Abtak Media Google News

ફિલ્મ દુનિયામાં જાણીતા કલાકારો પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ, જેક્લીન ફર્નાન્ડીસ, મલાઇકા અરોરા, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, ઋત્વિક રોશન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અજય દેવગન, સોનાક્ષી સિન્હા, શ્રધ્ધા કપૂર, સોનમ કપૂર અને સની લિયોની જેવા વિવિધ સ્ટારો પાસે શ્વાન છે.વફાદારી, પ્રેમ, લાગણી જેવા ગુણોને કારણે ‘ડોગ’ હંમેશા માનવીને પ્રિય, 30 હજાર વર્ષથી લોકો શ્વાન પાળી રહ્યાં છે

Dogs 2

શ્વાન પ્રેમીઓ લાખેણા ડોગ પાળવા લાગ્યા

બાળથી મોટેરાને શ્વાન પ્રત્યે લગાવ હોય છે. પોતાના પાલતું જાનવર પરત્વે માનવીને પોતાના પુત્ર કરતાં પણ વિશેષ પ્રેમ હોય છે. આજે તો લોકો લાખો રૂપિયાની કિંમતના શ્વાન પાળી રહ્યા છે તેની સાથે તેના આહાર-ઉછેર અને સ્વર, સંભાળ સાથે વેક્સીનેશનમાં પણ હજારો રૂપિયા ડોગ લવર્સ ખર્ચી રહ્યાં છે.

Dogs 4

વર્ષોથી માનવી સાથે રહેતા અને માનવીનો સારો મિત્ર શ્વાન પોતાના ઘણા બધા ગુણોને કારણે, સારી ટેવોને કારણે પ્રિય થયેલ છે. તેમની ‘ઓબિડયન્સી’ સ્કીલને કારણે તે માલિકની દરેક સુચનાનો અમલ કરે છે. આજે તો વિશ્ર્વભરમાં 1100થી વધુ પાલતુ જાનવરો માણસો પોતાના ઘરમાં પાળી રહ્યાં છે. જેમાં શ્વાન-પેરોટ-કેટ-ઇગ્વાના અને પાયધન પહેલી પસંદ છે.

વિશ્ર્વભરમાં ડોગ રક્ષણ માટે પહેલી પસંદ છે. વિવિધ બ્રીડનાં ખતરનાક ડોગ ‘સેફ્ટી ડોગ’ની વ્યાખ્યામાં આવે છે, તે જુદા-જુદા 10થી વધુ અવાજો કાઢી શકે છે. ઇતિહાસ જોઇએ તે “ભેડિયા” પૂર્વજો છે, તેમનું ડી.એન.એ. 99.99 ટકા ડોગ સાથે મેચ થાય છે.

Dogs 3

દુનિયામાં સૌથી ખતરનાક ડોગ પ્રજાતિ “પીટબુલ” છે. અમેરિકામાં તેને પાળવાની મનાઇ છે. તેના હુમલાને કારણે દર વર્ષે માણસોના મૃત્યુ થાય છે. અંતરિક્ષમાં પણ પ્રથમ રશિયાનો ડોગ “લૈકા” ગયો હતો. બલ્ગેરિયામાં એક યુધ્ધ તો ગ્રીકનો શ્વાન બોર્ડર ક્રોસ કરી ગયો હતો એટલે થયું હતું.

તેની સૂંઘવાની શક્તિ પાવરફૂલ હોવાથી પોલીસ-એરપોર્ટ, રેલ્વે વિગેરે જાહેર સ્થળોએ સલામતી માટે ડોગ રાખે છે. આમ જોઇએ તો 30 હજાર વર્ષથી માનવજાતિ ડોગ પાળી રહી છે.

Dogs 5

દુનિયાની સૌથી ખતરનાક બ્રીડમાં ‘પીટબુલ’ પ્રજાતિ નંબર વન છે. આ સિવાય સેંટ બનાર્ડ, બુલમેસ્ટિફ, ચાઉચાઉ, ગ્રેટડેન, બુલ ટેરિયર્સ, સાઇબેરીયન હસ્કી, રોટ વિલર, બેલ્જિયમ શેફર્ડ, બુલડોગ, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, અકિટા, ડોબરમેન જેવી બ્રીડ ખતરનાક હોય છે.

ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર વિશ્ર્વનો સૌથી મોટો ડોગ ‘જ્યોર્જ’ છે, જેનું વજન 111 કિલો છે. દુનિયામાં 400 ગ્રામના ટોય બ્રીડ ડોગથી લઇને 120 કિલોના કદાવર ડોગ જોવા મળે છે.

Dogs 1

પશુ પાલન કરનારા પોતાના જનાવરોની ચોકીદારી માટે પણ શ્વાન રાખે છે. તેની આંખમાં ત્રણ પોપચા હોય છે. બે દ્રશ્યમાન પોપચાની નીચે ગુલાબી પટલ હોય છે જે તેને ધૂળથી રક્ષિત કરે છે. 1800ના દાયકામાં બરફ વર્ષામાં ફસાયેલા 40 લોકોની જાન સ્નીફર ડોગે બચાવી હતી. છેલ્લા સંશોધન મુજબ ટૂંકા-ટૂંકા 150થી વધુ શબ્દો યાદ રાખી શકે છે. કેટલીક બ્રીડ તો 250 શબ્દો યાદ રાખે છે. હાલ દુનિયામાં 25 થી વધુ પ્રજાતિના શ્વાન લોકો પાળી રહ્યાં છે. જેમાં ટેરીયર, લાસા, મિતિચર, ડેસ ડાઉન્ડ, સેંટર અને બિગલ ડોગ અગ્રકમે છે. બેલ્જિયમ શેફર્ડ, ડોગ એક્ટિવ-ચકોર અને હેન્ડલ કરવામાં ખૂબ જ અઘરા હોય છે, તે સ્નીફર ડોગ તરીકે ઉમદા કાર્ય કરે છે.

કોરોનાના પગલે વિદેશી પ્રજાતિના શ્વાનની કિંમત ડબલ થઇ ગઇ

કોરોનાકાળમાં લોક લોકડાઉનને કારણે ઘરોમાં વધુ રહેતા હોવાથી પોતાના પાળેલા પશુ-પક્ષી સાથે સમય વ્યતીત કરતાં જોવા મળ્યા હતાં. આજકાલ લોકો ડોગ-બર્ડ પાળવાનો ક્રેઝ વધતા બ્રિડરોએ ભાવ વધારીને ડબલ કરી દીધો છે. વિદેશી આવતી ફ્લાઇટ બંધ થવાથી તથા દેશમાં ઇન્ટરનલ સેવા પણ બંધ હતી સાથે ટ્રાન્સપોર્ટ-ડિઝલના ભાવ વધારે કારણે એક જગ્યાએથી બીજી જગ્યા એ થઇ મોકલવામાં પણ ભાવ વધતાં સરવાળે વિદેશી નસલના શ્વાનોના ભાવ ડબલ થઇ ગયા છે.

સામાન્ય રીતે જર્મન શેફર્ડ-લેબ્રાડોર-ગોલ્ડન રીટ રીવર-સીટ્ઝૂ-ચાઉચાઉ-રોટવીલર-પીટબુલ-કોક્રસ સ્પેનિયલ જેવા વિવિધ બ્રિડોમાં ભાવ વધારો થયેલ છે, જો કે નાની કે મોટી તમામ બ્રીડોમાં 5 થી 10 હજારો વધારો થયો છે. લોકડાઉનમાં બાળકોના મનોરંજન માટે મોટા ભાગના શ્વાન પ્રેમીમાં ડોગ રાખવાનો ક્રેઝ વધ્યો છે. ડોગની જોડી રાખનારાનો પણ એક વર્ગ છે. જો કે બધા જ લોકો મેઇલ ડોગ વધુ પસંદ કરે છે. ફિમેલ ડોગ પાળનારા ઓછા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.