Abtak Media Google News

!

ઇઝરાયલે ધરતીકંપ એલર્ટ સિસ્ટમ અમલમાં મૂકી

અબતક, નવી દિલ્લી
ઇઝરાયલમાં કે જે ટેકનોલોજી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે ઇઝરાયલે ટેકનોલોજીમાં વધુ એક પગલું આગળ વધાર્યું છે. હવે ઇઝરાયલમાં ભૂકંપની ચેતવણી રૂપે સાયરન સંભળાશે જેના થકી લોકો ભૂકંપ સામે અગાઉથી જ સાવધાન થઈ જશે. સામાન્ય રીતે મિસાઈલ ડિફેન્સ દ્વારા ટ્રિગર થતા જો 120 સિસ્મિક મોનિટરિંગ સ્ટેશનનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક મજબૂત ભૂકંપ શોધે તો સાયરન પણ વાગશે.

ભૂકંપના કેન્દ્રથી અંતરના આધારે ચેતવણીરૂપે સાયરન થોડીક સેક્ધડ અથવા અડધી મિનિટ સુધી વાગશે. જેના કારણે લોકો સુરક્ષિત સ્થાન સુધી પહોંચી જશે અને તેના કારણે જાનહાનિ ટળશે તેવું ઇઝરાયલી સેનાનું કહેવું છે. ડેડ સી ફોલ્ટ જે ઇઝરાયેલ અને જોર્ડન વચ્ચે ચાલે છે તે સિસ્મિક પ્રવૃત્તિ માટે જાણીતો છે. આ વિસ્તારમાં લગભગ દર સો વર્ષે મોટા ધરતીકંપો થાય છે. છેલ્લો મોટો ભૂકંપ વર્ષ 1927 થયો હતો, તેથી વધુ એક મોટા ભૂકંપ આવવાનો સમય નજીક આવી ગયો હોવાથી આ સિસ્ટમ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે તેવું ઇઝરાયેલના જીઓલોજિકલ સર્વેના પ્રોજેક્ટ મેનેજર અને સિસ્મોલોજિસ્ટ ઇટ્ટાઇ કુર્ઝોને જણાવ્યું હતું.સિસ્ટમ એક વર્ષથી વધુ સમયથી ઓપરેટિંગ ઓફ લાઇન હતી પરંતુ જ્યારે ગયા મહિને ઉત્તર ઇઝરાયેલમાં બે પ્રમાણમાં નાના ભૂકંપ આવ્યા ત્યારે વસ્તુઓ ઝડપી કરવામાં આવી હતી, તેવું તેમણે જણાવ્યું હતું. ભૂસ્તરશાસ્ત્રીય સર્વે ચોવીસ કલાક ધરતીકંપની ગતિવિધિઓ પર નજર રાખે છે અને જો ઓછામાં ઓછા 4.5ની તીવ્રતાનો ભૂકંપનો અંદાજ મળશે તો સૈન્યને તરત જ સૂચના આપવામાં આવે છે અને લોકોને ચેતવણી આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.