અબળા ભલે કહેવાય… પણ નારી ‘સબળા બની જાય તો કોઇ માયના લાલ આંખ ઉંચી કરવાની હિંમતના કરે’

 

જાતીય બાબતોની વાત કરવા માટે સંકોચ ન હોવો જોઇએ, વાલીઓ મુકતપણે ચર્ચા કરી સમજાવા જોઇએ-ડો. જયશ્રીબેન રાણપરા

 

અબતક, રાજકોટ

‘અબતક’ ના લોકપ્રિય ‘ચાય પે ચર્ચા’ પર સ્ત્રીઓની જાતીય સતામણી કયારે અટકશે? એ વિષય પર વીરબાઇ મહિલા કોલેજના હોમ સાયન્સના પ્રોફેસર પી.એચ.ડી. ઇન સેકસુયલ હરેશમેન્ટના ડો. જયશ્રીબેન રાણપરા આ વિશે પર સતામણી કેવી રીતે કેવા વર્ગ એવી હિંમત કરે છે તેના શું કારણો હોય શકે કયારે સ્ત્રી આ ઘટના ભોગ બને છે આવી વિશેષ માહીતી આપતો કાર્યક્રમને બહુ મોટો બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. તેમનો ટુંકમાં અહેવાલ અહીં રજુ કર્યા છે.

પ્રશ્ન:જાતિયમ સતામણી એટલે શું છે?
જવાબ:- કોઇપણ સ્ત્રીને જોતી વખતે તમામ પ્રકારના ખરાબ ઇશારાઓ, આંખ મારવી, હોઠની ખોટી રીતની પ્રવૃતિઓ, જાતીય સતામણ છે તથા કોઈપણ સ્ત્રીને ભારતીય સંસ્કૃતિ વિરુધ્ધની પ્રવૃત્તિ અથવા અનિચ્છનીય વર્તન એ જાતીય સતામણી કહેવાય.

પ્રશ્ન:- જાતિય સતામણી કયારે થઇ કહેવાય અને કેવા સંજોગોમાં જાતીય સતામણી થઇ હોય?
જવાબ:- કોઇપણ ઇશારાથી શરુ કરીને કોઇ પણ સ્પર્શ દ્વારા તથા આજકાલ કોમ્યુનિકેશનના ડિવાઇઝ છે જે કોમ્પ્યુટર, મોબાઇલ, સ્માર્ટફોન વગેરેમાં અભદ્ર મેસેજ મોકલે છે અભદ્ર ફોટા બતાવાની કોશીષ કરે છે. અથવા પોતાના ડિવાઇઝમાં અભદ્ર વાતો બતાવે અથવા ફોટા, ઇમેઇલ, મેસેજ વગેરે દ્વારા સતામણી થાય છે.

પ્રશ્ન:- શિક્ષણ વધતા સમાજ શિક્ષિત તરફ આગળ વધે છે કે અંધકાર તરફ ?
જવાબ:- હાલના સમાજમાં શિક્ષિત શિક્ષણમાં એકસ્પર્ટના કહ્યા મુજબ સ્કુલો તથા કોલેજોમાં ગુડ ટચ અને બેડ ટચનું શિક્ષણ અથવા સંદેશો આપે એ એક જાતિય શિક્ષણ જ છે. જેનાથી જાતીય શોષણ અથવા સતામણીમાં ઘટાડો કરી શકાય છે.

પ્રશ્ન:- ટેકનોલોજી અને વિજ્ઞાનની વાતોમાં વિદેશની સાથે તાલ-મેલ કરીએ પરંતુ, આપણી સંસ્કૃતિ મુજબ ર1મી સદીમાં કેમ હજી જાતીય સતામણી ?
જવાબ:- એકસપર્ટના કહ્યા મુજબ એક લેખક ડો. ખાનના કહેવા મુજબ દિકરી માસિકમાં આવે છે તો તેના વર્તનમાં ફેરફાર થશે, શરીરમાં ફેરફાર થશે. વિચારોમાં ફેરફાર થશે વગેરે માતાએ ખ્યાલ રાખીને મર્યાદા વિના સમજણ આપવી જોઇએ. તથા કુટુંબના લોહીના સંબંધ વાળા લોકો દ્વારા થતી જાતીય સતામણી અટકે અને સામાજીક મર્યાદા તથા પરંપરાના નામ પર બાળકોને માહીતીથી વંચિત રાખવામાં આવે છે તો એવું ન થાય તેનું ઘ્યાન રાખવું જોઇએ.

