Abtak Media Google News

જ્ઞાતીજનોને એકાબીજા સાથે જોડી સમાજનું ઉત્થાન કરાશે: વિકટ વેળાએ પણ મંડળ સધિયારો આપશે: જ્ઞાતીજનોને બહોળી સંખ્યામાં ઉમટી પડવા પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીની હાંકલ

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો માટે ગુ.ક્ષ.ક. જ્ઞાતિના આગેવાનો દ્વારા જીવનજ્યોત મંડળની સ્થાપ્ના કરવા માટે તેમજ સભ્યની નોંધણી કરવા માટે થઇ અને તા. 24 ને બુધવારના રોજ સાંજે 7 કલાકે શ્યામ વાડી ભકિતનગર સર્કલ ખાતે જાહેર મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. તો આ બાબતે કડીયા સમાજના દરેક લોકોને આ મંડળમાં દાખલ થવા માટે તેમજ સભ્ય થવા માટેનું આહવાન કરવામાં આવે છે.

આ તકે ગુ.ક્ષ.ક. સમસ્ત રાજકોટ સમાજના પ્રમુખ તેમજ સમગ્ર કડીયા સમાજના અગેવાન એવા નરેન્દ્રભાઇ સોલંકી (મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ),  મનસુખભાઇ ટાંક, જેન્તીભાઇ ગાંગાણી, હેમરાજભાઇ કાચા, વિમલભાઇ સાપરીયા, કિશોરભાઇ પરમાર, કાન્તીભાઇ, રતીભાઇ ટાંક, સ્વ. જયોત્સનાબેન છગનભાઇ કાચા, હરીભાઇ પરમાર, નરશીભાઇ સવાણી, દિનેશભાઇ જાવીયા, પ્રવિણભાઇ રાઠોડ, રાજુભાઇ હરીભાઇ ટાંક,  જે.કે.લીંબુસરબત, વસંતભાઇ ગાંગાણી, શાંતીભાઇ ભાણજીભાઇ સાપરીયા, રવજીભાઇ મકવાણા, કાંતીભાઇ ઓધવજીભાઇ રાઠોડ, અરવિંદભાઇ ગોહેલ વિગેરે સમાજના આગેવાનો દ્વારા આ જીવન જ્યોત મંડળની અંદર જોડાનાર દરેક સભ્યને જો કોઇપણ સંજોગોમાં અચાનક મૃત્યુ થાય તો મંડળના નિયમોના આધારે રૂા. 11000 થી લઇ અને રૂા. 500 સુધીની ત્રણ વર્ષ સુધી મદદ કરવાની ખાત્રી આપેલ છે. જેનુ વિગતવાર લિસ્ટ પણ મીટીંગમાં જાહેર કરવામાં આવશે.આ મંડળની સ્થાપ્ના કરવામાં સમાજના ઉપરોકત લોકો તેમજ સમાજના દરેક લોકોની સહાનુભુતી જોડાયેલી છે.

આ મંડળમાં જોડવાવવા માટે સમાજના આગેવાનો દ્વારા નિયમો નકકી કરેલ છે. જેમાં મંડળનોે ઉદેશ જ્ઞાતિજનોને સહાયરૂપ થવાનો પ્રયત્ન છે. સભ્યોની વય મર્યાદા 18 વર્ષ પુરા થી 60 વર્ષ પુરા સુધીની કોઇપણ વ્યકિત આ મંડળનો સભાસદ બની શકે છે. સભ્ય થનારે ફોર્મની સાથે સભ્ય ફી રૂા. 500/- આપવાના રહેશે. જ્ઞાતિના આ મંડળની અંદર સામેલ થયેલ સભ્યના વારસદારને આ મંડળમાં ચાલુ સભ્યોના સાથ સહકારથી રૂા. 200ના ગુણાંકમાં કુલ સભ્યોની રકમ ચુકવાશે. હાલમાં આ સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા (નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ )દ્વારા વ્યકિતગત રૂપે રૂા. 11, 000 વધારાની સહાયરૂપે ત્રણ વર્ષ સુધી આપવામાં આવશે.

