Abtak Media Google News

સ્કુલ રેડીનેશ પ્રોગ્રામ જ બાળકોમાં સ્વ-અધ્યયન કરવાની લગની પેદા કરે છે: શાળાનું વાતાવરણ તેને ગમવા લાગતા બાળકના રસ-રૂચી-વલણો બદલાતા તેનો સંર્વાગી વિકાસનો પાયો નખાય છે

બાલમંદિર કે ધો.1 થી 4ના નાના બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ સાથે જ્ઞાન-ગમ્મત અને બાળગીત-ચિત્ર-સંગીત જેવી કલા તેના રસમાં વધારો કરીને શિક્ષણ તરફ અભિમૂખ કરે છે: સહ અભ્યાસિક પ્રવૃત્તિ-પ્રોજેક્ટ જ બાળ શિક્ષાનું અભિન્ન અંગ છે

ગઇકાલથી જુન-2022ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે. મોટા બાળકોને આ વેકેશન બાદની રૂટીન પ્રક્રિયા હોવાથી એડજસ્ટ થતાં બહું મુશ્કેલી પડતી નથી, પણ બાલમંદિર કે ધો.1થી 4ના વર્ષથી નીચેના બાળકોને નવા સત્રના પ્રારંભે શિક્ષણ સાથે જોડાણ કરવામાં તકલીફ પડતી હોય છે ત્યારે શાળા તત્પરતા કે સ્કુલ રેડીનેશ પ્રોગ્રામ અંતર્ગત જો શિક્ષક અને શાળા સંકુલ તેના રસ-રૂચિ-વલણો આધારિત વિવિધ પ્રવૃત્તિઓ-પ્રોજેક્ટ થકી ‘જોય ફૂલ લર્નિંગ’થી તેમને જોડે તો તે સરળતાથી અધ્યયન પ્રક્રિયામાં જોડાય છે. નવા પ્રવેશનો પ્રથમ મહિનો નાના બાળકોને એડજસ્ટ થવામાં પારાવાર મુશ્કેલી પડે છે જો તેમાં તેને સહયોગ કે સમજદારીનું કાઉન્સેલીંગ ન મળે તો તે શિક્ષણથી વિમુખ થઇ જાય છે. પછાત વિસ્તારો કે ઝુપડપટ્ટીના બાળકોમાં આ સમસ્યા વિશેષ જોવા મળે છે કારણ કે મા-બાપ સવારથી સાંજ આર્થિક ઉપાર્જન માટે બહાર ચાલ્યા જતાં હોવાથી નાનકડા ભાઇ-બહેન જ એકલા શાળાએ આવ જા કરતા હોય છે. જો આ સમયે તેને શાળામાં રસ ન પડે તો તે વિમુખ થઇ જાય છે.

19863734 Standard

શાળા તત્પરતા કાર્યક્રમ કોરોના કાળ બાદ ખૂલેલી શાળા વખતે બહુ જ સફળ થયો હતો. સરકાર તરફથી નિયત પ્રવૃત્તિપોથી આપતા બાળકો એમાં જાતે ચિત્રો દોરતા કે કલર પૂરતાને આનંદ સાથે ઉત્સાહભેર વાતાવરણમાં ‘ભાર’ વગરનાં ભણતરનું જ્ઞાન સાથે ગમ્મત માણતો જોવા મળ્યો હતો. સ્કુલ માટે મેન્ટલી રેડી થવાની વાત જ સ્કુલ રેડીનેશ કાર્યક્રમમાં છે. આ સુંદર વાત દરેક નવા સત્રનાં પ્રારંભના એક મહિનો કે વેકેશન બાદ ખુલતી શાળાનો એક મહિનો દરેક શાળાએ ચલાવવો જોઇએ. જેમાં શિક્ષકોની ભૂમિકા અગ્રિમ હોવાથી તેની સજ્જતા હોવી જરૂરી. નાના બાળકોના શિક્ષણ પ્રક્રિયામાં ચાઇલ્ડ સાયકોલોજીનો અભ્યાસ ખૂબ જ મહત્વ ધરાવે છે.

નાના બાળકો ખાસ અર્લિચાઇલ્ડ એજ્યુકેશનનાં આવા કાર્યક્રમો ખૂબ જ સારા પરિણામો આપતા હોવાથી દરેક શિક્ષણ સાથે જોડાયેલાએ આ બાબતે વિચારવું જ પડે છે જો તેઓ સારા પરિણામ મેળવવા માંગતા હોય તો શાળા તત્પરતાથી બાળકોને સ્વ-અધ્યયન કરવાની લગની પેદા કરે છે. શાળાનું વાતાવરણ બાળકને ગમવા લાગતા તેના રસ-રૂચી-વલણોમાં બદલાવ જોવા મળે છે અને તે શિક્ષણની પ્રક્રિયા સાથે સરળતાથી જોડાય છે. આજે તો શાળાના પ્રથમ દિવસથી જ તેને ભણાવવાનું ચાલુ કરી દે.

