યુરોકપ સેમિફાઇનલ: શું ઇંગ્લેન્ડ ડેનમાર્કને હરાવી ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરશે?

યુરોકપ હવે વધુ રોમાંચક બની રહ્યો છે. ટૂર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કમાં છે અને છેલ્લી ૪ ટીમો એટલે કે સેમિફાઇનલિસ્ટ ટીમો પણ જાહેર થઈ ચૂકી છે. ૪ ટીમો જે સેમિફાઇનલમાં પહોંચી છે તેમાં ઇટલી, સ્પેન, ઇંગ્લેંડ અને ડેનમાર્ક છે.  ચોથી ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનને ૪-૦થી હરાવીને ઇંગ્લેન્ડે યુરોકપ ૨૦૨૦ની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

કાગળ ઉપરના વાઘ ઇટલીને સ્પેન હરાવી દેશે ?

યુરોકપ ફાઇનલમાં સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે જંગ જામે તેવી પ્રબળ શકયતા!!!

સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડનો સામનો ૬ જુલાઇએ ઇન-ફોર્મ ડેનમાર્ક ટીમ સામે થશે. ૧૯૯૨ યુરો ચેમ્પિયન ડેનમાર્ક ક્વાર્ટર ફાઈનલમાં ઝેક રિપબ્લિકને ૨-૧થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ૬ જુલાઈના રોજ તેનો મુકાબલો સ્પેન સાથે થશે.  આ તમામ મેચ લંડનમાં રમાશે.

મેચમાં ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન હેરી કેને બે ગોલ કર્યા જ્યારે હેરી મેક્વાયર અને જોર્ડન હેન્ડરસને એક-એક ગોલ નોંધાવ્યા હતા. કેને ૨જી અને ૫૦મી મિનિટમાં ગોલ કર્યો, જ્યારે મેક્વાયરે ૪૫મી અને જોર્ડને ૬૩મી મિનિટમાં ગોલ કરીને કપમાં તેમની ટીમની જીત સુનિશ્ચિત કરી.  પરિણામ સાથે, ઇંગ્લેન્ડે ૧૯૯૬ પછી પ્રથમ યુરો સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને હવે વેમ્બલી સ્ટેડિયમ પરત ઘરેલુ જમીન પર ઇન-ફોર્મ ડેનમાર્કનો સામનો કરશે.

હવે વાત સેમિફાઇનલમાં કંઈ ટીમનો પલડો ભારે રહેશે તેની ચર્ચા કરવામાં આવે તો પ્રથમ ઇટલી અને સ્પેન વચ્ચેના મેચને ધ્યાને લેવામાં આવે તો ઇટલી તેના તમામ મેચો ડિફેન્સ રમી છે. ઇટલી એક પણ મેચ હારી નથી જેથી કાગળ પર ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. સામે સ્પેને ૬ મેચ રમ્યા છે જેમાં તેને ૨ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ સ્પેનના તમામ મેચનો સ્કોર ધ્યાને લેવામાં આવે તો સ્પેન પેલેથી જ ફોરવર્ડ એટલે કે એટેકિંગ રમતી આવે છે અને સેમિફાઈનલ જીતવાના પ્રેસર વચ્ચે એટેકિંગ સ્ટ્રેટરજી સાથે રમનારી ટીમ જ મેચ જીતી શકે છે જેથી સ્પેનનું પલડું ભારે હોવાનું સામે આવી રહ્યું છે.

બીજા સેમિફાઇનલની જો વાત કરવામાં આવે તો ડેનમાર્કએ ફૂલ ૫ પાંચ મેચ રમ્યા છે જેમાંથી ૨ મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ડેનમાર્કનો જીતનો રેસિયો ૬૦% છે જ્યારે ઇંગ્લેન્ડે ફક્ત ૪ મેચ રમ્યા છે અને એક મેચમાં હારનો સામનો કર્યો છે અને તેનો જીતનો રેસિયો ૭૫% છે. ઇંગ્લેન્ડની ટીમ પણ ખૂબ જ ફોરવર્ડ રમતી આવી છે અને એટેક કરીને સામેની ટીમ પર દબાણ કરતી આવી છે જ્યારે ડેનમાર્ક વેલ્સ સામેના મેચ સિવાય તમામ મેચમાં ડિફેન્સ રમી છે અને નજીવા સ્કોરે મેચ જીતી છે ત્યારે ઇંગ્લેન્ડનું ફાઇનલમાં પહોંચવું નક્કી જેવું લાગી રહ્યું છે. જો આ સમીકરણો ધ્યાને લેવામાં આવે તો યુરોકપ ફાઇનલમાં સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે જંગ જામે તેવું લાગી રહ્યું છે