Abtak Media Google News

છાંટાપાણીના શોખીનો, શું તમે જાણો છો કે તમે કેન્સરને નોતરી રહ્યા છો?

પંકજની ઉદસની ગઝલ “પીઓ લેકીન થોડી થોડી પીયા કરો….” તો દારૂના સેવનના શોખીનોને મદિરાનું સેવન નિશ્ચિંત મર્યાદામાં કરવાનું કે છે પણ આ વાત ફક્ત ગઝલ માં જ સારી લાગે, જ્યારે હકીકતમાં તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મત મુજબ કોઈપણ પ્રકારના દારૂ કે કોઈપણ માત્રામાં દારૂનું સેવન કરવું એ સહેજ પણ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી એટલે કે દારૂની એક બુંદ પણ આપણા શરીરને કેન્સર જેવા ઘાતક રોગનું ઘર કરી દે છે.

યુએન હેલ્થ બોડી કહે છે કે દારૂ એ ધીમુ ઝેર છે કે જે આપણા શરીરમાં અલગ અલગ 7 પ્રકારના કેન્સરને સીધુ જ આમંત્રણ આપે છે.તે લીવરનું સરોિસસ વધવાની શકયતા વધારી શકે છે. આ કૅન્સરમાં મોઢુ, સ્વરપેટી, સ્તન કેન્સર, અન્નનળીનું કૅન્સર, લીવર , કોલોરેક્ટલ જેવા ઘાતક કૅન્સરનો સીધો સંબંધ મદીરાપાન સાથે રહેલો છે.

દર વર્ષે વિશ્વભરમાં 7,40,000 નવા કેસો દારૂના સેવનથી થતા કેન્સરના નોંધાય છે. વર્ષ 2017માં લગભગ 23 હજાર જેટલા નવા કેસો દારૂના સેવનને કારણે થતા કેન્સર સાથે સંકળાયેલા હતા. કે જેમાં તમામ 13.3% કેસો આલ્કોહોલ એટ્રીબ્યુટેબલ કેન્સર જ્યારે 2.3% કેસો દારૂના સેવનથી થતા સાત પ્રકારના કેન્સર સાથે સંકળાયેલા છે.

યુરોપિયન દેશોમાં સૌથી વધુ દારૂના સેવનથી થતા મૃત્યુ સૌથી વધુ નોંધાય છે.એક આંકડા પ્રમાણે લગભગ 20 ગ્રામ જેટલો ચોખ્ખો દારૂ દરરોજ વપરાય છે કે જેની સરખામણી કરવામાં આવે તો દર અઠવાડિયે લગભગ 1.5લીટર (12% આલ્કોહોલ બાય વોલ્યુમ,એબીવી), 3.5લીટર બીઅર( 5% એબીવી), 450એમએલ સ્પિરીટ (40%એબીવી)નો વપરાશ થાય છે. પણ કોઈપણ માત્રા ધરાવતુ આલ્કોહોલ શરીર માટે હાનીકારક છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મત મુજબ એક અભ્યાસના તારણ એવું સૂચવે છે કે  હળવા આલ્કોહોલના સેવનથી ટાઈપ 2 ડાયાબિટીસ સામે રક્ષણ કદાચ આપી શકે પરંતુ એવા કોઈ તારણો બહાર આવ્યા નથી કે દારૂના સેવનથી ટાઈપ 2 ડાયાબિટીસ સામેનુ રક્ષણ કોઈવ્યકિતમાં કેન્સર થવાનો ખતરો ટાળી શકે. કોઈ એવા પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી કે જે શરીરમાં આલ્કોહોલ ક્યારે નૂકશાન કરવાની શરૂઆત કરે છે કે નુકશાન થવા પર રોક કઈ રીતે લગાવી શકાય તે જાણી શકાતું નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.