Abtak Media Google News

યુરોપીયન સંસદમાં સીએએ વિરોધી ઠરાવ પર મતદાન ૩૧ માર્ચ સુધી મુલતવી: યુરોપીયન દેશોમાં સીએએ વિરોધી પ્રચાર ફેલાવતા તત્ત્વોને લપડાક, જ્યારે ભારતનો વ્યુહાત્મક વિજય

આપણા દેશના પાડોશમાં આવેલા મુસ્લિમ દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં દાયકાઓથી લઘુમતિ એવા હિન્દુ સહિતના ધર્મના નાગરિકો પર ધાર્મિક દમન થઈ રહ્યું છે. જેથી આવા ધાર્મિક દમનથી ત્રાસીને લાખો શરણાર્થીઓ ભારતમાં શરણ લઈ રહ્યાં છે. આવા પીડીત શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવા તાજેતરમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા નાગરિકતા સુધારા કાયદો લાવવામાં આવ્યો હતો. આ કાયદામાં મુસ્લિમ શરણાર્થીઓનો સમાવેશ ન તા દેશના વિપક્ષો તથા મુસ્લિમ સંગઠનો તેને મુસ્લિમ વિરોધી ગણાવીને દેશભરમાં ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.

જ્યારે પાકિસ્તાન સહિતના દેશો વિશ્વભરમાં આ મુદ્દે મોદી સરકારને હિન્દુ કટ્ટરવાદી ગણાવીને કુપ્રચાર કરી રહ્યાં છે. આ નાગરિકતા સુધારા કાયદા મુદ્દે અમુક સંગઠનો દ્વારા યુરોપીયન સંસદમાં પણ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારે આ મુદ્દે સક્રિયતા દાખવતા ગઈકાલે યુરોપીયન સંસદે આ મુદ્દા પર  ચર્ચા કરવાનો પરંતુ તેના પર મતદાન ૩૧ માર્ચ સુધી મુલત્વી રાખવાનો બહુમતિથી નિર્ણય કર્યો છે. જેથી આ મુદ્દે ભારતની વ્યુહાત્મક વિજય માનવામાં આવે છે.

7537D2F3 17

યુરોપ દેશોના રાજદ્વારી સંગઠન એવા યુરોપીયન સંસદમાં છ રાજકીય પક્ષોના સભ્યોએ વિરોધ કરતા સંયુક્ત ઠરાવ રજૂ કરીને તેને અમુક ધાર્મિક લોકો માટે ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. ફેન્ડઝ ઓફ પાકિસ્તાન ગ્રુપના ગણાતા સાંસદો દ્વારા રજૂ કરવામાં આવેલા આ ઠરાવનો ફેન્ડઝ ઓફ ઈન્ડીયા ગ્રુપના ગણાતા સાંસદો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભારત સરકારે પણ યુરોપીયન સંસદના આ નિર્ણયથી ટીકા કરતા કડક શબ્દોમાં જણાવ્યું હતું કે આ કાયદો ભારતનો આંતરીક બાબત છે. તેમાં બીજા દેશોએ દખલ દેવાની જરૂર નથી. લોકસભાના સ્પીકર ઓમ બીડવાએ પણ યુરોપીયન સંસદના અધ્યક્ષ ડેવિડ મારીયા સાસોલીને પત્ર લખીને પત્ર લખીને એક સાંસદ દ્વારા બહુમતિથી પસાર કરાયેલા કાયદા પર બીજા દેશોની સંસદને માથું મારવાની જરૂર નથી. આ ઠરાવનો આગામી સમયમાં ગેરઉપયોગ થવાની પણ સંભાવના પણ બિરલાએ વ્યકત કરી હતી.

જે બાદ ગઈકાલે મળેલી યુરોપિયન સંસદમાં સીએએ વિરોધી દરખાસ્ત પર મતદાન હાલમાં ૩૧ માર્ચ સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે. જેને ભારત માટે એક મોટી રાજદ્વારથી સફળતા માનવામાં આવે છે. ભારત માટે રાહતની વાત છે કે બુધવારે યુરોપિયન સંસદમાં સૂચિત મતદાન મુલતવી રાખવામાં આવ્યું છે. આજે નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ સંસદમાં ચર્ચા થશે પરંતુ  માર્ચ મહિનામાં હવે મતદાન થશે. યુરોપિયન સંસદમાં પાંચ પ્રભાવશાળી રાજકીય જૂથો દ્વારા સંયુક્ત રીતે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ૭૫૧ સભ્યોના યુરોપીયન સંસદમાં જમણેથી લઈને ડાબેરી વિચારધારા ધરાવતા ૫૦૦ થી વધુ સભ્યો ઉપસ્થિત હતા. આ દરખાસ્તના સમયે કુલ ૪૮૩ પ્રતિનિધિઓ હાજર હતા. મતદાન સમયે ૧૩ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને ૪૮૩ સભ્યોમાંથી ૨૭૧ એ મતદાન મુલત્વી રાખવા માટે મત આપ્યો હતો. જ્યારે ૧૯૯ વિરુદ્ધ મતદાન કર્યું હતું.

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું છેલ્લા કેટલાક દિવસોથી ભારતે બ્રસેલ્સમાં રાજદ્વારી રીતે સક્રિય વધારો કર્યો હતો. આ રાજદ્વારી વિજય ફક્ત બ્રસેલ્સની સાથે યુરોપિયન રાજદૂતો સાથે ભારતની સક્રિયતાને કારણે પ્રાપ્ત થયો હતો. મતદાનની તારીખ વધારવી એ ભારતની વૈશ્વિક રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવે છે. ભારતનું રાજદ્વારી મિશન વૈશ્વિક વિશ્વમાં નાગરિકત્વ કાયદાના અમલીકરણ અંગેના મૂંઝવણને દૂર કરવાનું છે. મતદાન મુલતવી રાખવાનો પ્રસ્તાવ સાંસદ મિશેલ ગહલરે દ્વારા લાવવામાં આવ્યો હતો. જે આ કેન્દ્ર-અધિકાર એ યુરોપિયન પીપલ્સ પાર્ટીનો સભ્ય છે. તે હાલમાં ૧૮૨ સભ્યોવાળી યુરોપિયન સંસદમાં સૌથી મોટી પાર્ટી છે. હવે જ્યારે મતદાનની તારીખ મુલતવી રાખવામાં આવી છે, ત્યારે ભારત પાસે સીએએ સાથે રાજદ્વારી કક્ષાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની તક છે. ભારતે આ પ્રસ્તાવ માટે પાકિસ્તાનમાં જન્મેલા યુરોપિયન સંસદ સભ્ય શફાક મોહમ્મદને પણ દોષી ઠેરવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.