટલ (ઘણા સમયથી આંખનાં સર્જન તરીકે સેવા), મહેતા હિતેષભાઇ અનીલભાઈ પ્રમુખ  શ્રમજીવી સ્થા . જૈન સંઘ તેમજ કારોબારી સદાસ્ય  સ્થા . જૈન મોટા સંઘ , મહેતા સતીષકુમાર શાંતિલાલ એડીટર : અબતક  મીડીયા , જૈન અગ્રણી તથા દાતા પરિવાર , ટ્રસ્ટી સ્થા . જૈન મોટા સંઘ ( સતત 13 વર્ષથી ) મીઠાણી મીલન જયવંતલાલ – ટ્રસ્ટી  શાલીભદ્ર સરદારનગર સ્થા , જૈન સંઘ , કારોબારી સભ્ય  સ્થા . જૈન મોટા સંઘ છેલ્લા 6 વર્ષથી , પારેખ વિમલ સર્વદમન – ટ્રસ્ટી  સ્થા . જૈન મોટા સંઘ, મંત્રી  સ્થા . જૈન બોર્ડીંગ – છેલ્લા 12 વર્ષથી, શાહ વિશાલ વિનોદકુમાર – કાર્યકર :  ઇન્દ્રપ્રસ્થ સ્થા. જૈન સંઘ તેમજ દાતા પરિવાર, શેઠ ભાવેશકુમાર નટવરલાલ – જૈન અગ્રણી , વીરાણી ચેતન કાંતીલાલ – જૈન અગ્રણી , કોઠારી ઉપાશ્રયમાં વૈચાવચ્ચ તેમજ  સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં કારોબારી સભ્ય તરીકે સર્વે  બાટવીયા કિરણભાઇ શાંતિલાલ – જૈન અગ્રણી , દાતા પરિવાર, સહ સંચાલક : બાટવીયા કુટુંબ, દેસાઇ મનીષ ચીમનલાલ – મંત્રી : જૈન ચાલ સ્થા. જૈન સંઘ, દોમડીયા નિશાંત કિશોરભાઈ – મુળુભાઇ દોમડીયા પરિવાર , વ્યવસાય : આર્કીટેક , સદસ્ય : પ્રતિક્રમણ યોજના મંડળ, દોશી હિતેષ શશીકાંતભાઇ – કારોબારી સભ્ય  સ્થા . જૈન મોટા સંઘ, ગાંઘી તેજસ રજનીકાંત – પ્રમુખ સરદારનગર યુવક મંડળ,  શાલીભદ્ર સરદારનગર સ્થા. જૈન સંઘ, ગોડા નિતીનકુમાર રતિલાલ – ખજાનચી વિતરાગ નેમીનાથ સ્થા . જૈન સંઘ કોઠારી ભદ્રેશભાઇ ગીરધરલાલ – કારોબારી સદસ્ય  સ્થા. જૈન મોટા સંઘ તેમજ વ્યવસાય કેટરીંગ કોઠારી જગદીશભાઇ ચંદુલાલ – ટ્રસ્ટી : સદર સ્થા . જૈન સંઘ તેમજ કારોબારી સદસ્ય  સ્થા. જૈન મોટા સંઘ, કોઠારી જગદીશચંદ્ર પ્રાણજીવન – ટ્રસ્ટી શ્રમજીવી સ્થા . જૈન સંઘ, લાખાણી ભાવેશ શાંતીલાલ – સદસ્ય : કાપડના વેપારી એસોસીએશન , મણીયાર હીતેષ નવીનચંદ્ર – કારોબારી સદસ્યની સ્થા . જૈન મોટા સંઘ, મહેતા જયેન્દ્ર હીરાચંદ – કારોબારી સદસ્ય  સ્થા. જૈન મોટા સંઘ તેમજ યુનીયન પ્રમુખ આર.એમ.સી. ઉપરાંત સમાજ સેવામાં અગ્રેસર મહેતા નવનીતરાય અમૃતલાલ – પૂર્વ સરકાર કર્મચારી : ગુજરાત રાજય તેમજ શાસન સેવામાં કાર્યરત, પટેલ દિપકભાઇ વિચંદભાઈ – વાઈસ ચેરમેન વિજય કો.ઓપ. બેન્ક લી., કારોબારી સદસ્ય સ્થા. જૈન મોટા સંઘ તેમજ દાતા પરિવાર તથા વૈયાવચ્ચ અગ્રણી , શાહ કુમારભાઈ નવિનચંદ્ર – કારોબારી સદસ્ય સ્થા . જૈન મોટા સંઘ, ટ્રસ્ટી પૂ ગુરૂદેવ જનકમુની મહારાજ સાહેબ, પ્રેરીત ક્ધયા છાત્રાલય , વ્યવસાય : આકીટેક, શેઠ બીપીનકુમાર પ્રભાશંકર – જૈન અગ્રણી વૈયાવચ્ચ પ્રેમી વોરા તારક પ્રકુલકુમાર – કારોબારી સદસ્ય  સ્થા. જૈન મોટા સંઘ ઉપરાંત ટ્રસ્ટી તરીકેની વિવિધ સંસ્થાઓમાં સેવા હાલમાં સેવા આપી રહયા છે .

