યુરોકપ: સ્વિત્ઝરલેન્ડને ૩-૦ થી હરાવી ઇટલી લાસ્ટ-૧૬માં પહોંચવા સજ્જ!!

યુરોકપ દિનપ્રતિદિન રસપ્રદ અને રોમાંચિત થઈ રહ્યો છે. વિશ્વભરની ટીમો યુરોકપનું ખિતાબ જીતવા તન-મનથી લાગી પડ્યા છે ત્યારે ગઈકાલે રોમ ખાતે રમાયેલી સ્વિત્ઝરલેન્ડ અને ઇટલી વચ્ચેનો મેચ પણ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. મેચમાં ઇટલીએ સ્વિત્ઝરલેન્ડને ૩-૦થી હરાવી જીત તો મેળવી જ સાથે જ લાસ્ટ ૧૬માં પહોંચવા સજ્જ થઈ ગયું છે. ઇટલીનો આ બીજો મેચ હતો જેમાં ટીમે સતત જીત મેળવી છે. જિતને પગલે ઇટલીએ લાસ્ટ-૧૬માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે.

રવિવારે વેલ્સ સામેનો જંગ ‘કાંટે કી ટક્કર’ સમાન: કેપ્ટનની ગેરહાજરી ટીમ માટે પડકારજનક

ઇટલીએ તેનો પ્રથમ મેચ તુર્કી સામે રમ્યો હતો જેમાં ઇટલીની ૨-૦થી જીત થઈ હતી. જ્યારે બીજા મેચમાં પણ ઇટલીને જીત મળતા હાલ પોઇન્ટ ટેબલમાં ઇટલીની ટીમ ૬ પોઇન્ટ્સ સાથે સૌથી ટોચમાં પહોંચી ગઇ છે. રોબરટો મેનસીની ઇટલીની ટીમનો સ્ટાર પર્ફોર્મર સાબિત થઈ રહ્યો છે. મેનસીનીના પ્રદર્શનને કારણે ટીમને એક મજબૂત પકડ મળી રહી છે.

ગ્રુપ એ માં રહેલી ટીમ ઇટલીનો આગામી મેચ હવે વેલ્સ સાથે રવિવારના રોજ યોજાનાર છે. જેમાં ઇટલીને જીત મળે તો ટીમ ટોચનું સ્થાન યથાવત રાખી શકશે અને પોઇન્ટ ટેબલમાં સૌથી મોખરે રહેશે. જો કે, વેલ્સ વર્ષ ૨૦૧૬ યુરોકપમાં સેમિફાઈનલ સુધીની સફર ખેડનાર ટીમ છે જેથી આ મેચ કાંટે કી ટક્કર સમાન સાબિત થાય તો પણ નવાઈ નહીં.

ઇટલી સામેના પડકારમાં સૌથી મોટો પડકાર એ છે કે, ગત મેચની પ્રથમ હાફમાં પિચ પર અથડાતાં ટીમના કેપટન જ્યોર્જીઓને ઇજા પહોંચી છે જેથી સંભવતઃ તે આગામી મેચ રમી શકશે નહીં. પ્રબળ નેતૃત્વનો અભાવ ક્યાંક હારમાં પણ પરિણમી શકે છે. ઉપરાંત ૩૬ વર્ષીય જુવેન્ટસને ૨૦મી મિનિટે ગોલ માર્યાના ફક્ત ૪ મિનિટ બાદ જ રિપ્લેસ કરવાની જરૂરિયાત પડી હતી. તેને પગના ભાગે ઇજા પહોચી હોવાની વાત સામે આવી છે જેથી આગામી મેચમાં ડિફેન્ડરની ભૂમિકામાં રહેલો જુવેન્ટસ રમશે કે કેમ? તે અંગે પણ પ્રશ્નાર્થ ઉદ્ભવયો છે.