15 ઓગસ્ટથી ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડશે ઈલેક્ટ્રિક બસ

હમણાં થોડા સમય પહેલા અમદાવાદમાં નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે હવે 15 ઓગસ્ટથી ગાંધીનગર અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રોનિક બસો દોડાવાનો શરૂ થશે જેમાં સરકારનો મુખ્ય હેતુ પ્રદૂષણ રોકવા માટેનો છે ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે ઈલેક્ટ્રોનિક બસો દોડાવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે ૧૫ ઓગસ્ટથી ઈલેક્ટ્રોનિક બસ ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવે તેવી શક્યતાઓ જાણવા મળી રહી છે.