Drip Irrigation Project

બાલમંદિર કે ધો.1 થી 4ના નાના બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ થકી જ તેને શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થામાં જોડી શકાય છે. તરંગ ઉલ્લાસમય અભ્યાસક્રમ કે આનંદમય શિક્ષણ કે જોયફૂલ લર્નિંગ તેને ભણાવવાની શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધતિ ગણી શકાય. નાના બાળકનું અવલોકન પાવરફૂલ હોવાથી અને બ્રેઇનનો વિકાસ થતો હોવાથી પ્રારંભિક શિક્ષાના અનુભવો તેને જીવનભર યાદ રહે છે. શિક્ષણનું પ્રથમ ભાથું તેને બૂનિયાદી શિક્ષણથી જ મળે છે. નાના બાળકોને શિક્ષણ પ્રક્રિયામાં રસ-રૂચિ-વલણો આધારિત જોડવામાં સંગીત, ચિત્ર, બાળગીતો, નાની રમતો જ આપણને બહુ જ કામમાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. દરેક બાળકમાં પણ કોઇને કોઇ છૂપી કલા પડેલી જ હોય છે તેને આવી પ્રવૃત્તિમાં રસભેર જોડવાથી અને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાથી શિક્ષકને તે કલાના દર્શન થતાં હોય છે. આપણે તેને પ્રથમ અગ્રતા આપીને તેમાં તેને પ્રોત્સાહન આપતા નાનકડું બાળક તે કલામાં વધુ પ્રવિણતાં હાંસલ કરે છે અને શિક્ષણ કે અધ્યયન વધુ રસમય રીતે જોડાય છે.

Img 20140821 Wa0017

નાના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓમાં જન્મદિવસ ઉજવણી, તહેવારોની ઉજવણી, પ્રાર્થના, ભારતીય સંસ્કૃતિ, બાળ વાર્તા કે ગીતો, રંગપૂરણી, બાલસભા, જૂથમાં પ્રવૃત્તિ પ્રોજેક્ટ, પોતાનો પરિચય, પ્લે કાર્ડની રમત, પ્રાણીઓની ઓળખ જેવી વિવિધતા સભર કરાવી શકો છે. આ કરાવવાથી તેનો રસ વધુ પેદા થતા તે બધામાં ભાગ લેવા લાગશે અને તેની મૌખિક અભિવ્યક્તિમાં પણ બહુ જ સારૂં પરર્ફોન્સ જોવા મળશે. 1986માં નવી શિક્ષણ પધ્ધતિ આવી તે પહેલા સંગીત, ચિત્ર, રમત-ગમત જેવી કલાને બહુ જ મહત્વ અપાતું હોવાથીએ ગાળામાં ભણેલા આજના સિનિયરોમાં ઘણી સમજદારી અને વિકાસ જોવા મળે છે. GCERT એ ગુજરાતની સરકારી શાળામાં ધો.1/2 અને ધો.3 થી 8માં ભણતાં વિદ્યાર્થી માટે સ્કુલ રેડીનેશ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જેમાં બહુ જ સારા પરિણામો મળ્યા હતા. મોટા બાળકને આગલા વર્ષમાં જે ભણાવ્યું તેનું પુનરાવર્તન સાથે નબળા વિષયમાં નિપુણતા લાવવા ઉપચારાત્મક શિક્ષણ પણ શરૂ કર્યું હતું. શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિ-પ્રોજેક્ટની તાલિમ અપાઇ હતી. આવા કાર્યક્રમો નવા સત્રના પ્રારંભે દરેક શાળાએ યોજીને બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ જગાડવો જરૂરી છે. શિક્ષક બધી રીતે બાળકોની સાથે રહે છે, અને બાળકો પોતે બનાવેલી વસ્તુંઓ તેને બતાવવા હમેંશને માટે તત્પર રહેતો હોય છે. શિક્ષક હમેંશા બાળકના એક માર્ગદર્શક, મિત્ર અને વડીલની ભૂમિકા ભજવવાની હોય છે.

