કોરોનાકાળમાં પણ યાત્રિકોનો ઉત્સાહ: રાજકોટથી ઉપડશે વિશેષ તીર્થયાત્રા ટ્રેન

રૂ.૮૫૦૫ના પેકેજમાં મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર, માતા વૈષ્ણોદેવીના દર્શન

યાત્રા દરમિયાન તેમજ યાત્રા સ્થળોએ રહેવા-જમવાની વ્યવસ્થા ઉપરાંત ટુર એસ્કોર્ટ, સુરક્ષા ગાર્ડ વગેરેનો સમાવેશ

રેલ્વે મંત્રાલયના સહયોગથી અમદાવાદ રેલ્વેની રીજીઓનલ ઓફીસ દ્વારા આગામી ૬ માર્ચે રાજકોટથી વિશેષ તીર્થયાત્રા ટ્રેન ઉપડશે. આ વિશેષ ટ્રેન અંગેની માહીતી આપતા પશ્ર્ચિમ રેલ્વે ક્ષેત્રના મેનેજર અનિલ ગોયલે જણાવ્યું હતું કે વિશેષ તીર્થયાત્રા ટ્રેન આગામી ૬ માર્ચેના દિવસે રાજકોટથી ઉપડશે, જે મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર અને માતા વૈષ્ણોદેવીના દર્શન કરાવશે. આ યાત્રા દરમ્યાન ભોજન, નાસ્તો બપોર અને રાત્રીનું ભોજન યાત્રા સ્થળે જવા માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા, રહેવા માટેની વ્યવસ્થા ઉપરાંત ટુર એસ્કોર્ટ, સુરક્ષા ગાર્ડ, એનાઉન્સમેન્ટની સુવિધા રેલ્વે દ્વારા કરવામાં આવશે. આ વિશેષ તિર્થ યાત્રા ટ્રેન રાજકોટથી તા. ૬ માર્ચના રોજ ઉપડી, મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર તેમજ વૈષ્ણોદેવીના દર્શન કરાવી તા.૧૪ માર્ચના રોજ પરત રાજકોટ ફરશે જેનું રૂ. ૮૫૦૫ નું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

અનિલ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે આ વિશેષ યાત્રા ટ્રેન માટે યાત્રિકોએ ખુબ જ ઉત્સાહ બતાવ્યો છે જે થ્રી એસી કોચ બુક થઇ ગયા છે. હવે સ્ટાન્ડર્ડ કલાસ (સ્લીપર) કોચમાં પણ અમુક સીટો બાકી છે.વિવિધ વ્યવસ્થાઓથી ભરપુર આ વિશેષ તીર્થયાત્રા ટ્રેનમાં કોરોના મહામારીને લઇ યાત્રિકોની સુરક્ષા માટે યાત્રા પહેલા અને પછી થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. કોચ ઉપરાંત યાત્રિઓનો સામાન સેનેટાઇઝ કરવામાં આવશે. ઉ૫રાતં યાત્રા દરમિયાન કોઇ યાત્રિ અસ્વસ્થતા અનુભવે તો તેના માટે અલગ કોચની પણ વ્યવસ્થા તો તેના માટે અલગ કોચની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમ પણ ગોયલે જણાવ્યું હતું.વિશેષ યાત્રિ ટ્રેન અંગે વધુ માહીતી માટે ફોન નં. ૦૭૯ – ૨૬૫૮૨૬૭૫/ ૮૨૮૭૯ ૩૧૭૧૮/ ૮૨૮૭૯ ૩૧૬૩૪ નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.