Abtak Media Google News

કારોબાર તથા કોમ્યુનિકેશનમાં ક્રાંતિ લાવીને લોકોનાં કમ્ફર્ટ લેવલમાં વધારો કરવામામ યોગદાન આપનાર 5G સ્પ્રેક્ટ્રમના ભારતમાં  આગમનની છડી પોકારાઇ રહી છે. સરકારે ટેન્ડર તથા લિલામીની પ્રક્રિયા પુરી કરીને વહેલી તકે ભારતમાં 5G નેટવર્ક લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સ્પ્રેક્ટ્રમનાં અસાઇન્મેન્ટ લેટર ઇશ્યુ થઇ ગયા છે.   જો બધું સમુસુતર પાર પડે તો આગામી 29 મી સપ્ટેમ્બર-2022 ના રોજ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ( આઇ.એમ.સી) માં 5 G ના પ્રારંભની સત્તાવાર જાહેરાત કરી દેશે.

કહેવાય છે કે રિલાયન્સ અને એરટેલ ભારતમાં 5G સેવા આપનારી પ્રથમ બે કંપનીઓ હોઇ શકે છે. એમ તો 75 માં સ્વાતંત્ર્યદિને મોદીજીઐ લાલ કિલ્લા ઉપરથી પર દેશમાં વહેલી તકે 5G  સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. નિષ્ણાંતો કહે છે કે 5G નેટવર્ક ગ્રાહકોને 4G ની સરખામણીઐ 10 ગણી વધારે સ્પીડ આપશે. સ્પીડમાં વધારા ઉપરાંત નેટવર્કની કનેક્ટીવિટીમાં પણ સુધારો થવાની આશા છે.

નવા હાઇસ્પીડ નેટવર્ક 5G ના આગમનના ઢોલ-નગારાં તો જોરદાર વાગી રહ્યા છે. ધારો કે ઓક્ટોબર-22 માં એટલે કે દિવાળીનાં તહેવારો આવતા સુધીમાં દેશમાં નવું નેટવર્ક આવી પણ જશે. પરંતુ દેશનાં દરેક ખુણાને આ નેટવર્ક સાથે જોડવામાં બીજા એકાદ-બે વર્ષ લાગી શકે છે. હાલ તુંરત દેશનાં 13 શહેરોની યાદી તૈયાર થઇ છે જ્યાં નવું નેટવર્ક સૌ પરથમ લાગવાનું છે. ઐ જાણીને  આપણા ચહેરા મલકાવા જોઇએ કે આ 13 શહેરોની યાદીમાં ત્રણ શહેરો ગુજરાતનાં અને એમાંયે એક શહેર સૌરાષ્ટ્રનું છે. અર્થાત અમદાવાદ, ગાંધીનગર તથા રિલાયન્સનાં ગઢ ગણાતા જામનગરમાં સૌ પ્રથમ 5G સેવા શરૂ થવાની છે.  આ ઉપરાંત બેંગ્લોર, દિલ્હી, મુંબઇ, કોલકોતા, ચેન્નાઇ, હેદરાબાદ અને લખનઉ જેવા મોટા શહેરોનો આ યાદીમાં નંબર લાગ્યો છે.

હવે સવાલ એ છે કે શું યાદીમા સમાવાયેલા શહેરોના તમામ ગ્રાહકોને 5G ની સેવા મળશે? જવાબ છે ના, કારણ કે ઓપરેટરો હાલમાં અમુક ચોક્કસ વિસ્તારોમાં જ આ સેવા ઓફર કરી શકવાના છે. તેથી આ વિસ્તારોનાં ટાવરો સાથે જે ગ્રાહકના નેટવર્ક કનેક્ટ થશે તેમને જ આ સેવા હાલતુરંત ઉપલબ્ધ થશે. તો પછી ગ્રાહકોને પોતાના મોબાઇલમાં આ સેવા છે કે નહી તે કઇ રીતે જાણવા મળશે ?

એમ જોઇએ તો હાલમાં શરૂ થઇ રહેલી 5G સેવાનું માર્કેટિંગ ગમે તેટલું કરો પણ હજુ આ સેવા પ્રાયોગિક તબક્કામાં કહી શકાય. સરકાર તો આ સેવાનાં પ્રારંભ સાથે ભારતને વૈશ્વિક મંચ ઉપર મોસ્ટ પાવરફૂલ લોકતંત્ર બનાવવાની જાહેરાત કરી રહી છે. મોદીજી વહેલીતકે 6G શરૂ કરવાનાં સપનાં દેખાડી રહ્યા છે. પણ દિલ્હી હજુ ઘણું દૂર કહી શકાય. અગાઉ 2020 માં ભારતમાં 5G સેવા શરૂ થવાનાં વચનો અપાયા હતા પરંતુ કોવિડ-19 અને તેના પગલે આવેલા લોકડાઉનના કારણે મોડું થઇ ગયું. ત્યારબાદ  ગત વર્ષે  જાહેરાત કરવામાં આવી હતી કે 2022 નાં બીજા છ માસિક ગાળામાં ભારત 5G નેટવર્ક સજ્જ થઇ જશે. ઓફકોર્સ, સરકાર આ તારીખની મુદત જાળવી શકી છે, પણ પ્રાયોગિક વ્યવસ્થા રૂપે.

હજુ ઓપરેટરોએ ઘર-ઘર અને ગામડે ગામડે આ વ્યવસ્થા પહોચાડવા માટે દેશનાં અંતરિયાળ વિસ્તારોમાં ટાવરોનું નવું માળખું ઉભું કરવું પડશે. જેના માટે નવું મુડીરોકાણ કરવાનું રહેશે. ઓપરેટરો ળળઠફદય ના બદલે sub-6 GHz નો વિકલ્પ પસંદ કરે છે કે કેમ તે જોવાનું રહેશે. યાદ રહે કે mmWave બેન્ડ નેટવર્કની આડે જો ઝાડની ડાળી પણ આવે તો નેટવર્ક કપાઇ શકે છે. શહેરોની ટ્રાફિક લાઇટસ, સરકારી ઇમારતો, સ્ટ્રીટ લાઇટ્સ જેવા સઓમસાધનો ઉપર સેલ ઉપલબ્ધ કરીને નેટવર્ક મજબુત કરવાની ચર્ચા છે.

જેના માટે સરકારી મહેકમાની સંખ્યાબંધ મંજૂરીઓ જરૂરી રહે છે. એમ તો હાલનાં 4G ટાવરોને પણ અપગ્રેડ કરી શકાય તેમ છે. આ બધા વિકલ્પોમાં ક્યા વિકલ્પ્ સફળ થાય છે તે જોવું રહ્યું.

આપને આપના મોબાઇલમાં નીચે મુજબના સ્ટેપ ચેક કરવાના રહેશે

સ્ટેપ-1 : એનરોઇડ મોબાઇલ ધારકે સેટીંગમાં જવું

સ્ટેપ-2:  વાઇફાઈ ઐન્ડ નેટવર્ક  ઓપ્શન ક્લિક કરો

સ્ટેપ-3:  સિમ એન્ડ નેટવર્ક ઉપર ક્લિક કરો

સ્ટેપ-4:  હવે આપને પ્રિફર્ડ નેટવર્ક ઓપ્શનમાં તમને ટેકનોલોજીનું લિસ્ટ દેખાશે.

સ્ટેપ-5: જો તમારા મોબાઇલમાં 5 G નો સપોર્ટ હશે તો લિસ્ટમાં 2 G/ 3 G/ 4 G/ 5G દેખાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.