શ્રીલંકન ટીમનું ભારતમાં ઇમર્જન્સી લેન્ડિંગ: વતન પરત ફરતા સમયે ફ્લાઇટમાં થયું કંઈક આવું કે ખેલાડીઓ ભયભીત થયા!

13 જુલાઈથી ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 3 વનડે તથા 3 T-20 સિરીઝ શરૂ થનાર છે ત્યારે શ્રીલંકન ટિમ પર દિવસે ને દિવસે મુશ્કેલીઓ વધી રહી છે. ઇંગ્લેન્ડ ટુર થી કોલંબો જવા ટિમ પરત ફરી રહી હતી ત્યારે ફ્લાઈટનું ફ્યુઅલ પૂરું થઇ જતા ઇમરજન્સીમાં ફ્લાઈટ ભારત તરફ ડાઇવર્ટ કરવામાં આવી હતી આ સાથે દરેક ખેલાડીઓના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

પરત ફરેલી ફ્લાઈટને કેરળના તિરુવનંતપુરમમાં લેન્ડ કરવામાં આવી હતી કોલંબો જતા સમયે આ ફ્લાઇટ દરિયાઈ માર્ગે આગળ વધી રહી હતી. તેવામાં અચાનક ફ્લાઇટનું ફ્યુઅલ પૂરું થઈ ગયું હતું. આવા સમયે ફ્લાઇટને કેરળના તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. અહીં રિ-ફ્યુઅલ કર્યા પછી શ્રીલંકન ખેલાડીઓની સફર ફરી શરૂ થઈ હતી.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ સંક્રમિત મળી આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. શ્રીલંકાની ટીમ જ્યારે પોતાના વતન પરત ફરી હતી ત્યારે ફરીથી તમામ ખેલાડીના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યારે ટીમના ખેલાડી ક્વોરન્ટીન છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે 13, 16 અને 18 જુલાઈએ રમાશે. ત્યાર પછી બંને ટીમ 21, 23 અને 25 જુલાઈએ T-20 રમશે. તમામ મેચ કોલંબોનું આયોજન પ્રેમદાસા સ્ટેડિયમમાં કરાયું છે. ટીમ ઈન્ડિયા અત્યારે શ્રીલંકા ટૂર પર છે. અહીં 3 વનડે અને T-20 સિરીઝ રમશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા પાસે શ્રીલંકા સામે સૌથી વધુ વનડે મેચ જીતનારી વિશ્વની પહેલી ટીમ બનવાની તક છે. અત્યારે આ રેકોર્ડ ટીમ ઈન્ડિયા માત્ર 2 જીત દૂર છે.