Abtak Media Google News

ગુજરાત રાજયના પૂર્વ મંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની વિરમગામ ખાતે લાગણીસભર મુલાકાત થઈ હતી.

ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાની આ અવસરે વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાત્મા ગાંધી, મણિલાલ કોઠારી, ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્રો, વિરમગામ સત્યાગ્રહનો ઈતિહાસ અને તેમાં સામેલ અગ્રણી સ્વાતંત્ર્ય-સેનાનીઓનું આમાં આલેખન કરવામાં આવશે. ધોલેરા ખાતે પણ ધોલેરા સત્યાગ્રહ  સિંધુડોની સ્મૃતિરૂપે તકતીની સ્થાપના એપ્રિલ 2022માં થઈ છે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જન્મભૂમિ ચોટીલા ખાતે 5000 ચો.મી.માં ભવ્ય સ્મારક-સંકુલ (મ્યૂઝિયમ), જીવન-કાર્ય સાથે સંકળાયેલા વિવિધ સ્મૃતિ-સ્થળોને સાંકળીને પ્રવાસન વિભાગના ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિ. દ્વારા ઝવેરચંદ મેઘાણી ટુરિઝમ સર્કિટ, કર્મભૂમિ રાણપુર ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્તકાલય, મેઘાણી વંદના સ્વરાંજલિ કાર્યક્ર્મો તથા અન્ય પ્રેરક આયોજનો બદલ પિનાકી મેઘાણીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકાર પ્રત્યે હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.