Img20190814123650

ભણવા માટે બાળકને ક્યારેય દબાણ ન કરવું. શૈક્ષણિક નાના-મોટા પિકનીક પ્રવાસ તેના સંર્વાગી વિકાસમાં અગ્રિમ ફાળો આપે છે. પ્રદર્શન, નમૂના ચિત્રો, મોડેલ કે તેની કલાત્મક વસ્તુંઓ તેના નામ સાથે નોટીસ બોર્ડ ઉપર મુકવાથી તેના આત્મવિશ્ર્વાસમાં વધારો અને તેની કલાને પ્રોત્સાહન મળતા તે દિશામાં કંઇક નવુને નોખુ કરીને બીજા કરતા અલગ દેખાવવા સતત પ્રયત્નશીલ બનતા તેના આત્મવિશ્ર્વાસમાં વધારો થાય છે. શાળા જ બાળક માટેનું જ્ઞાન મંદિર છે, અહીંથી જ બાળક ઘણું બધુ શીખતો હોવાથી તેનો રસ સતત જળવાઇ અને તેને શાળાએ આવવું, બેસવું અને રમવું ગમે તેવું વાતાવરણ શાળા સંચાલકોએ શાળાનું અને શિક્ષકે વર્ગખંડનું નિર્માણ કરવું જ પડે છે.

નવા સત્રના પ્રારંભે શિક્ષણની સાર્થકતા વધારવા શૈક્ષણિક રમકડાં સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે. આજ રમકડાં તેને ભણતો કરવામાં મદદરૂપ થાય છે અને તેનામાં ઘણા બધા ગુણોનો વિકાસ કરે છે, જેમ કે રંગપૂરણી વખતે ચોક્કસ જગ્યામાં જ કલર પૂરવાની વાત નાનકડા બાળકમાં એકાગ્રતાના ગુણો વિકસાવે છે. આજના યુગમાં આનંદમય શાળા ક્યાંય જોવા મળતી જ નથી. દરેક બાળકમાં શિખવુંએ એક જન્મજાત વૃત્તિ છે. શાળા કે શિક્ષક તેને રસભેર સ્વઅધ્યયન કરાવી શકે તો પોણા ભાગની સિધ્ધી તો એમને એમ જ મળી જાય છે. શરીર સ્વચ્છતા, પરિવારની ઓળખ, આંગણાના પશુ-પંખી, જંગલના પ્રાણીઓ આસપાસનું પર્યાવરણ, ઋતું ચક્રો જેવી વિવિધ વાતો તો રમતાં-રમતાં જ શીખવી શકાય છે.

નવા સત્રના પ્રારંભે નાના બાળકને તરંગ-ઉલ્લાસમય પધ્ધતિથી શિક્ષણ આપો

Maxresdefault 10

જૂન-2022ના નવા શરૂ થયેલા શૈક્ષણિક સત્રમાં આખો મહિનો જ્ઞાન સાથે ગમ્મત, તરંગ ઉલ્લાસમય અભ્યાસક્રમ સાથે રમતાં-રમતાં બાળકોને શિક્ષણ અપાશે તો તેનામાં શિક્ષણ પ્રત્યે રસ-રૂચિ વધશે. સંગીત-ચિત્ર-રમત ગમતના માધ્યમો સાથે વિવિધ કલાને જોડીને તેની લાઇફસ્કીલ ડેવલપ કરી શકો છો. બાળકને સ્વઅધ્યયન કરવામાં આવી ટેકનીકનો ફાળો વિશેષ હોવાથી નાના બાળકોના શિક્ષકે આ પધ્ધતિ અપનાવી જરૂરી છે. બાળકને જાતે ભણતો કરવામાં ‘રસ’ લેતો કરવો સૌથી અગત્યની બાબત છે. તેનામાં શાળાએ જવાની તત્પરતા પેદા કરવા માટે પણ તેને ગમતી પ્રવૃત્તિ કરાવવાથી એ તેમાં જોડાશે કે શિક્ષણ પ્રક્રિયામાં ટકી રહેશે. બાળકની આસપાસનું પર્યાવરણની સમજ સાથે આંગણાના પશુ-પંખી, પરિવારનો પરિચય, જંગલના પ્રાણીઓ, નદી, તળાવો, શરીર સ્વચ્છતા જેવા વિવિધ પાસાઓને જોડીને તેને ચિરંજીવી શિક્ષણ યાત્રામાં જોડી શકો છો. તહેવારોના પરિચય સાથે ખાસ અત્યારના ચોમાસાના વરસાદી વાતાવરણનો અનુબંધ બાંધીને ઋતુચક્રોની સમજ આસાનીથી તેને સમજાવી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.