Abtak Media Google News

સૈન્યની તાકાતમાં વધારો કરવા મોદી સરકાર 3 અરબ ડોલરના ખર્ચે ડ્રોન ખરીદશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પર સૌની મીટ મંડાની છે. તો બીજી તરફ પીએમ મોદીએ અમેરિકામાં 3 અરબ ડોલરના ખર્ચે 30 પ્રિડેકટર ડ્રોનની ખરીદી કરતા ચીન અને પાકિસ્તાન ફફડી ઉઠ્યા છે.

ભારતની સૈન્ય ક્ષમતા વધારવા માટે મોદી સરકાર અમેરિકાથી 30 પ્રીડેટર ડ્રોન ખરીદવાની છે.  પીએમ મોદી આજે વોશિંગટનમાં ચાર મોટી કંપનીઓના સીઈઓ સાથે  મુલાકાત લેશે સાથેજ તેઓ સશસ્ત્ર ડ્રોન નિર્માતા જનરલ એટોમિક્ટના પ્રમુખ સાથે પણ મુલકાત લેવાના છે. જ્યા તેઓએ ડ્રોન ખરીદવા મુદ્દે મોટી ડિલ કરી છે. મોદી સરકાર સૈન્ય ક્ષમતા વધારવા માટે ત્રણ અરબ ડોલર ખર્ચ કરીને 30 સશસ્ત્ર ડ્રોન ખરીદવા માટે યોજાના બનાવી રહી છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે ભારતની સેનાઓ માટે સરકાર દ્વારા 10-10એમક્યુ-09 રીપર ડ્રોન ખરીદવામાં આવશે.

સરકાર દ્વારા જે ડ્રોન ખરીદવામાં આવશે તે પ્રીડેટર ડ્રોન સેનામાં શામેલ કર્યા બાદ ભારતીય સેનાની ક્ષમતા અને શક્તિમાં વધારો થશે. આ  સાથેજ પાડોશી દેશો પર પણ ભારતીય સેના નજર રાખી શકશે જેથી દુશ્મનની દેરક ચાલ પર ભારતીય સેનાની નજર રહેશે. આ  પ્રિડેકટર ડ્રોન ખાસ ટેક્નોલોજીથી બનાવામાં આવે છે.

તેનો જો ભારતીય સેનામાં શામેલ કરવામાં આવશે તો સેનાની તાકાક પહેલા કરતા વધી જશે. આ ડ્રોન 9 હાર્ડ પોઈન્ટ સાથે બનાવામાં આવે છે. આ ડ્રોન ડ્રોન એર-ટુ-સરફેસ સેન્સર અને લેસર-ગાઈડેડ બોમ્બ વહન ક્ષમતાથી સજ્જ છે. સાથેજ 50 હજાર ફુટની ઉંચાઈ પર 27 કલાક સુધી આ ડ્રોન હવામાં રહી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.