ઇંગ્લેન્ડે ODI પછી T20 શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝને તેના ઘરઆંગણે હરાવ્યું. હેરી બ્રુકની કેપ્ટનશીપ હેઠળ, ઇંગ્લેન્ડે અંતિમ T20 મેચમાં મુલાકાતી વેસ્ટ ઇન્ડીઝને 37 રનથી હરાવ્યું અને 3 મેચની T20 શ્રેણી 3-0 થી જીતી. અગાઉ, ઇંગ્લેન્ડે આ જ માર્જિનથી ઘઉઈં શ્રેણી જીતી હતી. સાઉથમ્પ્ટનમાં રમાયેલી છેલ્લી ઝ20 મેચમાં, ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ વેસ્ટ ઇન્ડીઝના બોલરો પર હુમલો કર્યો. યજમાન ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરીને 3 વિકેટ ગુમાવીને 248 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ પછી, વેસ્ટ ઇન્ડીઝને આ લક્ષ્ય હાંસલ કરવા માટે સદીની જરૂર હતી પરંતુ કોઈ બેટ્સમેન તેમ કરી શક્યો નહીં. અને મુલાકાતી વિન્ડીઝ 8 વિકેટે ફક્ત 211 રન જ બનાવી શક્યું.
ઇંગ્લેન્ડ દ્વારા નિર્ધારિત 249 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે વેસ્ટ ઇન્ડીઝ (ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઠઈં T20) ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. તેઓએ 119 રનના કુલ સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી. ઓપનર એવિન લુઇસ અને જોહ્ન્સન ચાલ્ર્સ 9-9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. આ પછી શિમરોન હેટમાયરે ઉગ્ર વલણ અપનાવ્યું. તેણે 8 બોલમાં 26 રન બનાવ્યા જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. 325 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવનાર હેટમાયર વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં.શેરફાન રૂધરફોર્ડે 1 રન બનાવ્યો જ્યારે કેપ્ટન શાઈ હોપ 27 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો. હોપે 3 ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા. આદિલ રશીદે રોમારિયો શેફર્ડને પોતાનું ખાતું પણ ખોલવા દીધું નહીં. રોવમેન પોવેલ એક છેડે ઉભો રહ્યો. તેણે 45 બોલમાં 79 રનની અણનમ ઇનિંગ રમી. જેમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. જેસન હોલ્ડર 12 બોલમાં 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ઇંગ્લેન્ડ માટે ફાસ્ટ બોલર લ્યુક વુડે સૌથી વધુ 3 વિકેટ લીધી.અગાઉ, જેમી સ્મિથ અને બેન ડકેટે ઇંગ્લેન્ડને ઝડપી શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી. સ્મિથ 26 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો. તેણે 5 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા. જોસ બટલરે 10 બોલમાં 22 રનની ઇનિંગ રમી, જ્યારે ડકેટે 46 બોલમાં 84 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.કેપ્ટન હેરી બ્રુક 22 બોલમાં 35 રન બનાવીને અણનમ પાછો ફર્યો, જ્યારે જેકબ બેથેલે 16 બોલમાં અણનમ 36 રન બનાવ્યા. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 3 વિકેટે 248 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી અકીલ હુસૈન, ગુડાકેશ મોતી અને રૂધરફોર્ડે એક-એક વિકેટ લીધી.