પ્રશ્ન:- જાતિય સતામણીના કિસ્સાઓ ગ્રામ્યમાં વધુ બનતા હોય છે કે શહેરોમાં ?
જવાબ:- ગ્રામ્ય તથા શહેરમાં ખાસ એવું જોવા નથી મળતું કે વધારે સતામણી શેમાં થાય છે. પરંતુ, શહેરમાં રહેતી છોકરીઓ વાલીઓ સાથે ખુલ્લા પણાથી રહેતી હોય છે અને શિક્ષણનું પ્રમાણ વધુ હોય છે. અને પ્રોટકેશન આપે તેવા કાયદાઓની જાણકારી હોય છે જેથી પ્રોટેકશન માટે અવાજ ઉઠાવી શકે છે. જેની જાણકારી શહેરની છોકરીઓ કે દિકરીઓને હોય છે.

પ્રશ્ન:- આધુનિક વસ્ત્રો પહેરતી સ્ત્રીની સતામણી વધુ થાય છે કે પરંપરાગત વસ્ત્રો પહેરતી સ્ત્રીની સતામણી વધુ થાય છે?
જવાબ:- આ બાબતે આધુનીક વસ્ત્રો પહેરતી સ્ત્રીએ હાલના 21મી સદીના યુગમાં રહેતા જીવનશૈલીનું પાલન કરતી હોય છે અને તેને જાતીય સતામણીની પૂરતી જાણકારી હોય છે જેને કારણે આ વર્ગમાં ઓછી જાતીય સતામણી જોવા મળે છે. આમ જ પરંપરાગત વસ્ત્રો પહેરતી સ્ત્રીમાં જાતીય સતામણી વધુ જોવા મળે છે. કારણ કે, તેને જાણકારી હોતી નથી તથા તેનું જુની રૂઢી મુજબ જીવશૈલી હોય છે જેને કારણે આ બાબતો જોવા મળે છે.

પ્રશ્ન:- સરકારી કચેરીઓમાં કે ખાનગી કચેરીઓમાં જો સ્ત્રીઓને એવું લાગે કે તેમની જાતીય સતામણી થઇ રહી છે તો કાયદા સુધી પહોચતા પહેલા જાતે શું પગલા લઇ શકે છે જાતીય સતામણી અટકી શકે?
જવાબ:- સ્ત્રીઓ કે છોકરીઓ કામ કરતી જગયાઓ પર જાતીય સતામણીની અનુભૂતિ કરતા હોય તો જે તે સંસ્થા માટે આઇ.સી.સી.માં ફરીયાદ કરી શકે અથવા જે તે કચેરીના વડાને લેખીતમાં ફરીયાદ આપીને પગલા લઇ શકે છે. ઉપરાંતમાં કાયદાકીય દ્વારા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ એકસ્યુઅલ ઓફેન્સ એકટ, 2012 હેઠળ ફરીયાદ કરી શકે છે. અને જો આરોપીનો અપરાધ સાબીત થાય તો તેને આ કાયદા હેઠળ સજા પણ કરવામાં આવે છે.

પ્રશ્ન:- સતામણીના કિસ્સા બને જ નહી તો તેના માટે સુચનો શું છે?
જવાબ:- દરેક જન-જાગૃતિના કાર્યક્રમમાં જાણકારી આપવી જોઇએ. શાળાઓ તથા કોલેજોમાં જાતીય સતામણીનું શિક્ષણ આપવું જોઇએ તથા તેના બચાવ માટેના પ્રયાસો શું છે તેની જાણકારી પૂરી પાડવી જોઇએ. છોકરાઓ અને છોકરીઓ બન્નેમાં જાતીય શિક્ષણ પુરુ પાડવું જોઇએ જેથી આ જાતીય સતામણી ખુબજ ઓછા પ્રમાણમાં થાય.