- અબતકની મુલાકાતમાં રાજકોટ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક એસોસિએશનના આગેવાનોએ સંસ્થાની કાર્યપ્રણાલી અંગે આપી વિગતો
રાજકોટ ઇલેક્ટ્રોનિક ટ્રેડ એસોસિયેશન ના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે અબ તકની મુલાકાતમાં એસોસિએશનના પ્રમુખ રસિકભાઈ પોકલ મનસુખભાઈ મોજીદરા ભરતભાઈ મહેતા અને મનોજભાઈ પરમારે એસોસિએશન ની વિગતો આપતા જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોન એસોસિયેશન સંગઠન અને વેપારિક વિકાસની સાથે સાથે એન્જિનિયરિંગ અને ટેકનિશિયન ને અપડેટ કરવા માટે ની પ્રવૃત્તિઓ કરે છે રાજકોટ ઈલેકટ્રોનીકસ ટ્રેડ એસો.નાં નવા વર્ષ 2025ની કારોબારી તેમજ હોદેદારો માટેની ચૂંટણી પ્રક્રિયા માટેની જનરલ મીટીંગ તા. 12.1 બેડી ચોકડી પાસે રાઘવ ફેમીલી રેસ્ટોરન્ટ ખાતે મળેલ જેમાં પ્રમુખ તરીકે રસીકભાઈ પોકળ, મંત્રક્ષ મનોજભાઈ પરમાર, ખજાનચી મુકેશભાઈ લુણાગરીયા, ઉપપ્રમુખ ગોરધનભકાઈ ટાંક સહમંત્રી ભરતભાઈ મહેતા કારોબારી કમીટીમાં મનસુખભાઈ મોજીદ્રા, મનીષભાઈ રાબડીયા, હરેશભાઈ રૈયાણી, જયેશભાઈ ભટ્ટ, દિપકભાઈ ચોટલીયા, યોગેશભાઈ ચૌધરી, કો.ઓપ. મેમ્બર અરવિંદભાઈ પેઢડીયા, કેશુભાઈ કમાણી, ધર્મેશભાઈ અજાણી, સલાહકાર સમિતિમાં જી.જે. જેબલીયા, રમેશભાઈ રૈયાણી, રવજીભાઈ રામોલીયાની વરણી થવા પામી છે.
રાજકોટ ઈલેકટ્રોનીકસ ટ્રેડ એસો.ની સ્થાપના 1978માં થયેલ આજે સંસ્થાને 46 વર્ષ પૂર્ણ થયેલ દર વર્ષ નવા નવા ડીજીટલ યુગને લગતા પ્રોગ્રામ્સ તથા સેમીનાર યોજાય છે. અને નવુ અપડેટ થાય છે. દર વર્ષ સંસ્થાના મેમ્બરનાં વિદ્યાર્થીઓને ધો.1 થી 12માં 1,2,3 સ્થાને આવેલ વિદ્યાર્થીને શીલ્ડ તથા પ્રમાણ પત્ર આપીને સન્માન કરવામાં આવે છે. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દરેક મેમ્બર માટે ફેમીલી પ્રવાસનું આયોજન કરવાામં આવે છે. આ સંસ્થામાં જોડાવા મેમ્બર થવા માટે પ્રમુખ રસીકભાઈ પોકળ 98245 09897, મંત્રી મનોજભાઈ પરમાર 99042 24742નો સંપર્ક કરવા જણાવાયું છે.