સભ્યના વારસદારોએ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટ કુટુંંબ સુરક્ષા યોજનાને સભ્યના અવસાનની જાણ લેખીતમાં મંડળને જાણ કરવાની રહેશે, કોઇપણ સભાસદનું અવસાન થયેથી તમામ ચાલુ સભાસદોએ રૂા. 200/- નો કોલ યોજનાના કાર્યાલયમાં અથવા તો ઇન્ચાર્જને તુરંતુ જ 30 – દિવસમાં ભરવાનો રહેશે, ખાસ અનિવાર્ય કિસ્સાઓમાં જો કોઇપણ સભ્ય કોલની રકમ 30+30 =60 દિવસમાં ન ભરી શકે તેવા સભાસદનું સભ્યપદ આપોઆપ જ રદ થયેલુ ગણવામાં આવશે તેમજ તેઓને ઉપરોકત યોજનાનો લાભ મળશે નહી.

જેની દરેક સભ્યએ ખાસ નોંધ લેવી, જો કોઇપણ સભાસદ પોતાનું સભાસદ કેન્સલ (રદ) કરવા માંગતા હોય તો રદ થઇ શકશે એની તેની સભાસદ ફી રૂા. 100 સ્ટેશનરી ખચ ર્પેટે કાપી બાકીના રૂા. 400 તુરંત જ પરત કરવામાં આવશે, કોઇપણ રદ થયેલ સભ્યએ ફરી પાછુ નવેસરથી સભ્ય બનવુ હોય તો તેઓ પણ નવેસરથી ફોર્મ ભરી શકશે. તે સમયે ફરીથી નીયમ મુજબ સભાસદ ફી ભરવાની રહેેશે અને તેઓને રાખવા કે ન રાખવા તે નિર્ણય સમીતી દ્વારા કરવામાં આવશે, આ મંડળ બાબતની કોઇપણ પ્રકારની ફરીયાદ ફકત અને ફકત પદાધીકારીઓને લેખીતમાં જ આપવાની રહેશે.

મંડળ દ્વારા વધારેમાં વધારે 30 દિવસની અંદર કરવાનો રહેશે, આ મંડળની અંદર સામેલ થનાર દરેક સભ્યોએ મંડળના હોદેદારોએ જયારે પણ રાજકીય, સામાજીક કોઇપણ પ્રકારના કાર્ય માટે જરૂર જણાયે બોલાવવામાં આવે ત્યારે અચુક હાજર રહેવાનુ રહેશે, આ મંડળની વિરુઘ્ધ અથવા તો કોઇપણ પ્રકારે મંડળને નુકશાન કરનાર કોઇપણ પ્રકારનો વ્યવહાર વર્તન અથવા તો ખોટા પ્રચાર કરનાર કોઇપણ સભ્યનું સભ્યપદ તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવશે તેમને કે તેમના વારસદારોને સંસ્થાના કોઇપણ લાભ કે રીફંડો આપવામાં આવશે નહી,

દરેક સભ્યો એ ફોર્મ ની અંદર પોતાના પરિવારની સંપૂર્ણ વિગત ફોર્મમાં ભરવાની રહેશે, આ યોજનામાં પ્રથમ વહેલો તે પહેલાના ધોરણે ફકત 1100 લોકોને જ આ મંડળના સભ્ય બનાવવામાં આવશે, આ મંડળના પ્રથમ 1100 સભ્યોને નો બેંકની અંદર આકસ્મીક વિમાના બે વ્યકિત ના રૂા. 25 વિમાના જે ભરવાના થશે તે નરેન્દ્રભાઇ સોલંકી તરફથી ત્રણ વર્ષ સુધી રૂા. 25 લેખે ચુકવવા આવશે, આ મંડળના કોઇપણ સભ્યનુ કુદરતી મૃત્યુમાં એક વર્ષમાં રૂા. 330 જે ભરવાના થાય છે અને તેમા પણ સરકાર તરફથી રૂા. 200000નું વિમા કવચ ચુકવામાં આવે છે. તેમાં પણ કોઇપણ સભ્ય રૂા. 330નો વિમાનું કવચ ઉતારવા માંગતા હોય તો તેના 50% રૂપીયા એટલે કે રૂા. 165/- લેખે નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા ત્રણ વર્ષ સુધી ચુકવવામાં આવશે. જે ઉપરોક્ત રકમ ભર્યાની એન્ટ્રી પાસબુકમાં કરાવી મંડળને ઝેરોક્ષ આપવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.