Abtak Media Google News

લક્ષ્મી પાર્ક, નંદનવન પાર્ક, સૂર્યમુખી ગરબી સહિતની પ્રાચીન ગરબીઓમાં મહિષાસુર, ભુવા રાસ, તલવાર રાસ, ભાલા રાસ, અઠીંગો, ટિપ્પણી રાસ નિહાળી લોકો અભિભુત; આંબલી શેરી ગરબી મંડળ દ્વારા પ્રાચીન રાસોત્સવ સાથે કોરોના વેકિસન કેમ્પ યોજાયો

નવરાત્રી  મહોત્સવમાં આજે છઠ્ઠુ નોરતુ છે લોકો શેરી ગરબા રમી પ્રાચીન ગરબીઓ નિહાળી આનંદ ઉમંગ કરી રહ્યા છે. પ્રાચીન ગરબી મંડળની બાળાઓ વિવિધ રાસ રમી મા જગદંબાની આરાધના કરી રહી છે લોકો પણ અવનવા રાસ નિહાળી બાળાઓને પ્રોત્સાહીત કરી રહ્યા છે. શહેરની ખ્યાતનામ  પ્રાચીન ગરબીઓમાં દરરોજ અલગ અલગ રાસ રજુ થાય છે. જેમાં મહિષાસુર રાસ, ભાલા રાસ, તલવાર રાસ, અઠીંગો, ટિપ્પણી રાસ, ભુવા રાસ વગેરે રાસ બાળાઓ રમી રહી છે.

આ વર્ષે આંબલી શેરી ગરબી મંડળદ્વારા કોરોના વેકિસન કેમ્પ યોજાયો હતો. આ ગરબીનું આયોજન છેલ્લા 60 વર્ષથી થઇ રહ્યું છે. અહીં દરરોજ અવનવા રાસોની રમઝટ જામે છે. આ ગરબીમાં આશરે 60 થી 70 બાળાઓ દર વર્ષે મા જગદંબાની આરાધના કરે છે અને પાંચથી બાર વર્ષની બાળાઓ ભાગ લે છે. અને બાળાઓને અવનવી લાણીઓ તથા પ્રસાદી આપવામાં આવે છે. આ ગરબીનું આયોજન રાજેન્દ્રભાઇ વ્યાસ (રાજુભાઇ) મોન્ટુભાઇ રાવલ, દર્શિલભાઇ વ્યાસ, સાગર ગજજર તથા કેતન જસાણી વગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ઉપરાંત લક્ષ્મણ પાર્ક તેમજ શહેર કોંગ્રેસ અગ્રણી અજીત વાંક આયોજિત, સંચાલિત પ્રાચીન ગરબી જે નંદનવન પાર્ક રેસી-3 40 ફુટ રોડ, પાલન સ્કુલ પાસે યોજાઇ છે. અહીં બાળાઓને રાસ રમતી જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.

ધ ગ્રાન્ડ સિટી સોસાયટીની શુભેચ્છા મુલાકત લેતા
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2

માં ના નવલા નોરતા ની રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબા ની છૂટ આપવામાં આવી છે જે ગરબા પ્રેમીઓ માટે ખૂબ સારા આનંદ ના સમાચાર છે.માં ના પ્રાચીન ગરબાની રાજકોટ ખાતે શેરી ગરબા અને શહેર ના મહત્વ ચોક તેમજ પ્રતિષ્ઠિત સોસાયટીઓ માં ગરબી નું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે સાધુ વાસવાની રોડ ખાતે આવેલી  ધ ગાર્ડન સિટી અ/ઇ ટાવર ખાતે માં ભગવતી ના ગરબાનું ફેસ્ટિવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગત રાત્રી ના રાજકોટ શહેર ડી.સી.પી ઝોન 2 મનોહરસિંહ જાડેજા એ આ પ્રસંગે ધ ગ્રાન્ડ સિટી સોસાયટી ની શુભેચ્છા મુલાકત લીધી હતી તેમજ ફેસ્ટિવ સમીતી ના સભ્યો ને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે  નીરજ અઢિયા,ભાવેશ કનેરીયા,અલ્પેશ પુજારા,અતુલ કલારીયા,હિમાંશુ મીરાની,રાજુભાઇ કેસરિયા,પંકજ તરમાડીત્ય,સંદીપ કનેરીયા,વિશાલ રુઘની ફેસ્ટિવ સમિતિ ના સભ્યો દ્વારા ડીસીપી ઝોન 2 નું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ફેસ્ટિવ સમિતિ દ્વાર સોસાયટી ખાતે પ્રાચીન ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

આંબલી ચોક ખાતે પ્રાચીન રાસોત્સવની સાથે કોરોના વેકિસન કેમ્પ યોજાયો

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે નવરાત્રી મહોત્સવ ઉજવવા પર પાબંધી હતી ત્યારે આ વર્ષે પ્રાચીન ગરબીઓને છુટ મળી છે. સરકાર કોરોનાને નાથવા વધુમાં વધુ લોકો ઝડપથી વેકિસન લઇ સુરક્ષિત બને તેવા સતત પ્રયાસો કરી રહી છે. ત્યારે આ જાગૃતિ મુહિમ પ્રાચીન ગરબીમાં પણ જોવા મળી છે. આંબલી શેરી ગરબી મંડળ દ્વારા પ્રાચીન રાસોત્સવની સાથે ગઇકાલે કોરોના વેકિસન કેમ્પનું પણ આયોજન કર્યુ હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો.

