રાજકોટ જિલ્લામાં આઝાદીની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જેતપુરની શાળાઓના વિદ્યાર્થીઓએ તિરંગા સાથે યોજી સાયકલ યાત્રા

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આઝાદીના 75 વર્ષની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહી રહ્યો છે. ક્યાંક આઝાદીને લઈને નારાઓ ગુંજી રહ્યા છે, ક્યાંક બાળકો વેશભુષા સાથે શહીદોને જીવંત કરી રહ્યા છે તો સોશિયલ મીડિયાના ડીપીમાં તિરંગો દેખાઈ રહ્યો છે. મહામુલી આઝાદીને યાદ કરતાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં તાલુકા પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્રો, શાળાઓ અને વિવિધ કચેરીઓમાં હર ઘર તિરંગાની હોંશભેર ઉજવણી કરવામાં આવી રહી છે.આ અંગે વિગતો આપતાં જેતપુર તાલુકા વિકાસ અધિકારી નિશાંત કુંગશિયાએ જણાવ્યું હતું કે, દેશનો દરેક ભારતની દેશની આઝાદી અને રાષ્ટ્રધ્વજ માટે ગર્વની અનુભવે તે માટે હર ઘર તિરંગા અભિયાન ઉજવણી કરવામાં આવી રહી છે.

જેતુપર તાલકા પંચાયતની કચેરીમાં તેની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. શાળાઓમાં પ્રભાતફેરી, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેશભૂષા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેતરમાં તિરંગાનો આકાર રચીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે આઝાદી અમર રહો…વંદે માતરમ…ભારત માતા કી જયના નારા સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી હતી. તેમજ આંગણવાડીના બાળકોને તિરંગાની રંગોળી અને તોરણ બનાવીને રાષ્ટ્રધ્વજની સમજ આપવામાં આવી હતી તેમજ 15મી ઓગસ્ટનું મહાત્મ્ય સમજાવ્યું હતું.