Abtak Media Google News

શહેરમાં વિજતંત્રના ૩૩ કેન્દ્રો ઉપર રોકડ અને હપ્તે ઉજાલા પંખાનું વેચાણ

અત્યાર સુધી જી.ઇ.બી. દ્વારા ઉજાલા યોજના અંતર્ગત સસ્તા દરે બલ્બ અને ટયુબલાઇટ મળી રહ્યા હતા પરંતુ હવે સસ્તા દરે જી.ઇ.બી. દ્વારા સસ્તા દરે પંખા પણ મળી રહ્યા છે. જી.ઇ.બી. દ્વારા વીજનો ઓછામાં ઓછો વપરાશ થાય તેવા પ્રકારના પંખા ઉજાલા યોજના અંતર્ગત મળી રહ્યા છે. કોમ્પટન સહીતની કંપનીઓએ આવા પંખાના વેચાવા માટે વીજ તંત્ર સાથે કરાર કર્યા છે.આ વિશે પ્રદયુમનગર નાયબ ઇજનેર કચેરી ખાતે વાતચીત કરતાં ત્યાં આ પ્રકારના પંખાનું વેચાણ થઇ રહ્યું છે. તે વિશે ત્યાંનું વેચાણસંભાળતા આશિષ સોનીએ જણાવ્યું હતું કે આ યોજનામાં બલ્બ, ટયુબલાઇટ તથા પંખાનો સમાવેશ થાય છે. આ યોજના એનજી ઇફીસિઅન્સી સર્વિસ લીમીટેડ એટલે કે ઇઇએસએલ દ્વારા કરવામાં આવી છે. જેમાં વિવિધ કંપનીઓ સાથે જોડાણ કરી વેચાણ શરુ કરવામાં આવી છે. આ વેચાણ વિશે જણાવતાં કહ્યું હતું કે હાલ રાજકોટના કુલ ૩૩ કેન્દ્રો પર આ પ્રકારનું વેચાણ લગભગ એકાદ અઠવાડીયાથી શરુ કરવામાં આવ્યું છે.તેમણે કઇ રીતે આ પંખો મેળવી શકાય તે વિશે જણાવતાં કહ્યું હતું કે આ પંખો હાલ કુલ ૩૩ કેન્દ્રો પરથી રોકડ નાણાં આપી તથા હપ્તેથી પણ મેળવી શકાય છે જેના માટે ફકત લાઇટબીલ  તથા એક પુરાવાની જ જ‚ર છે અને કોઇ પણ પ્રકારના ડિપોઝીટની પણ જ‚ર રહેતી નથી.હપ્તેથી પંખો લીધા બાદ કઇ રીતે ચાર્જીસ વસુલવામાં આવશે તે વિશે પુછતાં તેમણે જણાવતા કહ્યું હતું કે દર મહીને આ ચાર્જીસ લાઇટ બીલમાં જ એડ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.