Abtak Media Google News

શું તમે ઓચિંતાની યાદશકિત ગુમાવી રહ્યા છો? હૃદયના ધબકારા વધી રહ્યા છે? શ્વાચ્છો શ્વાસની તકલીફ થઈ રહી છે? તો તમે વિટામીન B12ની ખામી ધરાવો છો

આજના ભાગદોડ ભર્યા જીવનમાં ખૂબ ઓછા લોકો શરીર અને સ્વાસ્થ્યની સંપૂર્ણપણે કાળજી લે છે. કામ અને  જવાબદારીઓના ચક્કરમાં સ્વાસ્થ્ય માટે જરૂરી એવી ઘણી બધી ચીજ-વસ્તુઓ છૂટી જાય છે એટલે જ તો આજે નાની-નાની બીમારીઓ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી થઈ છે. આપણે ઘણીવાર સાંભળ્યું કે જોયું હશે કે કોઈ વ્યક્તિને વિટામીનની ખામી છે. માનવ શરીરને ખોરાક નહીં પણ વિટામિન, પોષણયુક્ત ખોરાકની જરૂર છે. વિટામિન એ, બી, સી, ડી અને બી ટવેલ્વ એમ અલગ અલગ પ્રકારના છે.

આમાંથી એક પણ વિટામિનની ઉણપ મોટી બીમારીઓ નોતરી શકે છે. આજે આપણે અહીં વાત કરીશું અતિમહ્ત્વના એવા વિટામિન બી 12 વિશે. આ વિટામિનની જરાસરખી પણ ખામી તમારી જિંદગીમાં વમળ સર્જી શકે છે..!! જો તમને પણ ઓચિંતાની તમારી યાદશક્તિ ઘટી ગઈ હોય તેવો અહેસાસ થતો હોય, હ્ર્દયના ધબકારા વધી રહ્યા હોય અથવા શ્વાછોશ્વાસની તકલીફ વધી રહી હોય….  તો તમને પણ વિટામિન બી ટવેલ્વની ઉણપ હોય શકે છે. જેને નિવારવી ખૂબ જરૂરી છે.

વિટામીન B12એ અત્યંત મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે મગજથી હાડકાં સુધી શરીરના કાર્યને નિયંત્રિત કરે છે. જો કે, તે એક એવું વિટામિન છે જે સરળતાથી નાશ પામે છે. વિટામીન B12એ સમગ્ર વિશ્વમાં ઉણપના સૌથી સામાન્ય સ્વરૂપો પૈકીનું એક છે, વિશ્વના 15%થી વધુ લોકોમાં વિટામિન B12ની ઉણપ છે. લોહી શુદ્ધિકરણ, કોષોના વિકાસ અને ડીએનએના વિકાસમાં વિટામિન બી ટવેલ્વ મહત્વનો ભાગ ભજવે છે. જો તેની ખામી સર્જાય તો શરીરમાં ડીએનએ, કોષો અને લોહી બનવામાં વિક્ષેપ ઉભો થાય છે.

જેના કારણે શરીર અનેક  બીમારીઓનો ભોગ બને છે. વધતી જતી ઉણપના લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે, જો સારવાર ન કરવામાં આવે તો તે ઉદભવ્યા પછી છ મહિના કરતાં ઓછા સમયમાં ચિંતાજનક અને ગંભીર બની શકે છે. આથી વિટામિન બી ટવેલ્વની ઉણપને નજરઅંદાજ ન જ કરવી જોઈએ..!!

1.જીભની રચનામાં ફેરફાર

વિટામિન બી 12ના નીચા સ્તરના સૌથી અસ્પષ્ટ સંકેતોમાંથી એક છે તમારી જીભની રચનામાં ફેરફાર. તમારી જીભ અને સ્વાદમાં કયા ફેરફાર લાગે છે તેના પર ધ્યાન રાખો. જો તમારામાં વિટામિન B12ની ઉણપ હોય, તો તમે પેપિલીને ગુમાવી શકો છો, જે જીભની સપાટી પર હાજર નાના સ્વાદની કળીઓના બમ્પ્સ છે. જો આવું થાય, તો તમને જીભમાં દુ:ખાવો, તમારા સ્વાદમાં ફેરફાર અનુભવવા અથવા અલગ અલગ સ્વાદનો અનુભવ કરવો (મસાલા પૂરતા પ્રમાણમાં મસાલેદાર ન લાગે). જો તીવ્ર ઉણપ હહોય તો જીભમાં સોજો પણ આવી શકે છે. આ ઉપરાંત મોઢામાં ચાંદા પડવા, મોંમાં બળતરા થવી.

