વાંકાનેર પંચાસીયા ગામેથી રૂ.80 લાખની વીજ ચોરી પકડાઈ

અબતક,ઋષી મહેતા, મોરબી

વડોદરા જી.યુ.વી.એન.એલ વિજીલન્સ વિભાગની ટીમો દ્વારા સ્થાનીક નાયબ ઇજનેરને સાથે રાખી અનુપમસીંઘ ગહલોત, આઇ.પી.એસ ADGP(S), અને એચ.આર.ચૌધરી IPS, JED“ની સુચનાથી વાંકાનેરના પંચાસીયા ગામે પી.જી.વી.સી.એલના અંતરીયાળ ઔદ્યોગીક વીજજોડાણ પટેલ ફ્યુઅલ માં ચેકીંગ રેઇડ કરવામાં આવેલ હતી. જ્યાં 90 હોર્સ પાવરના વીજ જોડાણમાં ટ્રાન્સફોર્મરથી ડાયરેક્ટ કેબલ નાખી મીટર બાયપાસ કરતા રંગે હાથ પકડી પાડવામાં આવેલ તેમજ સ્થાનીક વાંકાનેર નાયબ ઇજનેર દ્વારા રૂ. 80 લાખનું પાવર ચોરીનું બીલ આપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

નોંધનીય છે કે રાજાવડલા ગામમાં નજીકના ભુતકાળમાં બે ઔદ્યોગિક વિજ-જોડણોમાં 1 કરોડની વિજ ચોરી વડોદરાની ટીમો દ્વારા પકડવામાં આવેલ તેમજ હાલ પણ જે આ વિજ-ચોરી ઓધૌગીક જોડાણમાં પકડાયેલ તેનાથી વિજ-ચોરોમાં ફફડાટ ફેલાવા પામેલ છે.