લંકાને સેમિફાઇનલમાંથી આઉટ કરી ઇંગ્લેન્ડે તેની ‘બર્થ’ પાકી કરી

જોસ બટલર ની વિસ્ફોટક સદીની મદદથી ઇંગ્લેન્ડ સેમિઝમાં પહોંચ્યું

ટી-20 વિશ્વકપ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યો છે ત્યારે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલા મેચમાં ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકાને હરાવી સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે એટલું જ નહીં ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલર ની વિસ્ફોટક સદી ના પગલે ટીમ સેમી ફાઈનલમાં પહોંચવા માં સફળ નીવડ્યું હતું. જોશ બટલરે ટી-૨૦ વિશ્વ કપમાં પ્રથમ વખત સદી ફટકારી હતી અને ૨૬ રને વિજય અપાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ટી-૨૦ માં જોસ બટલર કુલ ૮૬ મેચ રમ્યો છે જેમાંથી પ્રથમ સદી તેને પડકારી ટીમનો કોચ ૧૬૩ રન સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થયો હતો. સામે 164 રનના લક્ષ્યાંકનો શું કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 137 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી જેમાં આદિલ રસીદ દ્વારા ખૂબ જ સારી બોલિંગ કરી વિપક્ષી ટીમને બે ફૂટ ઉપર જ કર્યુ હતું. આદિલ રશીદને સાથે ક્રિશ જોર્ડનઅને મોઇન અલીએ પણ બે વિકેટ ઝડપી શ્રીલંકા ને માત્ર 137 રનમાં જ સીમિત રાખ્યા હતા. ત્યારે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.