જૈન સમાજનાં મતદારોને પૂજનીય સંત – સતીજીઓની વૈયાવચ્ચ માટે,  સંઘના ઉત્કર્ષ માટે અને લોકશાહી ઢબે સંઘનાં ગૌરવ અર્થે મતદાન કરવા સર્વે સભ્યોને  અપીલ કરવામાં આવે છે . એક મતદારે 3 બેલેટ પેપરમાં કુલ 31 મત આપવાના રહેશે, મતદાતા જયારે મતદાન કરવા આવે ત્યારે ઓળખકાર્ડ ( ચુંટણીકાર્ડ ડ્રાઈવીંગ લાયસન્સ , પાનકાર્ડ આધારકાર્ડ ) કોઇપણ એક લઈ આવવાનું ફરજીયાત છે,

હરેશભાઈ કે . વોરાની પેનલનાં તમામ સેવાકીય કાર્યો અને શાસન સેવામાં સદા અગ્રેસર ઉમેદવારોની સામેનાં કળશ નીશાન ઉપર મતદાન આપી વિજયી બનાવવા  અપીલ કરવામાં આવે છે.

હરેશભાઈ વોરા એટલે ખરા અર્થમાં જૈન સમાજનું અનમોલ આભુષણ

કોરોેનાની મહામારીને લીધે સમગ્ર વિશ્વમાં એક મહામારી ફેલાય ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ સેવા કાર્યોની વ્યવસ્થા રાજકોટના શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘમાં  હરેશભાઈ કે , વોરાના માર્ગદર્શન હેઠળ લોકોને પોતાના જીવન નિર્વાહમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટમાં જરૂરીઆતમંદ સાધર્મિકબંધુઓને અંદાજીત 1600 અનાજની કીટ આપવામાં આવેલ.

ગોંડલમાં 900 અને ભરૂચ પાસે નર્મદા કિનારે ગોરા આદિવાસી વિસ્તાર માટે 250 એમ મળીને કુલ 2750 જેટલી અનાજ અને જરૂરી ખાદ્ય વસ્તુઓની કીટ જરૂરતમંદોને અપાયેલ છે , આ ઉપરાંત 1200 કીટ મુંબઈ મોકલવામાં આવેલ રાજકોટ શહેર તેમજ અન્ય શહેરો મળી કુલ 3950 જેટલી અનાજ અને જરુર ખાદ્ય વસ્તુઓની કીટ જરુરતમંદોને અપાયેલ છે. ઘ્યેય વિનાનું જીવન સરનામા વગરની ટપાલ જેવું છે , તેમ માનતા હરેશભાઈ વોરા સેવાભાવના , પ્રમાણિકતા , સરળતા , સહજતા , નિખાલસતા દાદ માંગી લે તેવા છે

માનવતાવાદી અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતા અને ભગવાન મહાવીરની અસીમ કૃપા જેમના પર છે તેવા સાચા અને સાચા અર્થમાં જૈન સમાજનાં આભુષણ એવા હરેશભાઈ વોરા શ્રીસંઘનાં એક સાચા સેવક છે એમ કહેવું જરાપણ અતિશ્યોકિત ભર્યું નહીં લાગે.