Abtak Media Google News

કોરોના કટોકટીમાં પશ્ચિમ બંગાળની પ્રજાએ સમજીને સુરક્ષીત રીતે મતદાન કરવાનો અપનાવ્યો અભિગમ: લોકતંત્રની ગરિમા સાથે સુરક્ષાની બેવડી ફરજ સાથે થયેલુ મતદાન ભાજપ અને મમતાને કેટલુ ફળશે તેના પર મીટ

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની આદર્શ ચૂંટણી વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને રહેલા મતદારના અભિગમ અને શાણપણ પર લોકતંત્રનો આધાર રહેલો છે. પશ્ચિમ બંગાળના છેલ્લા તબક્કાના મતદાનમાં કોરોના કટોકટીને ધ્યાને લઈ એક તરફ લોકતાંત્રીક ફરજ અને બીજી તરફ મહામારીની તકેદારી સાથેની સ્વયંભૂ સુરક્ષાની શાણપણ સાથે મતદારોએ મતદાન બૂથ ઉપર ટોળે વળવાના બદલે સ્વયંભૂ શિસ્ત રાખી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરીને શાણપણથી કરેલુ મતદાન ભાજપને ફળશે કે મમતા બેનર્જીનું ધાર્યું થશે તે પ્રશ્ર્નનો જવાબ પરિણામના દિવસે જ મળશે.

ચૂંટણીમાં રાજકીય પક્ષો અને કાર્યકરો દ્વારા મતદારોની વધુમાં વધુ મતદાન કરવા માટે કરેલા પ્રયાસો વચ્ચે મતદાનના દિવસે પ્રજામાં સ્વયંભૂ જાગૃતિના દર્શન થયા હતા. ભીડ અને લાંબી કતારોમાં ઉમટી પડવાને બદલે મતદારોએ સ્વયંભુ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને શિસ્તબદ્ધ રીતે મતદાન કર્યું હતું. છેલ્લા ચરણની પશ્ર્ચિમ બંગાળની ચૂંટણીમાં કુલ 35 વિધાનસભાની બેઠકોમાં 382 ઉમેદવારોનું ભાવી કરવા માટે 8493255 મતદારોને મતાધીકાર વાપરવાનો અવસર આપવામાં આવ્યો છે.

બીજી મે એ પશ્ચિમ બંગાળનું પરિણામ કેરળ, તામિલનાડુ, આસામ અને પોંડીચેરી રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ જાહેર થશે. રાજકીય પક્ષો અને મતદારોના સ્વયંમ શિસ્ત અને સોશિયલ ડિસ્ટન્સના અભિગમ સાથે મતદાન કરવાથી નીચી ટકાવારીના મતદાને રાજકીય વર્તુળોમાં ચિંતા જગાવી દીધી છે. કોલકત્તાની 11 વિધાનસભાઓમાંથી 7માં ખુબજ નીચુ મતદાન અને ઘટેલી ટકાવારીએ રાજકીય લોકોની ઉંઘ ઉડાવી દીધી છે. અત્યારે કોરોના કટોકટીને લઈ લોકોએ લોકતંત્રથી મોઢુ ફેરવવાના બદલે મતદાનનો ધર્મ બજાવ્યો હતો. પરંતુ સ્વયંમ શિસ્તથી મતદાન કર્યું હતું. 2016ની ટકાવારી સામે આ વખતે ખુબજ નીચુ મતદાન થવા પામ્યું છે. ચૂંટણીપંચે અગાઉ જ બુથ નં.126 શિતલપુચી વિધાનસભા મત ક્ષેત્રમાં 4 વ્યક્તિને ચોથા ચરણમાં થયેલી હત્યાના પગલે મતદાન રદ કરવાની જાહેરાત કરી દીધી હતી.

ચૂંટણી કર્મચારીઓ સહિત કુલ 8493255 મતદારોમાંથી 4370693 પુરૂષો અને 4122403 મહિલા મતદારો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતિમ ચરણમાં વીર ભીમ, મુરસીદાબાદની 7 અને માલદાની 6 બેઠકો પર મતદાન ગોઠવાયું હતું. પશ્ચિમ બંગાળમાં 1 મહિનાથી ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ 27 માર્ચે થયો હતો અને આજે સાંજે તેની પૂર્ણાહુતિ થનાર છે ત્યારે કોરોના કટોકટીના પગલે મતદારોએ દાખવેલી સ્વયંભૂ સાવચેતીએ મતદાન ઉંચુ થાય તે માટે રઘવાયા થયેલા રાજકીય પક્ષોની ઉંઘ ઉડાવી છે. શાણપણ દ્વારા કરવામાં આવેલુ મતદાન ભાજપ માટે લાભકારક છે કે, મતદાનનો માહોલ મમતા તરફી છે તે બીજી મે એ ખબર પડશે. અત્યારે શાંતિપૂર્ણ રીતે પ્રમાણમાં ઓછી ટકાવારીએ લોકો સ્વયંભૂ સોશિયલ ડિસ્ટન્સ અને શિસ્તબદ્ધ રીતે કતારોમાં મતદાન કરતા નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.