સ્થા. સ્વરાજ્ય સંસ્થાની મત ગણતરી શરૂ: આપણું શું થશે? આગેવાનો ભગવાનના શરણે

કેટલાક આગેવાનો જીતે તો ઘરે જતા પહેલા માનતા પૂર કરવા દેવ દર્શને જશે

જિલ્લા તાલુકા પંચાયતો તથા પાલિકાની ચૂંટણી પૂરા થયા બાદ રાજકરણીઓનું ભાવિ આજે ખૂલવાનું છે ત્યારે આગેવાનો પોતાના ઇષ્ટ દેવ કે અન્ય દેવના શરણે ગયા છે. કેટલાક આગેવાનો જિલ્લા તાલુકા કે પાલિકામાં વિજય મળે તો માદાન પથંક જ સીધા દેવ સ્થાને જવાનું નકકી કર્યુ છે.

ખંભાલિયામાં ઉમેદવારી મેળવવાથી માંડી મતદાનની આખરી ક્ષણ સુધી શામ દામ-દંડની નીતિ અખત્યાર કરવાથી મતપેટીમાં નાખંવામાં આવેલ મત બાદ મોટાભાગના રાજકરણીમાં અસમજંસની સ્થિતિમાં મૂકાયા છે.

માનવી દ્વારા જે કળા કરવાથી થવી હોય તે તમામ દાવપેચ અપનાવવામાં આવ્યા હતા પરંતુ હવે મતોનો દડો કુદરતના હાથમાં છે માનવ ચાહે લાખ ચતૂરાઇ કરે પરંતુ કિસ્મતની ચાવી કુદરતના હાથમાં છે.

બંધ તકદીરની ચાવી ખોલવા સત્ય સ્વરૂપ રામ-રહિમના શરણે જયા સિવાય માણસ આગળ કોઇ વિકલ્પ નય ત્યારે અમને અચ્છા અચ્છા રાજકરણીઓ દ્વારા જાય તો વિવિધ માનતા માનવામાં આવે છે. જેમાં કેટલાંક દ્વારા વિજય ઘોષિત થવા સાથે જ ત્યાંથી જ જગતમંદિર દ્વારકા જયા હરસિધ્ધ મંદિર કે ચોટીયા જયા કે દાંડી હનુમાન જવા, વિરપુર જલારામ જવા માટે કે હાજીપીર કે ખસેડીયાપીર જવા માટે માનતાઓ કરવામાં આવી છે.

કેટલાક ઉમેદવારો દ્વારા તો મતગણના સંપન્ન થાય કે તુરંત ઘરે ગયા પહેલા ત્યાંથી જ પગપાળા તેમના આધાર સ્થંભ ભગવાનને મનાવવા માનતા કરવામાં આવી છે. ઇશ્ર્વર કૃપા કોનો લાલટે રાજનીતિની મહોર લગાવી સૌભાગ્ય શાળી બનાવે છે.

કોઈપણ વ્યકિત પોતાનું કામ પૂરૂ થાય કે ઈચ્છાપૂર્ણ થાય કોઈ સારૂ કામ થાય ત્યારે પોતાના ઈષ્ટદેવથી માંડી પોતે જેમાં શ્રધ્ધા આસ્થા ધરાવતા હોય ત્યાં માથુ ટેકવવા જાય છે. કેટલાક લોકો પગપાળા, દંડવત કે આળોટતા આળોટતા પોતાની માનતા પૂર્ણ કરવા જે તે દેવસ્થાન, આસ્થા સ્થાને જતા હોય છે.

આવી રીતે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાન ચૂંટણીઓ શાંતિપૂર્ણ પૂરી થઈ ગયાબાદ મંગળવારે સવારથી મતગણતરી શરૂ થઈ છે ત્યારે જે આગેવાનોએ આસ્થા સાથે માનતા માની છે કે સંકલ્પ કયો છે એવા આગેવાનો જે તે ધર્મસ્થાનકે પોતે ચૂંટાય તો જવાના છે.

કેટલાક આગેવાનોએ તો પોતાનો ચૂંટણી જંગમાં વિજય થાય તો મતગણતરી સ્થળેથી જ સીધા દ્વારકાધીશના દર્શન સહિતના સંકલ્પ લીધા છે તે પોતાના ઘરે જતા પહેલા કે સભા યોજતા પહેલા ધાર્મિક સ્થળે જવાના હોવાનું જાણવા મળે છે.