Abtak Media Google News
  • શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી વિષય ભણાવાશે
  • વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો

ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ધોરણ 1થી 3માં હવે દરેક માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશે. જેમાં ધોરણ 1 અને 2માં મૌખિક રીતે જ્યારે ધોરણ 3માં પુસ્તકના માધ્યમથી અંગ્રેજી વિષય ભણાવાશે. શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી વિષય ભણાવાશે. હવે ધોરણ 1થી 3માં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. અહીં નોંધનીય છે કે આગામી સત્રથી ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં અંગ્રેજી ભણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચા ના રહી જાય. જેમાં ધોરણ 1 અને 2માં મૌખિક અને ધોરણ 3માં પુસ્તકના માધ્યમથી અંગ્રેજી ભણાવાશે. આ સાથે વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાડાશે.

જીતુ વાઘાણીની જાહેરાત પ્રમાણે નવા સત્રથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવાનો નિર્ણય કરાયો છે. ધોરણ 1 અને 2માં મૌખિક અને ધોરણ 3માં અંગ્રેજીનું પુસ્તક હશે. વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાડાશે. બાળકની ઉંમર નાની હોય ત્યારે તેમની યાદશક્તિ સારી હોય છે, જેના કારણે સરકારનો આ અંગ્રેજી વિષય ભણાવવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ના રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે. પરંતુ હાલ અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ના રહી જાય તે માટે સરકારે પહેલા ધોરણથી જ આ વિષય ભણાવવાનું શરૂઆત કરી રહી છે. ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીની વાત હોય કે પછી વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. જેથી સરકારના આ નિર્ણયથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.