Abtak Media Google News

નવો ટુર કાર્યક્રમ ઘડાય છે: બીસીસીઆઈ

દેશમાં હાલ પ્રવર્તતી કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ ભારતમાં સપ્ટેમ્બરના અંતથી ઓકટોબરની શ‚આત સુધીમાં યોજાનાર આઈસીસી ટુર કાર્યક્રમમાં ફેરફાર થયો છે. ઈંગ્લેન્ડની મેન્સ વ્હાઈટ બોલ ટુર હવે ૨૦૨૧ના પ્રારંભ એટલે કે જાન્યુઆરી સુધી મોકુફ રાખવામાં આવી છે. ઈંગ્લેન્ડની મેન્સ ટીમની ૨૦૨૧ ભારત ટુર તથા ઈંગલેન્ડની ભારતની ટેસ્ટ ટુર અંગે બીસીસીઆઈ અને ઈસીબી વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે.

બીસીસીઆઈના માનદમંત્રી જય શાહે જણાવ્યું હતું કે, બીસીસીઆઈ અને ઈસીબી આગામી દિવસોમાં ક્રિકેટની રમત ફરી ચાલુ થઈ શકે એ માટે દિવસે દિવસનો કાર્યક્રમ ઘડવામાં વ્યસ્ત છે. ક્રિકેટ જગત માટે મહત્વની ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની સીરીઝ મહત્વની ગણાય છે. રમતના મેદાન પર બંને ટીમોની ટક્કર મહત્વપૂર્ણ ને રોમાંચક હોય છે. દેશમાં પ્રવર્તતી કોરોનાની સ્થિતિ વચ્ચે બીસીસીઆઈ તથા ઈસીબીએ સારી કામગીરી કરી છે. બંને વચ્ચે ઈંગ્લેન્ડ ટીમની ટુરનો કાર્યક્રમ નવેસરથી ઘડાઈ રહ્યો છે.ઈસીબીના સીઈઓ ટોમ હેરીસનેે જણાવ્યું હતું કે, આઈસીસી મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ મુલત્વી રાખવાનું નક્કી થઈ ગયું છે અને હવે બોર્ડ કોરોનાના કપરા કાળ વચ્ચે પણ નવો આંતર રાષ્ટ્રીય કાર્યક્રમ ઘડી રહ્યું છે. ભારત ઈંગ્લેન્ડ વચ્ચેના મેચનું ક્રિકેટ કેલેન્ડર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ટુર જેટલા જલ્દી થઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ. એ મુજબ કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.