Abtak Media Google News
  • બેરોજગારો માટે રોજગારી છોડી, કોંગ્રેસ પક્ષ દ્વારા સેવા કરવાનો મોકો મળ્યો: ફટાકડાના જેમ પેપર ફુટવાની ધણધણાટી કયારે રોકાશે?
  • અબતક મીડીયા હાઉસની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉમેદવારોએ મેનેજીંગ એડીટર સતિષકુમાર મહેતા સાથે પ્રશ્ર્નોની કરી ચર્ચા

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય (71-અનામત) બેઠક પર થી શિક્ષત અને પ્રબૃઘ્ધ તરીકે ગણના થાય છે તેવા સુરેશ બથવાર પર કોંગ્રેસ પક્ષે કળશ ઢોળતા સુરેશ બથવાર કોંગ્રેસ અગ્રણીઓ સાથે અબતક મીડીયા હાઉસની મુલાકાત લઇ મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે સુરેશ બથવારે મુકત મને ચર્ચા કરી.

રપ વર્ષથી ભાજપના ધારાસભ્ય ચુંટાય ને આવ્યા અને સતામાં હોવા છતાં વિકાસથી વંચિત વિસ્તારના લોક કાર્ય કરવાની અને પાયાની સગવડતાને પ્રાધાન્ય આપવાની તેમજ સામેના પક્ષમાં ઉમેદવારો સતા લાલચામાં કોંગ્રેસ પક્ષ સાથે દ્રોહ કર્યો છે.

Dsc 9612

આ તક રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ ખાટરીયા, શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજયભાઇ ખજુડીયા, રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઇ ઠાકેચા, લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરુભા વોર્ડ નં. 13 ના પ્રમુખ વિજયસિંહ જાડેજા વોર્ડ નં. 10 ના પ્રમુખ સુનતભાઇ મણવર, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અનિરૂઘ્ધસિંહ જાડેજા, વોર્ડ નં. 11 ના પ્રમુખ કેતનભાઇ તાળા અને પૂર્વ કોર્પોરેટર મયુરભાઇ માલવી, દિપ ભંડેરી અને નિશિત ખુંટ હાજર રહ્યા હતા.

મૂળ અમરેલીના વતની અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર અને રાજકોટ ગ્રામ્ય ધારાસભાના કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઇના દાદાજી ગાયકવાડ સ્ટેટમાં શિક્ષક હતા. દેશમાં ચાલતી આઝાદીની ચળવળ દરમિયાન વર્ષ 1927માં પૂ.મહાત્મા ગાંધીજી સુરેશભાઇના દાદાજીના ઘરે આવ્યા હતા. સ્વાતંત્ર સેનાનીના પૌત્ર સુરેશભાઈએ વિદ્યાર્થીકાળથી જ અભ્યાસની સાથે સમાજસેવા માં  મન બનાવ્યું  હતું.

અનેક અગવડતા વચ્ચે  સંઘર્ષ કરીને સુરેશભાઈએ અમરેલીમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ એલ.ઈ.કોલેજ, મોરબીથી ઈલેકટ્રીકલ એન્જીનીચીંગની ડિગ્રી મેળવી. બાદમાં, તેમણે એલ.એલ.બી. ડિગ્રી અને પત્રકારિત્વ ક્ષેત્રે માસ્ટર ઓફ જર્નાલિઝમની ડિગ્રી રાજકોટથી મેળવી. રાજકોટમાં રહેતા ગરીબ, મધ્યમ વર્ગના બાળકોને ભણતર માટે શક્ય મદદ માટે  મક્કમ નિર્ધાર સાથે  એકલવ્ય ફાઉન્ડેશન નામે શૈક્ષણિક સંકુલ ઉભુ કર્યુ. શ્રી શાન્તાબા આર્ટસ એન્ડ લો કોલેજ, દેરડી કુંભાજીના મેનેજિંગ ટ્રસ્ટી છે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહી ચૂકયા છે.

નાના, મોટા સૌ કોઈને ત્વરિત મદદરૂપ થવાની ભાવનાને લીધે બહોળું મિત્ર મંડળ ધરાવે છે. પી.જી.વી.સી.એલ., રાજકોટમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરીમાં જોડાયા બાદ આગવી સુજબુજ અને પ્રામાણિકતાને કારણે ડેપ્યુટી એક્ઝીક્યુટિવ એન્જિનિયર તરીકે બઢતી મેળવી.  ગૂંચવણભરી કાર્યપધ્ધતિમાં સુધારો લાવી, તેમાં પારદર્શિતા લાવવા માટે સુરેશભાઈ સતત સંઘર્ષ કરતા રહ્યા. રાજસત્તા દ્વારા તમામ નિર્ણયો લેવાતા હોવાથી રાજકારણમાં નહીં પણ, રાજનીતિમાં સક્રિય ભાગ લેવો જરૂરી છે. જેથી સુરેશભાઈએ પી.જી.વી.સી.એલ.ની  નોકરીમાથી રાજીનામું આપી કોંગ્રેસ’ પક્ષમાં સુરેશભાઇ જોડાયા અને પોતાની રાજકીય સફર ની શરૂઆત કરી. પ્રદેશમંત્રી  બન્યા.બેરોજગાર યુવાનોને મદદ અને કચડાયેલા વર્ગને સુવિધા માટે નોકરીમાંથી રાજીનામું આપી છેલ્લા પાંચ વર્ષથી પ્રજાની વચ્ચે રહી પાયાના પ્રશ્નો ઉઠાવ્યા છે.

રાજયમાં ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી મળી રહે તે બાબતે કંઈક નવું કરવાની મહત્વાકાંક્ષા સાથે સુરેશભાઈ ઈલેકટ્રીકલ એન્જિનિયર હોવાને નાતે ચૂંટણી લડી રહ્યા છે.  ‘ ઉચ્ચ શિક્ષિત, સરળ, , નિખાલસ અને ઉત્સાહી ઉમેદવાર કોંગ્રેસ પક્ષે રાજકોટ ગ્રામ્ય ની અનામત બેઠક પરથી ઉમેદવાર માટે પસંદ કર્યા છે.

શહેરમાં ભળ્યાનાં પાંચ-પાંચ વર્ષ વિત્યા છતાં અનેક વિસ્તારો પાયાની સુવિધાથી પણ વંચિત: સંજયભાઈ અજુડિયા

Dsc 9616

રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી પૂર્વે જ મવડી, વાવડી, કોઠારીયા, લાપાસરી, કાંગશિયાળી જેવા ગામડાઓનો શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

2017માં ચૂંટણી યોજાઈ અને ભાજપના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા પરંતુ 5-5 વર્ષ વીત્યા છતાં હજુ પણ આ ગામડાઓમાં લાઈટ, પાણી, રોડ-રસ્તા, ગટર જેવી પાયાની સવલતો પણ ભાજપના શાસનમાં આપી શકાયા નથી ત્યારે લોકોમાં ભભૂકતો પ્રચંડ રોષ સાક્ષી છે કે, ગુજરાતની પ્રજા પરિવર્તન ઝંખે છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સંપુર્ણ બહુમત સાથે સરકાર રચવા જઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કામ બોલે છે’ આ સૂત્ર સાથે અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. જયારે ફટાકડાની જેમ ફૂટતાં પેપર, રોકેટ ગતિએ વધી રહેલી મોંઘવારી, શિક્ષિત બેરોજગારોની વધતી જતી સંખ્યાને લીધે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને હવે ગુજરાતમાં પરિવર્તન આવશે તે વાત નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.