Abtak Media Google News

રોમાંચક તબક્કામાં પહોંચેલી યુરો 2020 ફૂટબોલ ચેમ્પિયનશીપના પરીણામો હવે ઉલટફેર કરી રહ્યાં છે. પહેલા 16માં પહોંચેલી ટીમો વચ્ચેના પ્રારંભીક મુકાબલામાં જ જબરો અપસેટ સર્જીને બેલ્જીયમે ગત વર્ષના યુરો ચેમ્પિયન પોર્ટુગલને 1-0થી પરાજય આપી યુરો કપના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. થોર્ગન હેઝાર્ડના  એકમાત્ર ગોલની મદદથી બેલ્જીયમે પોર્ટુગલના સપનાઓ પર પાણી ફેરવી દીધુ હતું. પહેલા હાફની રમત બહુ આક્રમક રહી નહોતી, બન્ને ટીમોએ દડા પર પ્રભુત્વ રાખવાના પ્રયાસો કર્યા હતા પણ 43મી મિનિટે હેઝાર્ડે શાનદાર ગોલ કરીને બેલ્જીયમને આગળ કર્યું હતું. ત્યારબાદ બીજા તબક્કાની રમતમાં પોર્ટુગલે રોનાલ્ડોના નેતૃત્વ હેઠળ ખુબજ આક્રમક રમત રમવાનું શરૂ કર્યું હતું અને બેલ્જીયમના ગોલ પોસ્ટ પર ઉપરા-ઉપરી આક્રમણ ચાલુ રાખ્યું હતું પરંતુ તેમના કમનસીબે રોનાલ્ડો અને અન્ય એક ફોરવર્ડ ખેલાડી એકપણ ગોલ કરી શક્યા નહોતા.

એક તબક્કે ડીએગો જોટાએ ગોલ કરવાની એક સોનેરી તક પહેલા જ ગુમાવી દીધી હતી. સુંદર પાસ મળ્યા બાદ તેણે ગોલ પોસ્ટની બહાર દડો ફેંકી દેતા પોર્ટુગલે સુંદર તક ગુમાવી હતી. તે બાદ રોનાલ્ડોની એક ફ્રી કીક બેલ્જીયમના કીપરે અટકાવીને અદ્ભૂત બચાવ ર્ક્યો હતો. બેલ્જીયમ તરફથી કેવીડ ડ્રી બ્રોઈન, હેઝાર્ડ અને થોમસની ટ્રીપુટીએ પોર્ટુગલના વળતો ગોલ કરવાના તમામ પ્રયાસો નાકામ કર્યા હતા. પરિણામે રોનાલ્ડોની હાજરી છતાં યુરો ચેમ્પીયન પોર્ટુગલ બહાર ફેંકાઈ ગયું હતું.

ગુડાપેસ્ટ ખાતે રમાયેલા બીજા એક રોમાંચક અને જોરદાર મેચમાં જબરો અપસેટ સર્જીને જેક રિપબ્લીક ટીમે નેધરલેન્ડને મળેલા એક રેડ કાર્ડનો ભરપુર ફાયદો ઉઠાવ્યો હતો અને બે ગોલ ઝીંકી દેતા નેધરલેન્ડ ટૂર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયું હતું અને જેક ટીમે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. જેક ટીમ તરફથી થોમસ હોલ્સ અને પેટ્રીક શીકે 1-1 ગોલ ફટકાર્યો હતો અને નેધરલેન્ડને આંચકો આપી યુરો કપનો બીજો મોટો અપસેટ સર્જી દીધો હતો. જેક ટીમના વિજયથી હોલેન્ડ પણ આશ્ર્ચર્યચક્તિ થઈ ગયું હતું.

પ્રેક્ષકોની ચીચીયારી વચ્ચે નેધરલેન્ડની ટીમ ઉત્સાહી જેક ટીમના આક્રમણને ખાળી શકી નહોતી. સેક્ધડ હાફમાં 10મી મિનિટે ડચ ખેલાડી માથીસ બીલાઈટને રેડ કાર્ડ બતાવી રેફરીએ મેદાન બહાર તગેડી મુક્યો હતો તે પછી જેક ટીમમાં એકાએક પ્રાણસંચાર થયો હોય તેમ ઉપરા-ઉપરી આક્રમણ કર્યા હતા અને નેધરલેન્ડને પરાજીત કર્યું હતું. ક્વાર્ટર ફાઈનલમાં શનિવારે જેક ટીમનો મુકાબલો ડેનમાર્ક સાથે થશે. જ્યારે બેલ્જીયમનો મુકાબલો ક્વાર્ટર ફાઈનલમાં ઈટાલી સામે થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.