Abtak Media Google News

હેલ્મેટ વિનાના, આર.સી.બુક વિનાના, લાયસન્સ વિનાના, અડચણરૂપ પાર્કિંગ કરનાર, વધુ સ્પીડે વાહન ચલાવનાર વાહન ચાલકોને લૂંટવા પોલીસ ચોકે-ચોકે ખડકાઈ ગઈ: હેલ્મેટની ખરીદી અને પીયુસી કઢાવવા માટે હજુ લોકોની લાંબી કતારો: ભારે રોષ

ગુજરાતમાં આજી નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી શરૂ થઈ ગઈ છે. નિયમનો ભંગ કરતા વાહન ચાલક પાસેથી આકરો દંડ વસુલ કરવા માટે રાજ્યભરમાં પોલીસ ચોકે-ચોકે ખડકાઈ ગઈ છે. હેલ્મેટની ખરીદી કરવા અને પીયુસી કઢાવવા માટે હજુ મોટાભાગના સેન્ટરો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. નવા નિયમી લોકોમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે.

કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સલામતી માટે બનાવવામાં આવેલા નવા મોટર વ્હીકલ એકટની અમલવારી આજી ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. આ નવા નિયમમાં દંડની આકરી જોગવાઈ હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અપુરતી વ્યવસ વચ્ચે નિયમની અમલવારી શરૂ કરી દીધી હોવાનો ગણગણાટ પણ લોકોમાં થઈ રહ્યો છે. નવા નિયમ પ્રમાણે જો કોઈ વાહન ચાલક આર.સી.બુક વિના વાહન ચલાવતો પકડાશે તો તેને પ્રથમવાર રૂા.૫૦૦ અને બીજીવાર રૂા.૧૦૦૦નો દંડ ફટકારવામાં આવશે. લાયસન્સ વિનાના ટુ-વ્હીલર ધારકને રૂા.૨૦૦૦ (બીજી વખત દંડમાં કોઈ વધારો નહીં), લાયસન્સ વિના ૩-વ્હીલર ચાલકને રૂા.૩૦૦૦નો દંડ (બીજી વખત દંડમાં કોઈ વધારો નહીં), અડચણરૂપ પાર્કિંગ કરનાર વાહન ચાલકને પ્રથમ વખત રૂા.૫૦૦ અને બીજી વખત રૂા.૧૦૦૦, કાર પર ડાર્ક ફિલ્મ લગાડનારને પ્રથમ વખત રૂા.૫૦૦ અને બીજી વખત રૂા.૧૦૦૦, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારને પ્રથમ વખત રૂા.૫૦૦ અને બીજી વખત રૂા.૧૦૦૦, હેલ્મેટ વાહન ચલાવનારને રૂા.૫૦૦ (બીજી વખત દંડમાં કોઈ વધારો નહીં), સીટબેલ્ટ ન બાંધનારને રૂા.૫૦૦ (બીજી વખત દંડમાં કોઈ વધારો નહીં), ઓવરસ્પીડે વાહન ચલાવનાર ટુ અને થ્રી વ્હીલરને રૂા.૧૫૦૦ જ્યારે અન્ય વાહન ચાલકને રૂા.૧૫૦૦ થી લઈ ૪૦૦૦ સુધીનો દંડ પ્રથમ વખત ફટકારવામાં આવશે જ્યારે બીજી વખત ટુ અને થ્રી વ્હીલરને રૂા.૨૦૦૦નો દંડ અને અન્ય વાહન ચાલકોને રૂા.૨૦૦૦થી લઈ ૬ માસ સુધી લાયસન્સ રદ કરવાની સજા કરવામાં આવશે. રોંગ સાઈડમાં ડ્રાઈવીંગ કરનાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ચાલકને રૂા.૧૫૦૦ અને અન્ય વાહન ચાલકને રૂા.૩૦૦૦થી લઈ રૂા.૫૦૦૦ સુધીનો દંડ, રજીસ્ટ્રેશન વિનાના ટુ-વ્હીલરને રૂા.૧૦૦૦, થ્રી વ્હીલરને રૂા.૨૦૦૦, ફોર વ્હીલરને રૂા.૩૦૦૦ અને અન્ય વાહનોને રૂા.૫૦૦૦નો દંડ, જાહેર સ્ળો પર રેસ કરનારને પ્રથમ વખત રૂા.૫૦૦૦ અને બીજી વખત રૂા.૧૦,૦૦૦, થર્ડ પાટી વિમો ન લેનારને રૂા.૨૦૦૦ અને બીજી વખત રૂા.૪૦૦૦નો દંડ ફટકારવામાં આવશે.

Img 20190913 Wa0335

ગુજરાતમાં આજી નવા મોટર વ્હીકલ એકટની અમલવારી શરૂ થતાંની સાથે જ પોલીસને જાણે પ્રજાને લૂંટવાનો પીળો પરવાનો મળી ગયો હોય તેમ નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પાસેી તોતીંગ દંડ વસુલ કરવા માટે રાજકોટ સહિત રાજ્યભરના મોટાભાગના શહેરો અને હાઈવે રોડ પર ચોકે ચોકે પોલીસ ખડકાઈ ગઈ છે. માર્કેટમાં પુરતી હેલ્મેટ ઉપલબ્ધ ની. આ ઉપરાંત પીયુસી સેન્ટર પણ જરૂરીયાત મુજબના ન હોય. હેલ્મેટમાં રીતસર લૂંટ ચાલી રહી છે. પીયુસી સેન્ટર ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. પુરતી તૈયારી વિના જ નવા કાયદાની અમલવારી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમલવારીની મુદતમાં વધારો કરવા પણ લોકોમાંથી પ્રબળ માંગ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.