કોમી એકતાનું પ્રતિક જય ઉમિયા ગરબી મંડળમાં બાળાઓને દરરોજ લ્હાણી વિતરણ

રાજકોટના વોર્ડ નં.ર ના સુભાષાનગર, ધ્રુવનગર, ચુડાસમા પ્લોટ સહીતના આસપાસના વિસ્તારોના ભાવિક પરિવારોના સંયુકત સહયોગથી ચુડાસમા પ્લોટ-4 ના આદિત્ય ચોકમાં છેલ્લાં 30 વર્ષથી અવિરત એક જ સ્થળે જય ઉમિયા ગરબી મંડળના ઉપક્રમે ભકિતભાવથી નવરાત્રી ઉત્સવ ઉજવાય છે, જેમાં હિન્દુ, મુસ્લિમ, ભરવાડ, હરીજન, ભીલ, કોળી વગેરે કોમની નાની બાળાઓ વિવિધ ગ્રુપમાં ગરબે રમે છે. ધાર્મિક પરિવારો તરફથી દરરોજ લ્હાણી પ્રસાદ આઇસ્કીમ ઠંડા પીણા બાળાઓને આપવામાં આવે છે. નવદુર્ગા માતાજીની આરાધનાના આ ઉત્સવને સફળ બનાવવામાં આશિષ પટેલ, રજતભાઇ સંઘવી, રાજુ મકવાણા, ભાવેશભાઇ ત્રિવેદી, નીલેશભાઇ ધારડિયા, શ્રીમતિ અલ્કાબેન ઘાટડિયા  પ્રિતીબીને જોશી, સાક્ષીબેન રાઠોડ, જાગૃતિબેન પટેલ વગેરે સહયોગ આપી રહ્યા છે.

સરગમી પ્રતિક ગરબા મહોત્સવના ચોથા નોરતે મનોહરસિંહજી જાડેજાના હસ્તે આરતી પુજન

સરગમ કલબ દ્વારા રાજય સરકારે આપેલી મંજુરી ને આધીન રહીને પ્રતિક નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યુ છે. ચોથા નોરતે મનોહરસિંહજી જાડેજા (ડીસીપી) હસ્તે માતાજીની આરતી દ્વારા કરવામાં આવ્યું હતું.

મહેમાનોમાં જગદીશભાઇ ડોબરીયા, ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન નોયડા (દિલ્હી) ઓફીસના ચીફ જનરલ  મેનેજર માનસ રંજન ત્રિવેદી તેમજ રાજભા ગોહેલ ઉ5સ્થિત રહ્યા હતા.

માત્ર બહેનો માટે યોજાયેલા રસોત્સવમાં વેલ ડ્રેસ અને શ્રેષ્ઠ પરર્ફોર્મન્ટ અને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. વેલ ડ્રેસનું ઇનામ ઉમંગી ડેલાવાળા, જયશ્રીબેન મહેતા અને શ્રેષ્ઠ પરફોર્મન્સનું ઇનામ મીનાક્ષીબેન જોશી, જયશ્રીબેન વ્યાસ, હર્ષાબેન કથ્રેચા, હીનાબેન પારેખને મળ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઇ પટેલ, ભરતભાઇ સોલંકી, જયસુખભાઇ ડાભી, ઘનશ્યામભાઇ પરસાણા, અનવરભાઇ ઠેબા, કનૈયાલાલભાઇ ગજેરા, રાજેન્દ્રભાઇ શેઠ, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી,  અલ્કાબેન કામદાર, છાયાબેન દવે,  નીતાબેન પરસાણા, કૈલાસબેન વાળા જહેમતથ ઉઠાવી રહ્યા છે.

સ્વામી માધવપ્રિયદાસજીના માર્ગદર્શન હેઠળ સવાનાહ ખાતે જગદંબા માતાની ઉપાસના કરાય

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીના માર્ગદર્શન અનુસાર અમેરીકા ખાતે જ્યોર્જિયા સ્ટેટમાં આવેલા સવાનાહ શહેરમાં ‘SGVP ગુરૂકુલ’ ખાતે ‘સ્વામિનારાયણ સનાતન મંદિર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં શક્તિ સ્વરૂપા જગદંબા માતાના ઉપાસના સ્વરૂપે નવરાત્રી મહોત્સવનો ધામધૂમથી આરંભ કરવામાં આવી હતી.

આસો સુદ પ્રતિપદાના દિને સિંહાસનમાં બિરાજમાન શિવ-પાર્વતીજી, અંબા માં તથા ઉમિયા માતાની પૂજા કરવામાં આવી, તદુપરાંત હોલના મધ્યભાગમાં આદ્યશક્તિ અંબા માતાની મૂર્તિ, ગરબો તથા જવારાની વિધીવત સ્થાપના કરવામાં આવી છે.

નવરાત્રી ઉત્સવના યજમાન જનકભાઈ દેસાઈ તથા ભરતભાઈ એમ. પટેલ લાભ લઈ રહ્યા છે. તેઓએ માતાજીની પ્રથમ પૂજાનો લાભ લીધો હતો. નવરાત્રીમાં પધારનારા ભક્તજનો દરરોજ માતાજીની આરતીનો લાભ લઈ રહ્યા છે.

જ્યોર્જિયાના અનેક વિસ્તારમાંથી પધારેલા ભાવિકજનો માતાજીની આરતી, સ્તુતિ કર્યા બાદ ગરબા તથા રાસમાં ખૂબ જ પ્રેમથી મોડી રાત સુધી આનંદોત્સવ કરી રહ્યા છે. આ પ્રસંગે સનાતન મંદિરમાં સેવા કરનારા સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ મહેનત કરીને તમામ ભક્તજનોને મહાપ્રસાદની વ્યવસ્થા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.