Abtak Media Google News

સામી વ્યકિતની લાગણી, વર્તન અને વ્યવહારને પોતાની રીતે, પોતાના વિચારો પ્રમાણે મુલવ્યા વગર હેતુ લક્ષી રીતે જ તે અનુભવનું નિરીક્ષણ કરવું એટલે પરાનુભૂતિ

એક નાનકડા વિદ્યાર્થી માટે પેન્સિલ ખોવાઇ જવી એ એક મોટી સમસ્યા છે, જો શિક્ષક વિદ્યાર્થીની દયા ખાય ને પછી બે ઘ્યાન થઇ જાય તો તે માત્ર સહાનુભૂતિ છે, જયારે બીજાનું દુ:ખ-લાગણી પોતાની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરે તે પરાનુભૂતિ કહેવાય છે

યુનેસ્કોના  1996ના અહેવાલ મુજબ શિક્ષણના ચાર આધાર સ્તંભ છે. ભણતર-જ્ઞાન, પ્રવૃતિ, સહઅસ્તિત્વ અને માનવીપણું આ આદેશોને સ્વીકારવામાં જીવન કૌશલ્યો અગત્યની ભૂમિ ભજવે છે. શાળાઓમાં શિક્ષકે, શાળા સંકુલે આ જવાબદારી નિભાવવાની છે. જેથી વિદ્યાર્થીઓ જવાબદાર – રક્ષક, કાર્યદક્ષ અને સમાજના વિસકામાં ફાળો આપતાં નાગરિક તરીકે વિકસાવી શકાય.

વર્ગખંડનું વાતાવરણ અસરકારક હોવું જોઇએ એને માટે શિક્ષક સજજતા જરુરી છે. બાળક નિર્ભય પણે પોતાની મુશ્કેલી રજુ કરી તેવું વાતાવરણ નિર્માણ શિક્ષકે કરવું જરુરી છે. વર્ગમાં પ્રેમ, હુંફ, લાગણી સભર વાતાવરણ સાથે બાળકના રસ રૂચિને વલણો શિક્ષકે જાણવા બહુ જ જરૂરી છે. જીવન મુલ્યો સાથેનું શિક્ષણ જ છાત્રોને શ્રેષ્ઠ નાગરીક બનવા મદદ કરે છે. બાળકના સુખ-દુ:ખમાં શિક્ષકે હમેંશા અગ્રિમ ભુમિકા ભજવવી જોઇએ તો જ તેના પ્રશ્ર્ન નિરાકરણ સરળ રસ્તો શોધી શકશે.

શાળા સંકુલ કે વર્ગખંડમાં બાળકોને ઘણીવાર મુશ્કેલી આવતી હોય છે ત્યારે શિક્ષકે મદદ કરવીને તેની સાથે બાળક પોતે તેની લાગણીઓ સમજતો થાય એ જરુરી છે. ભૂકંપ, પુર, આગ, અકસ્માત, પરિવારમાં મૃત્યુ જેવા નરસા પ્રસંગો સતત બાળકનાં માનસ પટ પરરમતા હોય ત્યારે શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે. જો શિક્ષક તેને ‘બિચારૂ’ કહે તો તેનાં દુ:ખમાં ઘટાડો થતો નથી તેને માત્ર ક્ષણિક રાહત મળે છે. પણ તેના બદલે જો શિક્ષક એ બાળકને તેની લાગણીઓ સમજવામાં મદદ કરે તો તે બાળક જલ્દી સ્વસ્થ થઇ જાય છે. વર્ગ ખંડમાં સારા કાર્યોના પ્રોત્સાહનને કારણે પણ ઘણા કૌશલ્યો વિકસાવવા સરળ બની જાય છે. સમગ્ર વર્ગખંડ કોઇ એક બાળકની લાગણી સમજે મદદ કરે અને એ બાળકને પોતે તેની લાગણી સમજવામાં સહકાર આપે તે જરુરી છે. શિક્ષક બાળકની નાનામાં નાની સમસ્યાને પણ કાળજીપૂર્વક તેમના દ્રષ્ટિકોણથી સમજીને હલ કરવામાં મદદ કરે છે ત્યારે જ શિક્ષકોનો વ્યવહાર પરાનુભૂતિ દર્શક બને છે. વર્ગખંડના દિવ્યાંગ બાળક પ્રત્યે અન્ય બાળકોની તેના પ્રત્યેની લાગણી વ્યવહાર પણ આ જ બાબત છે.

દરેક શિક્ષકે વર્ગખંડમાં દરેક બાળકને આ પ્રકારે મુલ્ય શિક્ષણ સાથે વિવિધ ગુણોનું સિંચન કરીને તેનો સંર્વાગી વિકાસ કરવાનો છે. વર્ગખંડમાં થતી શિક્ષણની સાથે વિવિધ પ્રવૃતિ પ્રોજેકટ થકી જ તેમનો વિકાસ કરી શકાય છે. શિક્ષક બાલમાનસનો અભ્યાસુ હોવો જરુરી છે. જેના કારણે તે બાળકોની મનોદશા કે વ્યથા સમજી શકે છે. આ પઘ્ધિતીથી જ વર્ગ ખંડમાં શિક્ષણની સાથે બાળક ઘણું જીવન મૂલ્ય શિક્ષણ મેળવે છે. જેમાં શિક્ષકની ભૂમિકા સમજદારી અતિ મહત્વની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.