Abtak Media Google News

હવે પગારના ૧૨ ટકાના બદલે ૧૦ ટકા ફાળો કપાશે

હાલના તબકકે બજારમાં તરલતા લાવવા માટે સરકારે કર્મચારીઓ તથા માલીકોના ઈપીએફ ફાળાના ૧૨ ટકાના બદલે ૧૦ ટકા કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી બજારમાં દર માસે રૂા.૨૫૦૦ કરોડ ઠલાવાશે અગાઉ સરકારે કર્મચારી અને માલીક બંનેનાં ઈપીએફ ફાળો જુન, જુલાઈ અને ઓગષ્ટ માસ માટે સરકારે આપવાનું (ભરવાનું) નકકી કયુર્ં હતુ.

દેશમાં કામ કરતા કર્મચારીઓનાં પગારમાંથી દર માસે રૂા.૧૨ ટકા ઈપીએફ ફાળો કાપવામા આવે છે. અને એટલો જ ફાળો જે તે કંપનીએ ચૂકવવાનો હોય છે.

હાલના સંજોગોમાં બજારમાં વધુ તરલતા આવે તે માટે સરકારે ત્રણ માસ માટે કર્મચારી અને કંપનીઓનો ઈપીએફ ફાળશે પગારના ૧૨ ટકાથી ઘટાડી ૧૦ ટકા કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી હવે કર્મચારી ઘરે વધુ પગાર લઈ જઈ શકશે.

કોઈ એક વ્યકિત ૨૫ હજારનો પગાર ધરાવે છે તો સામાન્ય સંજોગોમાં ૧૨ ટકા લેખે તેના ઈપીએફ ફાળાના રૂા.૩૦૦૦ થાય તથા કંપનીના રૂા.૩૦૦૦ થાય એટલે તેને ૨૨ હજાર પગાર મળે પણ હવે ફાળો ૧૦ ટકા કરવામાં આવતા કર્મચારી પોતાનો પગાર રૂા.૧ હજાર વધારે ઘરે લઈ જઈ શકશે આ રીતે ગણત્રી કરતા કર્મચારી રૂા.૨૩૦૦ પગાર ઘરે લઈ જઈ શકશે ત્રણ માસ માટે જ આ નિયમ લાગુ રહેશે સરકારનાં આ નિર્ણયથી બજારમાં તરલતા વધશે અને ૭૨.૨૨ લાખ કર્મચારીઓના રૂા.૨૫૦૦ કરોડ બજારમાં ઠલવાશે.

સરકારના આ નિર્ણયને કર્મચારી હિતની દ્રષ્ટીએ જોઈએ તો કર્મચારીઓનાં ઈપીએફ ખાતામાં ત્રણ માસ માટે રૂા.૩ હજારનો ફાળો ઘટશે કર્મચારી યુવાન ૩૦ વર્ષનો હોય અને ૨૦ વર્ષનો નોકરી સમયગાળો હોય તો તેના ફંડમાં રૂા.૧૫૩૫૦નું નુકશાન થશે જો કર્મચારી ૨૫ વર્ષનો હોય તો તેને રૂા.૨૩ હજારનું નુકશાન થશે એજ રીતે કર્મચારી સૌથી વધુ ઉમરનો હશે તો તેને એટલું વધુ નુકશાન થશે.

અત્રે એ યાદ આપીએ કે અગાઉ સરકારે પીએમ ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કર્યું હતુ તેમાં જૂન, જુલાઈ અને ઓગષ્ટ માસનો કર્મચારી તથા કંપનીઓનો ઈપીએફ ફાળો સરકારે ભરવાની જાહેરાત કરી હતી.

અગ્રણી નાણાં સલાહકારઅને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક જૈને જણાવ્યું હતુ કે અત્યારના કોવિદ ૧૯ના સમયમાં પગાર મળતો હોય તેણે આમાં પડવું ન જોઈએ કારણ કે અત્યારે તમારા હાથમાં વધુ નાણાં આવશે પણ લાંબા ગાળે ફાયદાકારક નથી. સેન્ટર ફોર ડિજીટલ ઈકોનોમી પોલીસી રિસર્ચ સંસ્થાના પ્રભારી જયજીત ભટ્ટાચાર્યે જણાવ્યું હતુ કે આ પગલાથી બજારમાં માંગ વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.