2.કળતર થવી, સાંધા દુઃખવા

વિટામિન B12નું એક મહત્વપૂર્ણ કાર્ય કે જે ચેતા કાર્યને નિયંત્રિત કરે છે અને આરબીસી-રક્તકણોના ઉત્પાદનને સરળ બનાવે છે. જ્યારે તમારી પાસે વિટામીન B12 પૂરતું નથી, ત્યારે તમે ચેતા કોષોમાં બગાડ અનુભવી શકો છો, અને નર્વસ સમસ્યાઓનો ભોગ બની શકો છો. પરિણામે, એક સામાન્ય લક્ષણ જે અનુભવી શકાય છે તે છે હાથ, પગ અને શરીરના સાંધાઓમાં પીન-અને-સોય જેવી પીડાદાયક સંવેદના થવી.

3.ઓચિંતી યાદશક્તિ ક્ષીણ થવી

વધતી જતી વિટામિન B12ની ઉણપનું એક લક્ષણ જે માનસિક બિમારીઓ સાથે સંબધિત છે. યાદશક્તિ ક્ષીણ થવી અથવા ઘડીક ઘડીક થયે ભૂલી જવું. વિટામિન B12 જ્ઞાનતંતુના કાર્યને નિયંત્રિત કરે છે, તેથી તેની ઉણપ મગજના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતામાં સીધી સમસ્યાઓનું કારણ બની શકે છે. મગજમાં હાજર જ્ઞાનતંતુઓમાં કોઈપણ નુકસાન અથવા સમસ્યાઓ યાદશક્તિમાં ઘટાડો, મૂંઝવણ, દિશાહિનતા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે અથવા વ્યક્તિ માટે વસ્તુઓને સારી રીતે યાદ રાખવાનું મુશ્કેલ બનાવી શકે છે.

4.હૃદયના ધબકારા વધવા અને શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ

જો તમે કોઈ ઉણપ અનુભવી રહ્યા હો, તો તમને તમારા હૃદયના ધબકારા સાથે સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. જ્યારે કોઈ ઉણપ હોય છે, ત્યારે હૃદયને કામ કરવામાં મુશ્કેલી અનુભવાય છે. વિટામિન બી ટવેલ્વ કે જે શરીરની તમામ પ્રણાલીઓમાં પૂરતો ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે અને તમામ અવયવો સુધી પહોંચે છે. પરિણામે તેની ઉણપ તમને શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરી શકે છે.

વિટામિન B12 શું છે..? કયા ખોરાકમાંથી સૌથી વધુ મેળવી શકાય..?

વિટામિન B12એ મુખ્ય પોષક તત્વ છે જે શરીરના આધાર સ્તરના કાર્યને સમર્થન આપે છે. મગજથી શરીર સુધીના કાર્યને તે સરળ બનાવે છે. રક્ત અને ચેતા કોષોને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત તે ડીએનએના ઉત્પાદનને સરળ બનાવે છે. પરંતુ આ વિટામિન ડીની જેમ એક એવું પણ વિટામિન છે જે આપણાં શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતું નથી, તે ફક્ત અમુક ખોરાક દ્વારા જ મેળવવું શક્ય છે.

પ્રાણીઓના માંસ અને સીફૂડમાંથી વિપુલ માત્રામાં મળી શકે છે. જો કે શાકાહારી લોકો વિટામિન બી ટવેલ્વને ડેરી પ્રોડક્ટ જેવા કે દૂધ, પનીર, દહીં અને ચીઝમાંથી મેળવી શકે છે. મગ અને મશરૂમમાં સૌથી વધુ B 12 મેળવી શકાય છે. આ ઉપરાંત, ગાજર, બ્રોકલી અને શાકભાજીમાંથી પણ મેળવી શકાય છે. આ સાથે પોષકતત્વોથી ભરપૂર યીસ્ટમાંથી પણ વિટામિન B 12ની ખામીને દૂર કરી શકાય છે.

શાકાહારીઓ માટે દૂધ સંપૂર્ણ આહાર શા માટે..? 

દૂધ એક એવું પોષકતત્વોથી ભરેલું પ્રવાહી છે જેમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. એટલે જ તો દૂધને  ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે. દૂધ એ નવ મહત્વના પોષક તત્વોનો સ્ત્રોત છે. તે આપણને તેની કેલેરીની સરખામણીમાં બહુ ઉચ્ચ પ્રકારના મહત્વના પોષક દ્રવ્યો પૂરા પાડે છે.

વાસ્તવમાં દૂધનો દરેક ગ્લાસ (આંઠ ઔસ) આપણને ૧0 ટકા અથવા ભલામણ કરાયેલ દૈનિક જથથા કરતાં વધારે કેલ્શિયમ, વિટામીન-ડી (જો દૂધ પોષક દ્રવ્યો યુકત હોય તો) પ્રોટીન, પોટેશ્યમ, વીટામીન-એ, વીટામીન-બી૧ર, રિબોફલાવીન અને ફોસ્ફરસ પૂરૂ પાડે છે. કોઈ પણ વિટામિનની ખામી હોય દૂધ તેને પુરવામાં મોટી મદદ કરે છે. વિટામિન બી 12ની ઉણપને નિવારવામાં પણ દૂધ મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ શાકાહારીઓ માટે મહત્વનો સ્ત્રોત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.