Abtak Media Google News
ગુરૂવારે મત ગણતરી બાદ પરિણામને પડકારવા માટે એક દિવસનો સમય મળશે

15મી ગુજરાત વિધાનસભાની રચના કરવા માટે કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ગત 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ચુંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત કુલ 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. જયારે ઉત્તર અને મઘ્ય ગુજરાતની 93 બેઠકો માટે ગઇકાલે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજવામાં આવ્યું હતું. આગામી ગુરુવારે 8મી ડીસેમ્બરના રોજ તમામ 182 બેઠકો માટે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચુંટણીના પરિણામોને પડકારવા માટે હારેલા ઉમેદવારોને એક દિવસનો સમય આપવામાં આવશે દરમિયાન 19મી ડિસેમ્બરના રોજ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. આચાર સંહિતા ઉઠતાની સાથે જ ફરી વિકાસ કામોનો ધમધમાટ શરુ થશે.

ગત ત્રીજી નવેમ્બરે બપોરે ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખનું એલાન થતાની સાથે જ રાજયમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. વિકાસ કામો પર બે્રક લાગી જવા પામી છે.

પદાધિકારીઓને અપાતી તમામ સરકારી સુવિધા પરત ખેંચી લેવામાં આવી છે. હવે બન્ને તબકકાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. આગામી ગુરુવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે ત્યારબાદ ફેર મતગણતરી કે પરિણામને પોકારવા માટે એક દિવસ અનામત રાખવામાં આવશે શનિવારે સંપૂર્ણ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. રવિવારે રજા હોય સોમવારથી ફરી તમામ વહીવટી તંત્ર ધમધમતા થઇ જશે વિકાસ કામો શરુ થશે.

રાજયમાં વિધાનસભાની ચુંટણીની આચાર સંહિતા કુલ 38 દિવસ અમલમાં રહેશે જેના કારણે આવશ્યક સિવાયના કોઇ વિકાસ કામો કરી શકતા નથી. નીતી વિષયક નિર્ણયો લઇ શકાતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.