Abtak Media Google News

કેન્દ્ર સરકાર દ્વારા નાના વેપારીઓ અને શ્રમિકોને રાહત આપવા ધડાતો તખ્તો

નાના વેપારીઓ અને અસંગઠીત શ્રમિકોની મહત્વની બે યોજનાઓને ઇપીએફઓ હેઠળ આવરી લેવા માટે તખ્તો ગોઠવાયો છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (પીએમ-એસવાયએમ) અને રાષ્ટ્રીય પેન્શન યોજનાને ઇપીએફઓ હેઠળ આવરી લેવામાં આવશે.

વર્તમાન સમયે કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે દરખાસ્ત કરવામાં આવી છે. ઇપીએફઓનો વ્યાપ વધારવો છે બન્ને યોજનાઓને ઇપીએફઓ હેઠળ સમાવી લેવું? તે અંગે વિચારણા ચાલી રહી છે.

વર્ષ ૨૦૨૦ના સોશ્યિલ સીકયુરીટી કોડ હેઠળ કોઇપણ સામાજીક સુરક્ષા અંતર્ગત શ્રમિકોને યોજનાનો લાભ આપવાની સ્વકૃતિ અપાઇ છે.

નાના વેપારીઓ અને અસંગઠિત શ્રમિકોને શુ થશે ફાયદો?

કર્મચારી ભવિષ્ય નિધિ, જેને સામાન્ય રીતે પીએફ (પ્રોવિડન્ટ ફંડ) તરીકે ઓળખવામાં આવે છે, તે નિવૃત્તિ લાભ યોજના છે જે તમામ પગારદાર કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ હેઠળ, કર્મચારીઓ, તેમજ એમ્પ્લોયર ઇપીએફ ખાતામાં તેમના મૂળભૂત પગાર (આશરે ૧૨%) માંથી અમુક રકમ ફાળો આપે છે. તમારા મૂળભૂત પગારના સંપૂર્ણ ૧૨% કર્મચારી ભવિષ્ય નિધિમાં રોકાણ કરવામાં આવે છે. હવે કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી શ્રમ યોગી માનધન યોજના તેમજ નેશનલ પેન્શન સ્કીમનો એપીએફઓ હેઠળ સમાવેશ કરવા વિચારણા હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.