Abtak Media Google News

માણસ ઉપર વેકસીનેશન થઈ ગયું, હવે રસી માટે નવું માર્કેટ ખુલશે

માણસ ઉપર વેકસીનેશનના અખતરા થઈ ગયા છે. હવે જાનવરોને પણ બક્ષવામાં નહિ આવે. તે નક્કી છે. હરિયાણાના હિસાર ખાતે આવેલી કેન્દ્રીય અશ્વ સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ પશુઓ માટે દેશની પહેલી કોરોના વેક્સિન તૈયાર કરવામાં સફળતા મેળવી છે. સેનાના 23 શ્વાન પર તેની ટ્રાયલ સફળ થઈ ચુકી છે. વેક્સિન લાગ્યાના 21 દિવસ બાદ શ્વાનમાં કોરોના વાયરસ સામે એન્ટીબોડી જોવા મળી હતી.

શ્વાન પરની સફળ ટ્રાયલ બાદ હવે ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂલોજિકલ પાર્કના 15 સિંહ પર ટ્રાયલ કરવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાત સરકારની મંજૂરી મળ્યા બાદ આ ટ્રાયલ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ વેક્સિન માર્કેટમાં ઉતારીને પશુઓનું પણ વેક્સિનેશન કરી શકાશે.

આ ટ્રાયલમાં એવું કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ જાનવરોમાં શ્વાન, બિલાડી, સિંહ, ચીત્તા, દીપડા, હરણમાં મુખ્યત્વે જોવા મળે છે. થોડા મહિના પહેલા ચેન્નાઈ સ્થિત ઝૂમાં મૃત સિંહમાં કોવિડ-19 વાયરસની ઓળખ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેનું મોત કોવિડના ડેલ્ટા વેરિએન્ટના કારણે થયું હતું. આ કારણે તેમણે મનુષ્યમાં જોવા મળતા ડેલ્ટા વેરિએન્ટ વાયરસને લેબમાં આઈસોલેટ કર્યો અને તેનો ઉપયોગ કરીને વેક્સિન બનાવવામાં સફળતા મેળવી.

રસીની રસ્સાખેંચ હજુ પૂર્ણ થઈ નથી. તેવામાં જાનવરો માટે પણ વેક્સીન આવી ગઈ છે. જો કે આ માટે જાનવરો આનાકાની કરી શકવા સક્ષમ ન હોય તેઓને વેકસીનના ડોઝ લેવા જ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.