વિસાવદરના ગામોમાં યોજાયેલી પ્રાર્થનાસભાઓને પ્રચંડ જન સમર્થન

દિલ્હીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં શહીદોની શ્રધ્ધાંજલી સભા યોજાઈ

દિલ્હી ખેડૂત આંદોલનમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવાની પ્રાથેના સભા વિસાવદર તાલુકામાં વિવિધ સ્થળે યોજાયેલ જેમાં વિસાવદર ના ધારાસભ્ય અને ખેડૂતોના હિત માટે હંમેશા લડાયક નેતા હષેદભાઈ રીબડીયાની આગેવાની સાથે તાલુકા કોગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરીયાના માગેદશેન હેઠળ મોટી મોણપરી,બરડીયા,સરસઈ અને કાલસારી ખાતે પ્રાથેના સભા દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં આ સ્થળોએ આસપાસના વિસ્તારોમાંથી પણ બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહેલ અને કોરોનાની સરકારની ગાઈડ લાઈન સાથે વતેમાન સરકારની કુટિલ ખેડૂત વિરોધી વિચારધારાને ભારે શબ્દોમાં વખોડી. પ્રાર્થના સભામાં તાલુકાના ખેડૂત આગેવાનો સાથે તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ કાવાણી, મુનેશભાઈ પોકિયા જીલ્લા પંચાયત સદસ્ય, વલ્લભભાઈ દુધાત પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ સુભાષભાઈ ગોંડલીયા,વિસાવદર તાલુકા પંચાયત સદસ્ય, ભરતભાઈ વિરડીયા, ઉપપ્રમુખ જીલ્લા કોગ્રેસ, અશ્વિનભાઈ નિમાવત, જીવનભાઈ ચૌહાણ, દલપતભાઈ સાવલીયા,સંજય સોજીત્રા, કિશોરભાઈ ડોબરીયા, જગદીશભાઈ સરધારા, વિઠલભાઈ વાવૈયા, મનસુખભાઇ વેકરીયા,વિનુભાઈ સાવલીયા, રાકેશ કથીરીયા, ભરતભાઈ અમીપરા, બાબુભાઈ સુખડીયા, ખીમજીભાઈ ભડક, લાલજીભાઈ કોટડીયા, અરવિંદ મહેતા, વાલજીભાઈ અમીપરા,હરદેવભાઈ વિકમાં,ઈમરાન પરમાર,હરેશ બલદાણીયા વગેરે વરીષ્ઠ ખેડૂત અગ્રણીઓએ હાજરી આપી અને સરકારની નિતીઓ સામે મૌન રીતે વિરોધ નોધાવ્યો હતો.અને સરકારને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.